ચાર વર્ષમાં 6.76 લાખથી વધુ લોકોએ ભારતનું નાગરિકત્વ છોડ્યું, ભારતમાં લગભગ 1 લાખ શ્રીલંકન શરણાર્થી

વર્ષ 2019 માં 1.36 લાખ, વર્ષ 2018 માં 1.25 લાખ, વર્ષ 2017 માં 1.28 લાખ અને વર્ષ 2015 અને 2016 બંનેમાં લગભગ 1.45 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી.

  • tv9 webdesk37
  • Published On - 15:27 PM, 10 Feb 2021
More than 6.76 lakh people give up Indian citizenship in four years, about 1 lakh Sri Lankan refugees in India
લોકસભામાં માહિતી આપી

2015 થી 2019 ની વચ્ચે 6.76 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું અને અન્ય દેશોની નાગરિકતા મેળવી છે. મંગળવારે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં માહિતી આપી. રાયે લોકસભામાં એક સવાલનો લેખિતમાં જવાબ આપતા માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો અન્ય દેશોમાં રહી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે 2015 થી 2019 ની વચ્ચે 6.76 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે.

છેલ્લા ચાર વર્ષોની વાત કરીએ તો વર્ષ 2019 માં 1.36 લાખ, વર્ષ 2018 માં 1.25 લાખ, વર્ષ 2017 માં 1.28 લાખ અને વર્ષ 2015 અને 2016 બંનેમાં લગભગ 1.45 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. સરકારે કહ્યું કે વિદેશમાં રહેતા 1.24 કરોડ ભારતીયોમાંથી, 37 લાખ OCI કાર્ડ ધારકો છે.

ભારતમાં લગભગ 1 લાખ શ્રીલંકાના શરણાર્થી
ભારતમાં તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં કુલ 93,032 શ્રીલંકાઈ તમિલ શરણાર્થીઓ રહે છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભાને માહિતી આપી હતી કે 58,8433 શ્રીલંકાના તમિલ શરણાર્થીઓ તામિલનાડુના 108 કેમ્પમાં વસવાટ કરી રહ્યા છે. જ્યારે 34,135 બિન-શિબિર શરણાર્થીઓ તરીકે રહી રહ્યા છે. તેમણે સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવી છે.