કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નકવીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મુખ્તાર અબ્બાસ નકવીએ દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું છે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું
Union Minister Mukhtar Abbas Naqvi
Follow Us:
| Updated on: Jul 06, 2022 | 5:40 PM

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી(Mukhtar Abbas Naqvi ) મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નકવીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મુખ્તાર અબ્બાસ નકવીએ દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું છે. બુધવારે રાજ્યસભાના સાંસદ તરીકે મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનો છેલ્લો દિવસ છે. રાજ્યસભાની યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે તેમને કોઈ જગ્યાએથી ઉમેદવાર બનાવ્યા ન હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યું રાજીનામું

જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના (BJP) અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને લોકોની સેવામાં નકવીના યોગદાનની પ્રશંસા કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાને કેબિનેટ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન દ્વારા બંને નેતાઓની પ્રશંસા એ સંકેત તરીકે પણ જોવામાં આવી હતી કે હવે બંને નેતાઓ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપશે. કહેવામાં આવી રહ્યું છે કે નકવીએ પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી દીધું છે.

તમને જણાવી દઈએ કે મુખ્તાર અબ્બાસ નકવી હાલમાં કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી છે અને રાજ્યસભામાં ભાજપના ઉપનેતા છે. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ આ વર્ષે 7 જુલાઈએ એટલે કે ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યસભા માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે તેમને ક્યાંયથી ઉમેદવાર બનાવ્યા ન હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.

1998માં પ્રથમવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા મુખ્તાર અબ્બાસ નકવી

મુખ્તાર અબ્બાસ નકવી 2010થી 2016 સુધી યુપીથી રાજ્યસભાના સભ્ય હતા. 2016માં તેમને ઝારખંડથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નકવી 1998માં પ્રથમવાર લોકસભા ચૂંટણી જીત્યા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે પછી 26 મે 2014ના રોજ તેઓ મોદી સરકારમાં લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી બન્યા. 12 જુલાઈ 2016 ના રોજ નજમા હેપતુલ્લાના રાજીનામા પછી તેમને લઘુમતી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો મળ્યો. 30 મે 2019ના રોજ મોદી કેબિનેટમાં જોડાયા અને લઘુમતી બાબતોનું મંત્રાલય રહ્યું.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">