વિપક્ષ વિનાનુ ભારતનુ એકમાત્ર રાજ્ય! તમામ પક્ષો ભેગા મળીને રચશે સરકાર

વિપક્ષ વિનાનુ ભારતનુ એકમાત્ર રાજ્ય બનવા જઈ રહ્યું છે આ રાજ્ય. જ્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી શાસક પક્ષ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહિ છે.

  • Publish Date - 4:36 pm, Wed, 21 July 21 Edited By: Jayraj Vala
વિપક્ષ વિનાનુ ભારતનુ એકમાત્ર રાજ્ય! તમામ પક્ષો ભેગા મળીને રચશે સરકાર
ફાઈલ ફોટો

નાગાલેન્ડના રાજકારણમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની મુખ્ય વિપક્ષી પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF-Naga People’s Front) શાસક પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સમાં (People’s Democratic Alliance) જોડાવા જઈ રહી છે. એનપીએફના ધારાસભ્યો અને પક્ષના પ્રવક્તા ઇમકોંગ એલ. ઇમચેને કહ્યું કે, પાર્ટીના ધારાસભ્યોએ સોમવારે સાંજે મેરેથોન બેઠક યોજી હતી અને વિપક્ષ રહિત સરકારની કલ્પનાને ટેકો આપતો ઠરાવ પસાર કર્યો હતો.

નાગાલેન્ડ મુખ્ય વિપક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ની સાથે સર્વપક્ષીય સરકાર તરફ દોરી રહ્યું છે. નાગા લોકોના વિશાળ હિતમાં શાસક પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. NPF જે 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 25 ધારાસભ્યો સાથેનો એકમાત્ર સૌથી મોટો પક્ષ છે, તેણે જાહેરાત કરી છે કે તે મુખ્યમંત્રી નીફિયુ રિયોની આગેવાનીવાળી પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ (પીડીએ) સરકારમાં જોડાવા માંગે છે.

મહત્વનું છે કે, નાગાલેન્ડમાં કુલ 60 બેઠક છે. જેમાંથી વર્તમાન સરકાર 34 ધારાસભ્યો સાથે બનેલી છે. જેમાં નાગાલેન્ડમાં NDPP 20, BJP-12 IND-02 બેઠકો સામેલ છે. આ તમામની સામે NPF-25 ધારાસભ્યો સાથેનો એકમાત્ર સૌથી મોટો પક્ષ છે. જ્યારે 1 બેઠક ખાલી છે.

ઇમચેને કહ્યું કે અમે નાગા રાજકીય સમાધાનના હિતમાં જરૂરી વિચારણા માટે એક ઠરાવ પસાર કર્યો છે, અને મુખ્ય પ્રધાનને સમર્થન આપ્યું છે. તેમણે ધ્યાન દોર્યું કે રાજ્યના રાજકીય પક્ષો નાગા મુદ્દાને હલ કરવા માટે એક સાથે હતા જેના માટે ભારત સરકાર અને વિવિધ નાગા સશસ્ત્ર જૂથો રાજકીય વાટાઘાટોમાં રોકાયેલા હતા. પક્ષે સોમવારે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં નાગા શાંતિ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે રાજ્યના વિધાનસભાના તમામ સભ્યોમાં એકતાની હાકલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?