કોવિશિલ્ડના બીજા ડોઝ માટે કો-વિન પોર્ટલમાં થયો જરૂરી ફેરફાર, જૂની એપોઈન્ટમેન્ટ રહેશે માન્ય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે કોવિશિલ્ડ રસીની બીજો ડોઝ લેવાનો સમય માન્ય રહેશે અને તેને CoWIN  પોર્ટલ પર રદ કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું કે CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે વેક્સિનનો લાભ મેળવનાર પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન સમય મેળવી શકશે નહીં.

કોવિશિલ્ડના બીજા ડોઝ માટે કો-વિન પોર્ટલમાં થયો જરૂરી ફેરફાર, જૂની એપોઈન્ટમેન્ટ રહેશે માન્ય
કોવિશિલ્ડના બીજા ડોઝ માટે કો-વિન પોર્ટલમાં થયો જરૂરી ફેરફાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે કોવિશિલ્ડ રસીની બીજો ડોઝ લેવાનો સમય માન્ય રહેશે અને તેને CoWIN  પોર્ટલ પર રદ કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું કે CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે વેક્સિનનો લાભ મેળવનાર પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન સમય મેળવી શકશે નહીં. 13 મેના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ માટેના સમયગાળાના તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરી દીધો હતો.

મંત્રાલયે કહ્યું, ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દીધી છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે 12 – 16 અઠવાડિયાના અંતરને સૂચવવા માટે કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, ‘મીડિયામાં કેટલાક અહેવાલોએ દાવો કર્યો છે કે રસીનો લાભકર્તા 84 દિવસથી પણ ઓછા સમયમાં CoWIN પોર્ટલ પર બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટ લીધી છે. તે રસીના લાભાર્થીઓને કોવિશિલ્ડનો બીજો ડોઝ આપ્યા વિના રસીકરણ કેન્દ્રોમાંથી પરત મોકલવામાં આવી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘લાભાર્થીઓ કે જેમને  બીજા  ડોઝ માટે પહેલાથી સમય આપ્યો છે તે માન્ય રહેશે આ ઉપરાંત લાભકર્તાઓને બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લેવાની તારીખ કરતાં 84 દિવસ પછીની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, સીરમ સંસ્થાના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં હાલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સરકારે તમામ ઉંમરના લોકો માટે હવે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે. જેના પગલે વેક્સિનની અછત જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે કોરોનાની વેક્સિન Covishield ના બે ડોઝ વચ્ચેનો તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની જાહેરાત કરી હતી . કેન્દ્ર સરકારે ગુરુવારે સરકારી જૂથ NTAGIની ભલામણ સ્વીકારી છે. જો કે અત્યાર સુધી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 6 થી 8 અઠવાડિયાનો હતો.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા  જાહેર કરી છે. હાલની સ્થિતિને આધારે કોવિડ -19 કાર્યકારી જૂથે Covishield  રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાનું સૂચન કર્યું હતું. હાલ ભારતમાં હાલમાં રસીકરણ અભિયાન કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.