દેશભરમાં નવી 75 મેડિકલ કોલેજો ખુલશે, મોદી સરકારે લીધો નિર્ણય

કેન્દ્રની મોદી સરકાર દેશભરમાં 75 નવી મેડિકલ કોલેજ ખોલવાનો નિર્ણય લીધો છે. સરકારે કેબિનેટની મીટિંગમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે આ મેડિકલ કોલેજોનું નિર્માણ 2021-22 સુધી કરી દેવામાં આવશે. મેડિકલ કોલેજ એ વિસ્તારોમાં ખોલવામાં આવશે, જ્યાં અત્યાર સુધી કોલેજ નથી. નવી મેડિકલ કોલેજ બનાવવા […]

દેશભરમાં નવી 75 મેડિકલ કોલેજો ખુલશે, મોદી સરકારે લીધો નિર્ણય
Kunjan Shukal

|

Aug 29, 2019 | 2:39 AM

કેન્દ્રની મોદી સરકાર દેશભરમાં 75 નવી મેડિકલ કોલેજ ખોલવાનો નિર્ણય લીધો છે. સરકારે કેબિનેટની મીટિંગમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે આ મેડિકલ કોલેજોનું નિર્માણ 2021-22 સુધી કરી દેવામાં આવશે. મેડિકલ કોલેજ એ વિસ્તારોમાં ખોલવામાં આવશે, જ્યાં અત્યાર સુધી કોલેજ નથી.

નવી મેડિકલ કોલેજ બનાવવા માટે 24,375 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાં MBBSની 15,700 સીટો સામેલ હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ તબીબી શિક્ષણનું સૌથી મોટું વિસ્તરણ છે. તે સિવાય સરકારે શેરડીના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી. સરકારે શેરડીના ખેડૂતોને ભેટ આપતા 60 લાખ મેટ્રીક ટન નિકાસ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેની સાથે જ સબસિડીના પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. સરકારના નિર્ણય મુજબ 60 લાખ મેટ્રીક ટન ખાંડની નિકાસ પર કેન્દ્ર સરકારે 6 હજાર 268 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) માટે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધનની સ્થાપનાને મંજૂરી આપી છે. વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બર 2019એ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલન દરમિયાન CDRI લોન્ચ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે કેન્દ્ર સરકારે ડિજિટલ મીડિયામાં 26 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે. આ રોકાણ સરકારની સ્વીકૃતિ પછી કરવામાં આવી શકશે. તે સિવાય કેબિનેટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા FDIની અનુમતિ આપી.

[yop_poll id=”1″]

મોદી સરકારના કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતા રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે 2014થી 2019 સુધી 286 બિલિયન ડૉલરની FDI આવી છે. જ્યારે તેના છેલ્લા 5 વર્ષમાં 189 બિલિયન ડોલર FDI આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati