Monsoon Update 2021 : ગુરુવારે કેરળ પહોંચશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખે આપશે દસ્તક

ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું (Monsoon) નિર્ધારિત સમયથી બે દિવસ મોડું 3 જૂને કેરળ પહોંચી શકે છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે તે 31 મેના રોજ કેરળ પહોંચશે. જો કે રવિવારે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું (Monsoon) 3 જૂને કેરળ પહોંચશે.

Monsoon Update 2021 : ગુરુવારે કેરળ પહોંચશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખે આપશે દસ્તક
Kerala Pre Rain Photo( File Photo)
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 8:27 PM

ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું (Monsoon) નિર્ધારિત સમયથી બે દિવસ મોડું 3 જૂને કેરલ પહોંચી શકે છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે તે 31 મેના રોજ કેરળ પહોંચશે. જો કે રવિવારે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું (Monsoon) 3 જૂને કેરળ પહોંચશે. તે આંદામન અને નિકોબાર આઇલેન્ડની આજુબાજુ પહોંચી ગયું છે.

તેમજ કેરલમાં 3 દિવસથી પ્રિ-મોન્સૂન વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા(Monsoon) માટે 3 જૂને કેરળ પહોંચવાની શરતો શરૂ થઈ ગઈ છે. ચોમાસું અહીં સામાન્ય સમય કરતા મોડું આવી રહ્યું છે. ભારતીય હવામાન ખાતા(IMD)એ બુધવારે કહ્યું કે કેરલમાં વરસાદનો વધારો થયો છે અને દક્ષિણ અરબી સમુદ્રના નીચલા સ્તરમાં પશ્ચિમ પવન ફૂંકાઇ રહ્યો છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી 

સેટેલાઇટ તસવીરો મુજબ કેરળનો દરિયાકાંઠો અને તેની સાથે જોડાયેલ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, કેરળમાં આગામી 24 કલાકમાં વધુ વરસાદની સાથે ચોમાસા(Monsoon)ની સ્થિતિ વધુ અનુકૂળ બનવાની આગાહી છે.

જાણો- ચોમાસું ક્યારે તમારા રાજ્યમાં પહોંચી શકે છે

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ કેરળમાં આવ્યા બાદ ચોમાસું આગળ વધશે. જેમાં 11 જૂને મહારાષ્ટ્ર અને તેલંગાનામા ચોમાસું આવે તેવી સંભાવના છે. ચોમાસું 12 જૂને પશ્ચિમ બંગાળ અને 13 જૂને ઓરિસ્સા પહોંચી શકે છે. આ પછી ચોમાસું ઝારખંડ અને બિહાર તરફ વધશે. તેની બાદ 14 જૂને ઝારખંડમાં ચોમાસું આવે તેવી સંભાવના છે. 16 જૂને ચોમાસું બિહાર અને છત્તીસગઢમાં પ્રવેશ કરશે.

ચોમાસું 26 જૂને ગુજરાત પહોંચી શકે છે

હવામાન વિભાગની આગાહી મુજબ, 20 જૂને ચોમાસું ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ પહોંચશે. જયારે 23 જૂને  ઉત્તરપ્રદેશમાં ચોમાસું આવે તેવી સંભાવના છે. ચોમાસું 26 જૂને ગુજરાત પહોંચી શકે છે. જયારે રાજધાની દિલ્હી અને હરિયાણામાં 27 જૂને ચોમાસું આવે તેવી સંભાવના છે. દિલ્હી બાદ ચોમાસું પંજાબ તરફ આગળ વધશે. 28 મે સુધી અહીં આવવાની સંભાવના છે. છેવટે 29 જૂને ચોમાસું રાજસ્થાન પહોંચી શકે છે.

જાણો- આ વખતે ચોમાસું કેવું રહેશે?

હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ભારતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મીમી વરસાદ પડે છે, જેને લોંગ પીરિયડ એવરેજ (LPA) કહેવામાં આવે છે. એટલે કે 880.6 મીમી વરસાદ 100 ટકા માનવામાં આવે છે. આ વર્ષે 907 મીમી વરસાદ થવાની સંભાવના છે. એટલે કે દેશભરમાં ચોમાસું સામાન્ય કે વધુ સારું થઈ શકે છે.

જો એજન્સીનો અંદાજ સાચો નીકળે તો ભારતમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગે પણ આ વર્ષે સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે દેશભરમાં 96 થી 104 ટકાનો વરસાદ થવાની સંભાવના છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">