કેરળમાં ઝડપથી ચોમાસુ પ્રવેશી શકે છે, દિલ્લીમાં ગડગડાટ સાથે વરસાદના એંધાણ-ગરમીમાંથી રાહત મળવાની શક્યતા

દેશના વિભિન્ન રાજ્યોમાં ભીષણ ગર્મી પડી રહી છે ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે ચોમાસું દેશમાં ઝડપથી પ્રવેશી શકે છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ જલદી પહોંચશે ત્યાર બાદ દક્ષિમ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ આગળ વધશે.

કેરળમાં ઝડપથી ચોમાસુ પ્રવેશી શકે છે, દિલ્લીમાં ગડગડાટ સાથે વરસાદના એંધાણ-ગરમીમાંથી રાહત મળવાની શક્યતા
Monsoon may enter Kerala quickly,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 1:54 PM

Weather upadte: હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયા સુધી ચોમાસુ (Monsoon) આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) ગુરૂવારે સાંજે જણાવ્યું હતું કે અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધવા માટે વાતાવણ સાનૂકૂળ બની રહેશે. જો આ અઠવાડિયાના અંત સુધીમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થાય છે તો હાલના વર્ષોમાં એવું પ્રથમ વાર થશે કે ચોમાસુ જલદી બેસશે. આવી ઘટના વર્ષ 2009માં 23 મેના રોજ બની હતી જ્યારે ચોમાસુ એ તારીખમાં કેરળ પહોંચ્યું હતું. દેશના વિભિન્ન રાજ્યોમાં ભીષણ ગર્મી પડી રહી છે ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે ચોમાસું દેશમાં ઝડપથી પ્રવેશી શકે છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ જલદી પહોંચશે ત્યાર બાદ દક્ષિમ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ આગળ વધશે.

હવામાન વિભાગે અગાઉ 5 દિવસ માટે કેરળમાં ચોમાસા અંગે ભવિષ્યવાણી કરી હતી. સામાન્ય રીતે કેરળમાં એક જૂને ચોમાસુ પહોંચે છે. વિભાગે કહ્યું હતું કે, કેરળ તથા કાંઠા વિસ્તાર તથા દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદ થવાનું અનુમાન છે. તો બીજી તફ અસમમાં પણ ભારે પૂર આવેલું છે.આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાએ પગરણ માંડી દીધા છે. અને હવે તે ઝડપથી કેરળ પહોંચશે. તેમજ રાજધાની દિલ્લીમાં પણ આજે વરસાદ પડી શકે છે.

ત્રિપુરામાં મુખ્યમંત્રી માણિક સાહાએ પણ ભારે વરસાદને પગલે અગરતાલામાં પાણી ભરાયેલા માર્ગ પર નિરીક્ષણ કર્યું હતું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આખા પશ્ચિમોત્તર ભારતમાં વધેલું છે તાપમાન

કેટલીક રાહતને બાદ કરતા આખા પશ્ચિમ ભારતમાં તાપમાન વધી ગયું છે. અને બાડમેરમાં 47. 1 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. જે દેશમાં સૌથી વધુ તાપમાન છે. તો રાજધાની દિલ્લીમાં શુક્રવારે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિભાગે દિલ્લીમાં શુક્રવારે અશંત વાદળછાયુ ંવાતાવણ રહેવાની તથા ગડગડાટ સાથે છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ 23 અને 24 મે દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં છે લૂનો પ્રકોપ

કેરળમાં વરસાદ તો રાજસ્થાનમાં લૂનો પ્રકોપ વરસી રહ્યો છે. અને ત્યાં બધા જ શહેરેોના તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે. ભારતના હવામાન વિભાગે એ જાણકારી આપી હતી કે બાડમેરમાંપ્રચંડ ગરમી અને લૂને કારણો ધૌલપુર તથા બાડમેરમાં લોકોએ ગરમીથી ત્રસ્ત થઈ ઉઠ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">