Corona Vaccination : દેશમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં, 37 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું

Corona Vaccination in India : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 9 જુલાઈને શુક્રવારે દેશમાં 27.86 લાખ ડોઝનું રસીકરણ થયું. જેમાં 18-44 ઉંમરવર્ગના 13,28,636 લોકોને પ્રથમ અને 1,24,570 લોકોને કકોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Corona Vaccination : દેશમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં,  37 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું
IMAGE SOURCE : @COVIDNewsByMIB
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 11:37 PM

Corona Vaccination : દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણના નવા કેસો અને મૃત્યુ સાથે એક્ટીવ કે ઘટી રહ્યાં છે તો બીજી બાજુ કોરોના વિરૂદ્ધ રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. 1 મે 2021 થી શરૂ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં સૌને મફત રસીની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થયા બાદ દેશમાં કોરોના રસીકરણે ગતિ પકડી છે. કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનવા પાછળનું એક પરિબળ સ્થળ પર રજીસ્ટ્રેશન એ પણ છે. દેશમાં 9 જુલાઈને શુક્રવારે 27.86 લાખ ડોઝનું અને અત્યાર સુધીમાં 37 કરોડથી વધુ રસીકરણ પૂર્ણ થયું છે.

9 જુલાઈએ 27.86 લાખ ડોઝનું રસીકરણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 9 જુલાઈને શુક્રવારે દેશમાં 27.86 લાખ ડોઝનું રસીકરણ થયું. જેમાં 18-44 ઉંમરવર્ગના 13,28,636 લોકોને પ્રથમ અને 1,24,570 લોકોને કકોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 18 થી 44 વર્ષની વયજૂથના 10,98,62,585 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 35,08,932 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

37 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ દેશમાં 9 જુલાઈએ સાંજે પુરા થયેલા 27.86 લાખ ડોઝના રસીકરણ સાથે જ કુલ 37 કરોડથી વધુ રસીકરણ પૂર્ણ થયું છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના દૈનિક બુલેટીન અનુસાર દેશના 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18 થી 44 વર્ષની વયજૂથના 10,98,62,585 લોકોને પ્રથમ ડોઝ અને 35,08,932 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશના આ આઠ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વયજૂથના 50 લાખથી વધુ લોકોને COVID-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ 14 રાજ્યો આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 18 વર્ષની થી 44 વયજૂથના 10 લાખથી વધુ લોકોને COVID-19 રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 56 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">