Monsoon 2021: સ્કાયમેટ વેધરે આ વર્ષના ચોમાસા અંગે કરી આગાહી, જાણો કેવું રહેશે 2021નું ચોમાસું

Monsoon 2021 : આ વર્ષે ચોમાસાની સીઝનમાં કેટલો વરસાદ પડેશે? ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ માટે પહેલી આગાહી જાહેર કરી છે.

Monsoon 2021:  સ્કાયમેટ વેધરે આ વર્ષના ચોમાસા અંગે કરી આગાહી, જાણો કેવું રહેશે 2021નું ચોમાસું
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 4:30 PM

Monsoon 2021 : આ વર્ષે દેશભરમાં ચોમાસું કેવું રહેશે? સામાન્ય અથવા ઓછો વરસાદ પડશે? સ્કાયમેટ વેધરે આ વર્ષની ચોમાસાની આગાહી જાહેર કરી છે. અને કહ્યું છે આ વર્ષે દેશમાં ચોમાસું કેવું રહેશે.

જૂનથી સપ્ટેમ્બર ભારે વરસાદ પડશે સ્કાયમેટ વેધરની ચોમાસાની આગાહી અનુસાર જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ચાર મહિનામાં BBM.6 મિમીની તુલનામાં Monsoon 2021 માં સરેરાશ વરસાદ 103 ટકા જેટલો પડશે. ચોમાસાની પ્રાદેશિક કામગીરી પર સ્કાયમેટનો અંદાજ છે કે ઉત્તર ભારતના મેદાનો અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં સમગ્ર સીઝનનો ઓછો વરસાદ પાડવાની સંભાવના છે. જો કે ચોમાસાના પ્રારંભિક મહિનામાં, જૂન અને સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં દેશભરમાં ભારે વરસાદ પડવાના સંકેત છે.

Monsoon 2021: Skymet Weather forecasts this year's monsoon, find out what the 2021 monsoon will be like

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

96 ટકાથી 1૦4 ટકાનો વરસાદ સરેરાશ અથવા સામાન્ય તરીકે વ્યાખ્યાયિત થયેલ છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના માર્ગે થઈને દક્ષિણ પશ્ચિમ ભારતમાં પ્રવેશ કરે છે. ચોમાસાના 4 મહિના પછી એટલે કે સપ્ટેમ્બરના અંત પછી ચોમાસુ રાજસ્થાન થઈને જતું રહે છે.

કેવું રહેશે આ વર્ષનું ચોમાસું? Monsoon 2021  અંગે સ્કાયમેટના સીઈઓ યોગેશ પાટિલે કહ્યું કે ગયા વર્ષથી પ્રશાંત મહાસાગરમાં લા-નીનાની સ્થિતિ યથાવત છે. અને હજી સુધી સંકેતો એ છે કે આ પરિસ્થિતિ અહીં ચોમાસાની આખી સિઝન દરમિયાન રહી શકે છે.

ચોમાસાની મધ્ય સુધીમાં પ્રશાંત મહાસાગરના મધ્ય ભાગોમાં ફરીથી દરિયાની સપાટીનું તાપમાન ઘટવાનું શરૂ થશે. જો કે દરિયાની સપાટી ઠંડી થવાની આ પ્રક્રિયા ખૂબ ધીમી રહેશે.

આ આધારે એમ કહી શકીએ કે આ વર્ષના ચોમાસામાં ચોમાસામાં અલ-નીનોના ઉદભવની કોઈ સંભાવના નથી.

ચોમાસાને અસર કરતો બીજો મહત્વનું દરિયાઇ પરિવર્તન મેડન જુલિયન ઓશીલેશન( MJO) છે, જે હાલમાં હિંદ મહાસાગરથી દૂર છે. તે સમગ્ર ચોમાસાની સીઝનમાં ભાગ્યે જ 3-4 વખત હિંદ મહાસાગરમાંથી પસાર થાય છે. અત્યારે ચોમાસા પર તેની અસર વિશે કંઇ કહેવું બહુ વહેલું છે.

ખેડૂતો માટે રાહત સમાચાર એક અહેવાલ મુજબ ભારતમાં આશરે 20 કરોડ ખેડૂતો ડાંગર, શેરડી, મકાઈ, કપાસ અને સોયાબીન જેવા ઘણા પાકની વાવણી માટે ચોમાસાના વરસાદની રાહ જુએ છે. આનું સૌથી મોટું કારણ એ છે કે દેશની લગભગ 50 ટકા ખેતીલાયક જમીનમાં સિંચાઇ સુવિધાઓનો અભાવ છે. આને કારણે ભારતના અર્થતંત્રમાં કૃષિ ઉત્પાદનની ભાગીદારી માત્ર 14 ટકા જેટલી છે. જો કે કૃષિ ક્ષેત્ર દેશમાં 65 કરોડથી વધુ વસ્તીને રોજગારી આપે છે. ભારતની વસ્તી લગભગ 130 કરોડ છે, એટલે કે લગભગ 50 ટકા લોકોને કૃષિક્ષેત્રમાં રોજગારી મળી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">