રાષ્ટ્રીય ચુંટણી પંચ 25 જાન્યુઆરીએ ડિજિટલ વોટર આઇડી કાર્ડ લોન્ચ કરશે

રાષ્ટ્રીય ચુંટણી પંચ રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ દેશના 1.46 કરોડ વૉટર આઇ કાર્ડ (EPIC )ની ભેટ આપવા જઇ રહ્યું છે.

  • tv9 webdesk33
  • Published On - 22:16 PM, 24 Jan 2021
EPIC VOTER ID CARD

રાષ્ટ્રીય ચુંટણી પંચે ચુંટણી ઓળખ પત્રને વધુ સુરક્ષિત રાખવા માટે અને સર્વગ્રાહી બનાવવા સાથે  હાઈટેક ફોર્મેટ બનાવવા જઇ રહી છે.  જેમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ દેશના 1.46 કરોડ વૉટર આઇ કાર્ડ (EPIC )ની ભેટ આપવા જઇ રહ્યું છે.

તેની માટે કેન્દ્રીય ચુંટણી આયોગ તૈયારી કરી રહ્યું  છે. આ ઇલેક્ટર્સ ફોટો આઇડી કાર્ડ (EPIC ) નામ આપ્યું છે, જો બધુ  બરાબર રહ્યું તો આગામી પાંચ રાજ્યોની  વિધાનસભા ચુંટણી પૂર્વે આ સુવિધા મળી શકશે.

ડિજિટલ  વોટર આઇ કાર્ડ માં બે કયૃ આર  કોડ હશે જેમાં એક મતદારનો ફોટો અને કુટુંબ સબંધી જાણકારી હશે. જ્યારે તેમાં ડાયનેમીક ડેટા હશે. તેમાં તેમના વિસ્તારની ચુંટણી અને મતદાનની તારીખો વગેરે અપડેટ થશે.  આનો લક્ષ્ય વોટર સ્લીપનો વિકલ્પ ઊભો કરાવવાનો છે. પરતું આયોગ વોટર સ્લીપ પણ ચાલુ રાખશે. સુરક્ષા માપદંડો પર સલામત આ વોટર આઇડી કાર્ડ તમામ  મતદારોને મળશે.

મતદાર ઓળખ કાર્ડને મતદારો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ભારે મહેનત માંગે તેવી છે.  તેવા સમયે આયોગે ઝડપથી ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ થાય તેની પરિકલ્પના કરી છે. આને સરકાર દ્વારા ડિજિટલ દસ્તાવેજ સુરક્ષિત રાખનારા ડીજીલોકરમા અન્ય  દસ્તાવેજ સાથે સ્ટોર કરવામાં આવી શકે છે,

આયોગના સૂત્રોના  જણાવ્યા અનુસાર મળેલી જાણકારી મુજબ આ મતદાતા વોટર આઇ કાર્ડ બનાવવા માટે તેની પૃષ્ટી થયા બાદ તરત જ  ઇપીઆઇસીને ડાઉનલોડ કરી ડીજીલોકરમાં સુરક્ષિત કરી શકાય છે. જેના લીધે મતદાતાને કાર્ડ  માટે  લાંબો સમય રાહ જોવાની અને  પૃષ્ટી બાદ ની લાંબી પક્રિયામાંથી મુકિત મળશે, હાલમાં ચુંટણી આયોગ આ સુવિધાને મરજિયાત પણ લાગુ કરશે.  એટલે કે મતદાર ઇચ્છશે તો મતદાર ઓળખ પત્ર હાંસલ કરી શકશે.