હીરાબા પાસે એવું તો શું હતું કે સવાર-સવારમાં જ તેમના ઘર બહાર લાગી જતી હતી મહિલાઓની લાઇન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ક્યારેય પણ વડાપ્રધાન બનાવનું સપનું સુદ્ધા નહોતુ જોયું. તેમના માટે આ અંગે વિચારવું પણ દૂરની વાત હતી. નરેન્દ્ર મોદી વિશે વણસાંભળેલી વાતો હ્યૂમંસ ઑફ બૉંબે નામના ફેસબુક પેજ પર પ્રસિદ્ધ કરાયેલી એક પોસ્ટમાં સામે આવી છે. તેમાં પેણ મોદીના બાળપણની રસપ્રદ કહાણી છે કે જે મોદીએ પોતે શૅર કરેલી છે. પરિવારમાં […]

હીરાબા પાસે એવું તો શું હતું કે સવાર-સવારમાં જ તેમના ઘર બહાર લાગી જતી હતી મહિલાઓની લાઇન
TV9 Web Desk

|

Jan 06, 2019 | 9:12 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ક્યારેય પણ વડાપ્રધાન બનાવનું સપનું સુદ્ધા નહોતુ જોયું. તેમના માટે આ અંગે વિચારવું પણ દૂરની વાત હતી.

નરેન્દ્ર મોદી વિશે વણસાંભળેલી વાતો હ્યૂમંસ ઑફ બૉંબે નામના ફેસબુક પેજ પર પ્રસિદ્ધ કરાયેલી એક પોસ્ટમાં સામે આવી છે. તેમાં પેણ મોદીના બાળપણની રસપ્રદ કહાણી છે કે જે મોદીએ પોતે શૅર કરેલી છે.

પરિવારમાં હતાં 8 સભ્યો

આ પોસ્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં 8 સભ્યો હતાં કે જેઓ 40 બાય 12 ફુટના ઘરમાં રહેતા હતાં. નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ, ‘આ નાનુ જરૂર હતું, પણ તેમના માટે પર્યાપ્ત હતું. અમારા દિવસની શરુઆત સવારે 5 વાગ્યે થતી હતી કે જ્યારે મારા માતા નવજાત અને નાના બાળકોની પારંપરિક સારવાર કરતી હતી. હું અને મારો ભાઈ રાત્રે વારાફરતી ચૂલ્હો તૈયાર કરતા હતાં કે જેથી તે માતાના ઉપયોગમાં આવી શકે.’

માતાનો કર્યો ઉલ્લેખ

મોદી આગળ કહે છે, ‘મારા માતાને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાનો સૌભાગ્ય ન મળ્યો, પણ ભગવાન દયાલૂ હતાં. મારા માતા પાસે બીમારીઓના ઇલાજ માટે વિશેષ રીત હતી. સવાર-સવારમાં જ અમારા ઘરની બહાર માતાઓની લાઇન લાગી જતી હતી, કારણ કે મારા માતા પાસે દર્દ અને પીડા દૂર કરવાના વાળુ સ્પર્શ હતું અને તેઓ તેમના માટે જાણીતા હતાં.’

ચા વેચતા શીખી હિન્દી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારની દિનચર્યા જણાવતા પોતાના પિતાની ચાની દુકાનનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું, ‘ત્યાર બાદ મારે રેલવે સ્ટેશને આવેલી પિતાની દુકાન ખોલવાની રહેતી. તેને સાફ કરવાનનું અને ત્યાર બાદ સ્કૂલ જવાનું. સ્કૂલ જેટલી જલ્દી ખતમ થતી, મને પોતાના પિતાની મદદ માટે દુકાને પહોંચી જવાનું હતું, પણ ત્યાં મને દેશ ભરમાંથી આવતા લોકોને મળવાનો ઇંતેજાર રહેતો. હું ત્યાં આ લોકોને ચા પિરસતો હતો અને તેમની કહાનીઓ સાંભળતો હતો. તેથી જ મને હિન્દી બોલતા આવડી ગયું.’

મુંબઈ હતું સપનાંનું શહેર

પીએમ મોદીના મનમાં બાળપણમાં મંબઈ અંગેની કહાની પણ રસપ્રદ છે. આ લેખમાં વડાપ્રધાન કહે છે, ‘દુકાનમાં હું સાંભળતો હતો કે વેપારીઓ પરસ્પર બંબઈ (મુંબઈ) વિશે વાત કરતા હતાં અને હું આશ્ચર્ય પામતો હતો કે શું હું ભવિષ્યમાં ક્યારેય પોતાના સપનાના શહેર જઈ શકીશ અને તેને જોઈ શકીશ ?’ પીએમ મોદીના જણાવ્યા મુજબ તેઓ હંમેશાથી જ જિજ્ઞાસુ હતાં એટલે કે તેમની અંદર દરેક વસ્તુને જાણવા-સમજવાની ઝંખના હતી. મોદીએ કહ્યું, ‘હું પુસ્તકાલય જતો હતો અને જે પણ મળી શકતું, હું તે બધુ જ વાંચતો હતો.’

(1/5) “My family of 8 lived in a 40×12 feet house – it was small, but enough for us. Our days began early, around 5 AM…

Humans of Bombay यांनी वर पोस्ट केले शनिवार, ५ जानेवारी, २०१९

મિત્રો સાથે મળી ફૂડ સ્ટૉલ લગાવ્યું

મોદીએ કહ્યું, ‘હું 8 વર્ષનો હતો, જ્યારે મેં પહેલી વાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની બેઠકમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ મેં 9 વર્ષની ઉંમરે પહેલી વાર બીજાોના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે કાર્ય કર્યુ હતં. મેં ગુજરાતના કેટલાક ભાગોમાં આવેલા પૂરના પીડિતોની મદદ માટે પોતાના મિત્રો સાથે મળી એક ફૂડ સ્ટૉલ લગાવ્યુ હતં. હું વધુમાં વધુ મદદ કરવા માંગતો હતો, પરંતુ મને ખબર હતી કે અમારી પાસે બહુ ઓછા સંસાધન છે.’

‘પોતાની નાનકડી દુનિયામાં ખુશ હતો’

પીએમ મોદીએ આગળ કહ્યું, ‘તે ઉંમરમાં પણ મારો દૃઢ વિશ્વાસ હતો કે ભગવાને આપણને એક સરખા બનાવ્યા છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે હું કઈ પરિસ્થિતિઓમાં પેદા થયો હતો, હું કંઇક બીજો હોઈ શકતો હતો. તેથી જ્યારે આપ લોકો મને પૂછો છો કે મારા સંઘર્ષો શું હતાં, તો હું આપને બતાવું છું કે મારી સાથે કોઈ સંઘર્ષ નહોતો. હું જ્યાંથી આવ્યો હતો, ત્યાં કંઈ પણ નહોતું. મને વિલાસિતા વિશે નહોતી ખબર અને મેં બહેતર જીવન નહોતુ જોયું. તેથી હું પોતાની નાનકડી દુનિયામાં ખુશ હતો.’

આ પણ વાંચો : કોના જીવનમાં થશે પાર્ટનરનું આગમન ? કોનો બની રહ્યો છે વિદેશ યોગ ? શૅર બજાર કોને કરશે માલામાલ ? વાંચો 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીનું રાશિફળ

‘પોતાનો માર્ગ પોતે કંડાર્યો’

મોદી આગળ કહે છે, ‘જો રસ્તો ક્યારેક મુશ્કેલ પણ હતો, તો મેં પોતાનો રસ્તો પોતે કંડાર્યો હતો. મારે પોતાને કુશળ બનાવવા અને તૈયાર કરવાની બહુ જરૂર હતી. અહીં સુધી કે અમે કપડાં આયરન (ઇસ્તરી) કરવા માટે પ્રેસનની વ્યવસ્થા પણ નહોતા કરી શકતાં. હું પોતે કોલસા સળગાવતો હતો અને જૂના લોટા પર કપડું લપેટી તેને પ્રેસની જેમ ઉપયોગ કરતો હતો. તેનાથી હું પોતાના કપડાં પ્રેસ કરી લેતો હતો. મારુ માનવું હતું કે જ્યારે આનાથી પણ તે જ લાભ મળી રહ્યો છે, તો કોઈ ફરિયાદ કેમ થાય ?’

આ પણ વાંચો : અમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય

8 વર્ષની વયની કહાની

પીએમ મોદીએ કહ્યું, ‘આજે હું જે કંઈ પણ છું, તેની શરુઆત તે સમયે થઈ ચુકી હતી. હું તે સમયે એ નહોતો જાણતો. તો જ્યારે આપ લોકો ચા પિરસરનાર અને પોતાના પિતાની ચાની દુકાન સાફ કરનાર 8 વર્ષના તે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાના સપનાં જોવા અંગે પૂછશો, તો તેનો જવાબ હશે, નહીં, ક્યારેય નહીં. આ વિચારવામાં પણ બહુ દૂરની વાત હતી.’

[yop_poll id=491]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati