મલ્ટીનેશનલ કંપનીમાં 510 બંપર ભરતી,15 જુલાઈ સુધીમાં કરી દો એપ્લિકેશન અને મેળવો 26 હજાર સુધીનો પગાર

મલ્ટીનેશનલ કંપનીમાં 510 બંપર ભરતી,15 જુલાઈ સુધીમાં કરી દો એપ્લિકેશન અને મેળવો 26 હજાર સુધીનો પગાર
http://tv9gujarati.in/multinational-ka…r-sudhi-no-pagar/

હિમાચલનાં બિલાસપુરમાં મલ્ટીનેશનલ કંપની HMPA લિમિટેડ દ્વારા ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. 510 જેટલી વિવિધ પોસ્ટ પર ભરતી માટે 15 જુલાઈ સુધી ઈચ્છુક ઉમેદવાર પાસે સ્પીડ પોસ્ટનાં માધ્યમથી એપ્લિકેશન મંગાવવામાં આવી છે. કંપનીનાં જનરલ મેનેજરનાં જણાવ્યા અનુસાર સિવિલિયન સિક્યોરીટી ગાર્ડ, કલેક્શન મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર, ઓફિસ કોઓર્ડીનેટર, ઈલેકટ્રીશ્યન, રિક્રુટમેન્ટ અધિકારી, સિક્યોરીટી ઓફિસર, ડ્રાઈવર,પેકીંગ હેલ્પર, જનરલ વર્કર, હેલ્પર, કાઉન્સીલર, ટીમ મેનેજર, સ્ટોર ઈન્ચાર્જ માટે ભરતીકરવામાં આવશે.

ઉમેદવાર પોતાના બાયોડેટા, ફોન નંબર સહિત કંપની કાર્યાલય HMPA લિમિટેડ, બીબીએમબી કોલોની, નવા બજાર, સુંદરનગર, મંડીનાં એડ્રેસ પર 15 જુલાઈ સુધી મોકલી શકાશે. તમામ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 18થી લઈ 50 વર્ષ સુધી રાખવામાં આવી છે. કંપનીનાં જનરલ મેનેજરનાં કહ્યા મુજબ પોસ્ટ માટેની યોગ્યતા ધોરણ 10થી લઈ ધોરણ 12, સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBA, BTECH, M TECH, BCOM, BSC, BED નક્કી કરવામાં આવી છે. આ તમામ માટે પગાર ધોરણ 11 હજાર 500 થી લઈ 26 હજાર 700 નક્કી કરવામાં આવ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati