Punjab Politics: પત્રકાર પરિષદમાં નવજોત સિંહ સિદ્ધુની જીભ લપસી, ચન્ની સરકારના ફાયદા ગણાવતા નિકળી ગયા અપશબ્દો

સિદ્ધુ રાજ્ય સરકાર દ્વારા મજૂર કાર્ડના વિતરણ અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેની જીભ લપસી ગઈ અને તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો

Punjab Politics: પત્રકાર પરિષદમાં નવજોત સિંહ સિદ્ધુની જીભ લપસી, ચન્ની સરકારના ફાયદા ગણાવતા નિકળી ગયા અપશબ્દો
Navjot Singh Sidhu (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 3:38 PM

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ચરણજીત સિંહ ચન્ની (Charanjeet Singh Channi) સરકારની યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા.

પંજાબ (Punjab) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર વિવાદોમાં ફસાયેલા જોવા મળ્યા છે. હકીકતમાં, ચંદીગઢમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સિદ્ધુએ કંઈક એવું કહ્યું જેના પર વિવાદ થઈ શકે છે. સિદ્ધુ રાજ્ય સરકાર દ્વારા મજૂર કાર્ડના વિતરણ અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ સિદ્ધુની આકરી ટીકા કરી છે.

નવજોત સિંહ સિદ્ધુ મીડિયા સાથે પંજાબ મોડલ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં પરત ફરશે તો શહેરી શ્રમિકોને રોજગારની ખાતરી આપવામાં આવશે. મનરેગાના મોડલ પર શહેરોમાં પણ રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે. આ અંતર્ગત કુશળ અને અકુશળ મજૂરોને સમાન રોજગાર આપવામાં આવશે. આ દરમિયાન એક સવાલનો જવાબ આપતી વખતે સિદ્ધુની જીભ લપસી ગઈ અને તેમણે અપશબ્દો બોલી દીધા, (cuss word) આ પછી સિદ્ધુ (Navjot Singh Sidhu)  હસતા જોવા મળ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આખરે સિદ્ધુએ શું કહ્યું? પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ ચરણજીત સિંહ ચન્ની (Charanjeet Singh Channi) સરકારની યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ સિદ્ધુને રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા લેબર કાર્ડ અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સિદ્ધુ ચન્ની સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્કીમ વિશે વાત કરતાં ગાળો ભાંડી હતી. તેમણે કહ્યું, ‘હું કહું છું કે અમારી સ્કીમને લઈને અમારી પાસે  ગેરંટી છે, કોઈએ ગેરંટી આપી છે.. (પછી સિદ્ધુએ ગાળો આપી.) આ પછી સિદ્ધુ આગળ બોલ્યા અને હસવા લાગ્યા.

મજૂરો માટે કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવામાં આવશે સાથે જ નવજોત સિંહ સિદ્ધુ આગળ કહે છે કે છેલ્લા 25 વર્ષથી આપણે અમીરોની વાત કરીએ છીએ પરંતુ આ દરમિયાન મજૂરોનો કોઈ ઉલ્લેખ નથી થયો. હવે તેમનો ઉલ્લેખ પંજાબ મોડલ હેઠળ કરવામાં આવશે. કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવામાં આવશે.તેમણે કહ્યું કે મોહાલીના મદનપુરા ચોક પહોંચ્યા પછી તેમણે જોયું કે હજુ સુધી કામદારોની નોંધણી કરવામાં આવી નથી. સિદ્ધુએ કહ્યું કે લેબર કાર્ડ માટે મજૂરો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. પરંતુ પંજાબ મોડલમાં આવું નહીં થાય.

આ પણ વાંચો: West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો

આ પણ વાંચો: Omicron : દિલ્હીમાં ઓમિક્રોનના નવા 10 કેસ નોંધાયા,અત્યાર સુધીમાં 20 દર્દીઓમાં નવા વેરીયન્ટની પુષ્ટિ થઈ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">