ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) હાલત નાજુક છે. મેદાંતા તરફથી કહેવામાં આવ્યું કે મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ નાજુક છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની આઈસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે. મેદાન્તામાં અખિલેશ યાદવ (Akhilesh Yadav), રામ ગોપાલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, નરેશ ટિકૈત સિવાય સપાના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર છે. અપના દળના નેતાઓ ક્રિષ્ના પટેલ અને પલ્લવી પટેલ પણ મેદાંતા હોસ્પિટલમાં હાજર છે.
નોંધનીય છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવને ગત રવિવાર, 2 ઓક્ટોબરે તેમને ગંભીર લો બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુલાયમની તબિયતમાં કોઈ ખાસ સુધારો નથી. સપાના કાર્યકરો તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજ્યમાં સર્વત્ર હવન-પૂજા થઈ રહી છે. રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ હોસ્પિટલમાં પહોચી મુલાયમ સિંહની તબિયત અંગે પૃચ્છા કરી રહ્યા છે.
यूपी के पूर्व मुख्यमंत्री और समाजवादी पार्टी के नेता मुलायम सिंह यादव की हालत अभी भी नाजुक है। विशेषज्ञों की एक व्यापक टीम द्वारा आईसीयू में उनका इलाज किया जा रहा है: मेदांता अस्पताल, गुरुग्राम
(फाइल तस्वीर) pic.twitter.com/VcKZ6LSYts
— ANI_HindiNews (@AHindinews) October 8, 2022
શુક્રવારે, મેદાંતા હોસ્પિટલ દ્વારા મુલાયમ સિંહના સ્વાસ્થ્યને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુલાયમની સ્થિતિ નાજુક છે અને તેઓ જીવન રક્ષક દવાઓ પર છે. મુલાયમ સિંહની કિડનીમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે અને તેમનું ક્રિએટાઈન લેવલ વારંવાર નિયંત્રણની બહાર થઈ રહ્યું છે. મુલાયમને યુરિન ઈન્ફેક્શનની સાથે બ્લડપ્રેશરની સમસ્યા પણ ઘણી વધી ગઈ છે. ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
મુલાયમ સિંહની હાલત નાજુક જોઈને અખિલેશ યાદવ, રામ ગોપાલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, નરેશ ટિકૈત ઉપરાંત સપાના નેતાઓ અને કાર્યકરો મેદાન્તામાં હાજર છે. દેશ અને રાજ્યમાં મુલાયમના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિવિધ સ્થળોએ હવન પૂજા કરવામાં આવી રહી છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ વિધાનસભાના સ્પીકર સતીશ મહાના અને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ મેદાંતા પહોંચ્યા હતા અને મુલાયમની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી.