‘મોદી સરકારે જનતાને મુશ્કેલી આપવાના મોટા રેકોર્ડ બનાવ્યા’, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પ્રિયંકા ગાંધીનું નિવેદન

દેશભરમાં શનિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમત 35-35 પૈસા પ્રતિ લીટર વધી છે.

'મોદી સરકારે જનતાને મુશ્કેલી આપવાના મોટા રેકોર્ડ બનાવ્યા', પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પ્રિયંકા ગાંધીનું નિવેદન
Priyanka Gandhi

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. દેશભરમાં શનિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમત 35-35 પૈસા પ્રતિ લીટર વધી છે. કોંગ્રેસના (Congress) નેતા પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) રવિવારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે લોકોને “પરેશાન” કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

કોંગ્રેસ મહાસચિવે ટ્વિટર પર એક મીડિયા રિપોર્ટને ટેગ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પેટ્રોલના ભાવમાં રેકોર્ડ 23.53 રૂપિયાનો વધારો થયો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, મોદીજીની સરકારે જનતાને હેરાન કરવાનો મોટો રેકોર્ડ બનાવ્યો છે. મોદી સરકારમાં સૌથી વધુ બેરોજગારી. મોદી સરકારમાં સરકારી મિલકતો વેચાઈ રહી છે. મોદી સરકારના શાસનમાં એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મીડિયા રિપોર્ટને ટેગ કરીને સરકાર પર નિશાન સાધતા “અચ્છે દિન” ટ્વીટ કર્યું.

કોંગ્રેસનું આંદોલન
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા સામે કોંગ્રેસ પાર્ટી 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી આંદોલન કરશે. વિરોધ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પોતપોતાના વિસ્તારમાં પદયાત્રા કાશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે કહ્યું, અમે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આંદોલન કરવાના છીએ. 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી, અમે એક વિશાળ અભિયાન શરૂ કરીશું. આ 15 દિવસો દરમિયાન, કોંગ્રેસ સમિતિઓ પણ એક અઠવાડિયા સુધી દેશભરમાં પોતપોતાના વિસ્તારોમાં પદયાત્રાઓ કરશે.

ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો
દેશભરમાં શનિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમત 35-35 પૈસા પ્રતિ લીટર વધી છે. આ વધારા સાથે મે, 2020ની શરૂઆતથી એટલે કે 18 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 36 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ દરમિયાન ડીઝલના ભાવમાં 26.58 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

 

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય સમાપ્ત, કોઈ પણ વિકાસને ખલેલ પહોંચાડી શકશે નહીં

આ પણ વાંચો : અમિત શાહે જમ્મુમાં નવા IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati