National : દેશભરમાં RTOની કામગીરીનું થશે ખાનગીકરણ, કેન્દ્ર સરકારે તખ્તો તૈયાર કર્યો

National :ધીરેધીરે સરકાર ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે. આ-જ દિશામાં કેન્દ્ર સરકારે હવે આરટીઓની કામગીરી પણ ખાનગીકરણ કરવા તૈયારી આરંભી છે.

National : દેશભરમાં RTOની કામગીરીનું થશે ખાનગીકરણ, કેન્દ્ર સરકારે તખ્તો તૈયાર કર્યો
RTO
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 1:01 PM

National :ધીરેધીરે સરકાર ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે. આ-જ દિશામાં કેન્દ્ર સરકારે હવે આરટીઓની કામગીરી પણ ખાનગીકરણ કરવા તૈયારી આરંભી છે. જેમાં દેશના વિવિધ રાજયોમાં આશરે 1293 આરટીઓની મોટાભાગની કામગીરી હવે ઓનલાઇન થશે. જેથી નાગરિકોને ઘરબેઠા સુવિધાઓ મળી રહેશે.

કેન્દ્ર સરકારે આરટીઓની કામગીરીને ઓનલાઇન કરવાની કવાયત આરંભી દીધી છે. અને, આ માટે દેશના વિવિધ 32 રાજયોમાં તખ્તો તૈયાર કરાયો છે. અને, કેન્દ્ર સરકારે કેટલીક કામગીરી ખાનગી કંપનીઓને સોંપવાની દિશામાં તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચે જાહેર કરેલા નોટિફિકેશનને અમલી કરવા રાજય સરકારે કવાયત આરંભી છે. આ કવાયતના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તમામ આરટીઓ સાથે 28 મેના રોજ ઓનલાઇન બેઠક યોજી હતી.

આ કામગીરી અન્વયે હવે નાગરિકોને કેટલીક કામગીરી માટે આરટીઓ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. આ ઓનલાઇન કામગીરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ટેક્સની મોટાભાગની કામગીરી ઓનલાઇન થશે. આ ઉપરાંત 15 જેટલી કામગીરીમાં બદલાવ કરવા સૂચનો કરાયા છે. જેને પગલે ટેસ્ટ ટ્રેક, લર્નિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન અને દંડની ભરપાઇ જેવા કામોને પણ નવી દિશા આપવામાં આવશે. જેમાં કેટલાકનું ખાનગીકરણ થવાની પણ સંભાવના છે. આરટીઓમાં ફરજ બજાવતા હાલના કર્મચારીઓનો ચેકિંગ અને એન્ફોર્સમેન્ટની કામગીરીમાં ઉપયોગ થશે. જોકે, આ બાબતે રાજયના ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા આ બાબતે કોઇ માહિતી આપવામાં આવી નથી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ માળખાકીય સુવિધામાં આટલો ફેરફાર થશે

Learning License: જન સુવિધા કેન્દ્ર અથવા ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ લઇ ઘરે પરીક્ષા અપાશે. Test track: ટેસ્ટ ટ્રેકની કામગીરી ભાગીદારીમાં અથવા ખાનગી એજન્સીને આપવાનું સૂચન કરાયું છે. Fitness: વાહનોના ફિટનેસ માટે આધુનિક ફિટનેસ સેન્ટર બનાવાશે. Vehicle registration: ડિલરને ત્યાંથી વાહનમાં નંબર પ્લેટ લગાવ્યા બાદ ગ્રાહકને અપાશે. Fine: ઇ-ચલણથી આપેલો મેમો-કાર્ડથી ભરી શકાશે. જે માટે નવી નેશનલ સિસ્ટમ બનશે. Document: લાઇસન્સ માટે આધાર લિંક કરાશે. Bus tax: લાઇફટાઇમ ટેક્સનું આયોજન. License renewal: ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ સબમીટ થશે. Changes to vehicles: મોડિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા એજન્સીઓને માન્યતા અપાશે. International License: ઓનલાઇન અપાશે. Vehicle resell: જૂના વાહન ખરીદનારે પેપર રજૂ કરવાની કામગીરી ઓનલાઇન થશે. Temporary registration: નવું વાહનના ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટેની મુદત છ મહિના કરાશે Tax: બસ સિવાયના વાહનનો ઓનલાઇન ટેક્સ First experiment: દિલ્હી એનસીઆર RTOમાં કેટલીક સુવિધાઓ અંગેનો પ્રથમ પ્રયોગ શરૂ.

વાહનના ઈ- રેકોર્ડને સત્તાવાર માન્યતા મળી વર્ષ 2010થી વાહન 4 સોફ્ટવેર આરટીઓમાં અમલી થયું હતું. પરંતુ તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી નહતી. 31 માર્ચે કેન્દ્રના પરિવહન મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનથી તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી છે, જે કોર્ટમાં પણ રજૂ કરી શકાશે.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">