Money Laundering Case: JMMના પૂર્વ કોષાધ્યક્ષ રવિ કેજરીવાલની ED દ્વારા થઈ રહી છે પૂછપરછ, IAS પૂજા સિંઘલ બરતરફ

Money Laundering Case: ભારતીય વહીવટી સેવા (IAS)ના વર્ષ 2000ની બેચની અધિકારીને મની લોન્ડરિંગ અધિનિયમ (PMLA)ની સંબંધિત કલમો હેઠળ સતત બે દિવસની પૂછપરછ પછી ED દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી.

Money Laundering Case: JMMના પૂર્વ કોષાધ્યક્ષ રવિ કેજરીવાલની ED દ્વારા થઈ રહી છે પૂછપરછ, IAS પૂજા સિંઘલ બરતરફ
IAS Pooja Singhal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 5:14 PM

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ના ભંડોળની કથિત ઉચાપત અને અન્ય શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના સંબંધમાં ઝારખંડના (Jharkhand) ખાણ સચિવ પૂજા સિંઘલની (IAS Pooja Singhal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ખુંટીમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ED હવે રાંચીની સર્કલ ઓફિસમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના પૂર્વ કોષાધ્યક્ષ રવિ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે. અગાઉ, JMMએ રવિ કેજરીવાલ પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.

ભારતીય વહીવટી સેવા (IAS)ના વર્ષ 2000ની બેચની અધિકારીને મની લોન્ડરિંગ અધિનિયમ (PMLA)ની સંબંધિત કલમો હેઠળ સતત બે દિવસની પૂછપરછ પછી ED દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી. સૂત્રોએ દાવો કર્યો હતો કે સિંઘલ જવાબ આપવામાં વિલંબ કરી રહ્યા હતા, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેને વિશેષ PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો અને જ્યાંથી તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અધિકારીઓ બીજા દિવસે પૂછપરછ માટે રાંચીના હિનુ વિસ્તારમાં એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સરકારે પૂજા સિંઘલને બરતરફ કર્યા

અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ નિયમો, 1969)ની જોગવાઈઓ હેઠળ સરકારે પૂજા સિંઘલને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. બુધવારે સિંઘલની ધરપકડ પર મુખ્યપ્રધાન હેમંત સોરેને કહ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે યોગ્ય કાયદાકીય પગલાં લેશે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસન દરમિયાન ગેરરીતિઓ થઈ હતી અને તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં 2017માં તેમને ક્લીનચીટ મળી હતી. તેમને ક્લીનચીટ આપનારાઓની તપાસ થવી જોઈએ. તમે (ભાજપ) તેમની પાસે ભૂલ કરાવી અને તમે તેમને ક્લીનચીટ આપી.

શું છે સમગ્ર મામલો?

સિંઘલ અને અન્યો સામે EDની તપાસ મની લોન્ડરિંગ કેસથી સંબંધિત છે, જેમાં ઝારખંડ સરકારના ભૂતપૂર્વ જુનિયર એન્જિનિયર રામ બિનોદ પ્રસાદ સિંહાની 17 જૂન, 2020ના રોજ પશ્ચિમ બંગાળમાંથી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ પીએમએલએ હેઠળ નોંધાયેલી સ્ટેટ વિજિલન્સ બ્યુરોની એફઆઈઆરમાંથી પસાર થયા બાદ 2012માં સિંહાની ધરપકડ કરી હતી. સિંહા સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની ફોજદારી કલમો હેઠળ છેતરપિંડી અને જાહેર નાણાંના દુરુપયોગ માટે ભ્રષ્ટાચાર સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. સિન્હાએ 1 એપ્રિલ, 2008થી 21 માર્ચ, 2011 સુધી જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતી વખતે પોતાના અને પરિવારના અન્ય સભ્યોના નામે આ નાણાંનું રોકાણ કર્યું હતું.

EDએ આરોપ લગાવ્યો કે સિંઘલની સામે તે સમયગાળા દરમિયાન અનિયમિતતાના આરોપો મૂકવામાં આવ્યા છે, જ્યારે તેમને 2007 અને 2013ની વચ્ચે ચતરા, ખુંટી અને પલામુના ડેપ્યુટી કમિશનર/જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યુ હતું. એજન્સીએ આ મામલે કુમારની 6 મેના રોજ તેના પરિસરમાંથી 17 કરોડ રૂપિયાથી વધુ રોકડ જપ્ત કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તમામ ઠેકાણાઓમાંથી કુલ રૂ. 19.31 કરોડ રિકવર કરવામાં આવ્યા છે.

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">