ઉત્તર ભારતીય રાજ્યોના આકાશમાં જોવા મળેલી રહસ્યમય લાઈટોની હારમાળા લોકો માટે બની કોયડો, સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું તેનું રહસ્ય

કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ સહિત ઘણા રાજ્યોમાં આ લાઈટ દેખાઈ રહી હતી. અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે તે એલોન મસ્કની આગેવાની હેઠળનો 'સ્ટારલિંક' સેટેલાઇટ છે.

ઉત્તર ભારતીય રાજ્યોના આકાશમાં જોવા મળેલી રહસ્યમય લાઈટોની હારમાળા લોકો માટે બની કોયડો, સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું તેનું રહસ્ય
Mysterious lights seen in the sky of North Indian states (Photo- ANI)

શુક્રવારે ઉત્તર ભારતીય રાજ્યોમાં (North Indian states) આકાશમાં રહસ્યમય પ્રકાશ (mysterious light) જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ સહિત ઘણા રાજ્યોમાં આ લાઈટ દેખાઈ રહી હતી. તે જ સમયે સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે આ પ્રકાશ એક ઉપગ્રહ (satellite) હતો. જો કે, અગાઉ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તે એલોન મસ્કની (Elon Musk) આગેવાની હેઠળનો ‘સ્ટારલિંક (Starlink)’ સેટેલાઇટ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંજાબના પઠાણકોટમાં શુક્રવારે આકાશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો, જેના કારણે સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સાંજે લગભગ 6:50 વાગ્યે પાંચ મિનિટ સુધી લાઇટ જોવા મળી હતી. વીડિયોમાં કેટલીક રહસ્યમય લાઈટો સીધી રેખામાં જોઈ શકાય છે.

તે જ સમયે, આકાશમાં ચમકતી લાઈટ જોયા પછી, લોકો સતત તેમના અનુભવને ટ્વિટર પર શેર કરી રહ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોએ જણાવ્યું કે એવું લાગી રહ્યું હતું કે જાણે દૂરથી કોઈ ટ્રેન જઈ રહી હોય. ઘણા લોકો આ પ્રકાશને રોકેટ પણ માનતા હતા.

જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રકાશ જોવા મળ્યો હતો

પંજાબ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ આ રોશની જોવા મળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર, રાજૌરી અને પૂંછ જેવા જિલ્લાઓમાં લોકોએ આ નજારો જોયો અને પોતાના કેમેરામાં કેદ કરી લીધો.

આવો પ્રકાશ ગુજરાતમાં પણ જોવા મળ્યો હતો

આ પ્રથમ વખત નથી જ્યારે આકાશમાં આવો રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હોય. આ વર્ષની શરૂઆતમાં ગુજરાતના જૂનાગઢ, ઉપલેટા અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે આકાશમાં ચમકતી રહસ્યમય લાઈટો જોવા મળી હતી. જે બાદ UFOની અટકળોએ જોર પકડ્યું હતું.

આ દરમિયાન ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સલાહકાર નરોત્તમ સાહુએ UFO હોવાની હકીકતને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાંથી પસાર થતા ઉપગ્રહને કારણે આ લાઇટ્સ દેખાઈ હશે.

આ પણ વાંચો :  Mathura: 6 ડિસેમ્બર માટે કરાયેલી જાહેરાતના પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ રેડ ઝોનમાં

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati