8 Years Of Modi Government: NAMO એપનું મોડ્યુલ લોન્ચ, જે.પી.નડ્ડાએ કહ્યું ‘મોદી સરકાર જનકલ્યાણ માટે સમર્પિત’

મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર જેપી નડ્ડાએ કહ્યું કે પરિવર્તનની આ ગાથા આપણી પ્રગતિની નિશાની છે. અગાઉની યોજનાઓ માત્ર કાગળ પર જ હતી. પરંતુ આજે કોઈપણ યોજનાની જાહેરાતથી લઈને તેના અમલીકરણ સુધી, તેના પર સતત નજર રાખવામાં આવે છે.

8 Years Of Modi Government: NAMO એપનું મોડ્યુલ લોન્ચ, જે.પી.નડ્ડાએ કહ્યું 'મોદી સરકાર જનકલ્યાણ માટે સમર્પિત'
JP NaddaImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 5:01 PM

8 Years of Modi Government: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે અમે પીએમ મોદીના (PM Modi) કામોમાં હંમેશા નવીનતા જોઈએ છીએ. આ ઈનોવેશન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ હેઠળ માઈક્રોસાઈટ પર એક મોડ્યુલ ઊભું કર્યું છે. જે ઈન્ટરસ્ટિંગ, ઈન્ટરએક્શન અને ઈન્ફોર્મેશન અને ઈનોવેશનથી પણ ભરપૂર છે. યૂથ ઈન્ડિયાને આ માઈક્રોસાઈટના માધ્યમથી કયા કામ સરકારે 8 વર્ષના સમયમાં કર્યા છે અને તેની જાણકારી અને તેને જાણવાની સાથે સાથે એક ગેમની જેમ રમવાનું પણ આયોજન આ વેબસાઈટમાં કરવામાં આવ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે દેશ આજે આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરી રહ્યો છે અને આજે દેશ પણ મોદી સરકારના 8 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની ઉજવણી કરી રહ્યો છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, આ મોદી સરકારની કામ કરવાની રીત છે. નડ્ડાએ વધુમાં કહ્યું કે વડાપ્રધાને ભારતીય રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી છે. સરકારની કાર્યશૈલી પણ આજે બદલાઈ ગઈ છે. 2014થી લઈને અત્યાર સુધીમાં અમે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. આજે આપણે દેશમાં એક જવાબદાર સરકાર જોઈએ છીએ, આજે આપણે પ્રો-એક્ટિવ, પ્રો-રિસ્પોન્સિવ સરકાર જોઈએ છીએ.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

રાષ્ટ્રને લગતી અમારી તમામ નીતિ પહેલા આગળ વધી છેઃ જેપી નડ્ડા

મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર જેપી નડ્ડાએ કહ્યું કે પરિવર્તનની આ ગાથા આપણી પ્રગતિની નિશાની છે. અગાઉની યોજનાઓ માત્ર કાગળ પર જ હતી. પરંતુ આજે કોઈપણ યોજનાની જાહેરાતથી લઈને તેના અમલીકરણ સુધી, તેના પર સતત નજર રાખવામાં આવે છે. આજે કોઈપણ યોજના પર આયોજનથી લઈને તેના અમલીકરણ સુધી નીચેના સ્તરે મોનિટરિંગ કરવામાં આવે છે.

નડ્ડાએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન

જેપી નડ્ડાએ કહ્યું કે અગાઉની સરકારના 70 વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા 6.37 લાખ પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવી હતી. મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં 6.53 લાખ પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવી છે. અમે યુનિવર્સલ એજ્યુકેશનના વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">