દેશમાં 18 થી 44 વર્ષની વયના 4 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી

વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. દેશમાં  મંગળવાર સવાર  સુધી કોવિડ -19 રસીના કુલ 15.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં 1 મેથી અત્યાર સુધીમાં આ 18 થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

  • tv9 webdesk33
  • Published On - 22:55 PM, 4 May 2021
દેશમાં 18 થી 44 વર્ષની વયના 4 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી
18 થી 44 વર્ષની વયના 4 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી

વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. દેશમાં  મંગળવાર સવાર  સુધી કોવિડ -19 રસીના કુલ 15.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં 1 મેથી અત્યાર સુધીમાં આ 18 થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

18 થી 44 વર્ષની વયના 2,15,185 લોકોએ સોમવારે રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો

ભારતમાં Corona  રસીકરણનો ત્રીજો તબક્કો 1 મે 2021 થી શરૂ થયો છે. તેની માટે નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ હતી. ગઈકાલે 18 થી 44 વર્ષની વય જૂથના 2,15,185 લોકોએ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સવારે 8 વાગ્યા સુધીના અહેવાલ મુજબ છત્તીસગઢમાં 1,025, દિલ્હીમાં 40,028, ગુજરાતમાં 1,08,191, હરિયાણામાં 55,565, જમ્મુ-કાશ્મીરમાં 5,587, કર્ણાટકમાં 2,353, મહારાષ્ટ્રમાં 73,714, ઓડિશામાં 6,802, પંજાબમાં 635, રાજસ્થાન. 76,151, તામિલનાડુ 2,744 અને ઉત્તર પ્રદેશ દ 33534 લોકોએ રસી લીધી છે.

1 કરોડ 35 લાખથી વધુ ફ્રન્ટ લાઇન વર્કરોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો

જેમાં દેશમાં અત્યાર સુધી 23, 35,822 સત્રો દ્વારા અત્યાર સુધીમાં Corona રસીના કુલ 15, 89 કરોડ  ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં 94, 48, 000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. તેમજ લગભગ 62, 98,000 આરોગ્ય કર્મચારીઓએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1 કરોડ 35 લાખ થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 72, 66,000 થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે

દેશ માટે રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન Corona થી 3 લાખ 20 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. જેમાં 10 રાજ્યોમાં આ કેસમાં કુલ 73.14 ટકા દર્દીઓ છે. કોવિડ -19 નો મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે 1.10 ટકા છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ 81.91 ટકા રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન દમણ દીવ અને દાદર નગર હવેલી અને અરુણાચલ પ્રદેશમાં કોવિડથી કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી.