આતંકીઓનો આકા હાફિઝ સઈદ પોલીસના સકંજામાં, પાકિસ્તાનના લાહોરથી થઈ ધરપકડ, જુઓ VIDEO

આતંકીઓનો આકા હાફિઝ સઈદ પોલીસના સકંજામાં, પાકિસ્તાનના લાહોરથી થઈ ધરપકડ, જુઓ VIDEO

પાકિસ્તાનના લાહોરમાં આતંકીઓના આકા હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કાઉન્ટર ટેરેરિઝમ વિભાગે મની લોન્ડ્રિંગ અને આતંકી ફંડિંગ કેસમાં હાફિઝને ઝડપી પાડ્યો છે. તે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો તે દરમિયાન જ તેને પકડી પાડવામાં આવ્યો છે. અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ પણ વાંચો: રાજ્યસભામાં આ સાંસદે ‘આયુર્વેદિક મરઘી’ અને […]

TV9 Webdesk11

|

Jul 17, 2019 | 10:44 AM

પાકિસ્તાનના લાહોરમાં આતંકીઓના આકા હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કાઉન્ટર ટેરેરિઝમ વિભાગે મની લોન્ડ્રિંગ અને આતંકી ફંડિંગ કેસમાં હાફિઝને ઝડપી પાડ્યો છે. તે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો તે દરમિયાન જ તેને પકડી પાડવામાં આવ્યો છે. અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ પણ વાંચો: રાજ્યસભામાં આ સાંસદે ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO

મહત્વનું છે કે હાફિઝ સઈદ 26-11ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. પાકિસ્તાનને અનેક વખત કહેવાયું છે કે તે હાફિઝ સઈદને ભારતને સોંપે. પરંતુ આજ સુધી પાકિસ્તાન હાફિઝને છાવરતું આવ્યું છે. અત્યાર સુધી હાફિઝ સઈદને ખુલ્લેઆમ ફરવા દીધો અને હવે તેને પકડી પાડવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે મોટો સવાલ એ થાય છે કે શું પાકિસ્તાન હાફિઝને પકડવાનું નાટક તો નથી કરી રહ્યું ને. કારણ કે અગાઉ પણ પાકિસ્તાન આવા ગતકડા કરી ચૂક્યું છે. પણ આતંકીઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati