MP: ભારે વરસાદ બાદ બેટમાં ફેરવાયો નેશનલ હાઈવે, પૂરમાં ફસાયો બાઈક સવાર, જુઓ વીડિયો

MP: નેશનલ હાઈવેના નિર્માણ સમયની રાખવામાં આવેલી બેદરકારીના દૃશ્યો સામે આવ્યા છે. વરસાદી સિઝનમાં નેશનલ હાઈવે જળમગ્ન બને છે અને પૂરની સ્થિતિ સર્જાઈ જાય છે.

MP: ભારે વરસાદ બાદ બેટમાં ફેરવાયો નેશનલ હાઈવે, પૂરમાં ફસાયો બાઈક સવાર, જુઓ વીડિયો
મધ્યપ્રદેશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 10:11 PM

દિલ્હી, યુપી, ઉત્તરાખંડ સહિત, દેશના અનેક રાજ્યોમાં હાલના દિવસોમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં, સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શિવપુરી જિલ્લામાં થયેલા વરસાદને કારણે નદી નાળામાં પૂર (Flood)ની સ્થિતિ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લાના ઘણા ગામોમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે સિંહ નિવાસ ગામમાંથી પસાર થતો NH-455 જળમગ્ન (Water Logging)બન્યો છે.

હાઇવે પર અકસ્માતની સંભાવનાને કારણે પોલીસ  તૈનાત કરવામાં આવી છે. પરંતુ પાણી ભરાવાની સમસ્યા હાલ લોકો માટે પ્રાણ પ્રશ્ન બની છે. એક વિદ્યાર્થીની બાઇક હાઇવે પર ભરેલા પાણીમાં અટવાઇ હતી, જેને પોલીસકર્મીઓની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ટ્રાફિકને પણ બીજી સાઈડ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસ અધિક્ષક રાજેશ સિંહ ચંદેલ હાઇવે પર ભરાયેલા પાણીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતુ.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

હાઇવે પર ભરાયા પાણી, ટ્રાફિક કરાયો ડાયવર્ટ

સાવચેતીના ભાગરૂપે, રાતના સમયે શહેરમાં ભારે વાહનોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક રાજેશસિંહ ચંદેલે તેની તૈયારીઓ માટે સૂચના આપી છે. આજ રાત નેશનલ હાઈવે પર નાનાથી લઈ તમામ મોટા વાહનો શહેરના જૂના બાઈપાસ રોડ થઈને જશે. જેને લઈને ટ્રાફિક પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બેદરકારી બની મુશ્કેલી

રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન કરવામાં આવેલી બેદરકારીનું જ પરિણામ છે કે વરસાદના દિવસો દરમિયાન, અહીં પાણી ભરાઈ જાય છે. અહીં રોડના નિર્માણ સમયે તેની ઉંચાઈ પર ધ્યાન આપવામાં આવ્યુ ન હતુ. રોડના નિર્માણને લઈને આ અગાઉ પણ જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવાર નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમ છતા પણ નેશનલ હાઈવેમાં રહેલી ખામીઓને દૂર કરવામાં ન આવી અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે લોકોને હવે જીવના જોખમે પાણીમાંથી પસાર થવુ પડી રહ્યુ છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી દેશના અનેક ભાગો સતત વરસાદ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે લોકોને અનેક કિલોમીટર સુધીના લાંબા ટ્રાફિક જામ સાથે સંઘર્ષ કરવો પડે છે. મધ્યપ્રદેશના શિવપુરીની પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણીમાં એક બાઇક ફસાઈ ગઈ હતી. જો કે પોલીસકર્મીઓની મદદથી તેને પાણીની બહાર કાઢવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">