સેનાના જહાજમાં લાગી આગ, 1 વ્યક્તિનું મોત

સેનાના જહાજમાં લાગી આગ, 1 વ્યક્તિનું મોત

મુંબઈના મજગાંવ ડોકયાર્ડમાં વિશાખાપટ્ટનમ શિપમાં આગ લાગી હતી. આગ જહાજના બીજા અને ત્રીજા માળે લાગી હતી. જેના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. વિશાખાપટ્ટનમ શિપ પર આ આગ મજગાંવ ડોકના મુખ્ય ગેટ પર શુક્રવાર સાંજે 5.44 વાગ્યે લાગી હતી.

ત્યારબાદ ત્યાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગ લાગ્યા પછી તરત જ આગ પર કાબુ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઘટનામાં બજેન્દ્ર કુમાર નામના વ્યક્તિનું મોત થયું છે. ત્યારે આ ઘટનાની હાઈ લેવલ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ લડાકુ જહાજનું નિર્માણ P 15 Bravo પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ એક ડિસ્ટ્રોયર શિપ છે, જે દુશ્મનના પોટને તબાહ કરવા માટે સક્ષમ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે ખુશીના સમાચાર, આ તોફાની ખેલાડી થઈ ગયો ફિટ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati