
બિહારની ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. બિહારમાં ફરી એક વખત એનડી સરકારની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન, ઘણા લોકો વિચારી રહ્યા હશે કે, જો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતે છે અથવા ધારાસભ્ય બને છે, તો શું તેને પહેલા દિવસથી જ પગાર મળવાનું શરૂ થાય છે? ધારાસભ્યોને કેટલો પગાર મળે છે? તેમજ ધારાસભ્યોને કયા લાભ મળે છે? ચાલો આ બધા પ્રશ્નોના જવાબ વિસ્તારથી જાણીએ.
બિહારમાં ફરી એક વખત નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. એનડીએના ધારાસભ્યોની જો આપણે વાત કરીએ તો અનેક દિગ્ગજો પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યાછે. તમને જણાવી દઈએ કે, કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતે છે તો તેને પહેલા દિવસથી જ પગાર તેમજ અન્ય સુવિધાઓ મળતી નથી. ધારાસભ્યને મળનારી સુવિધાઓ ત્યારથી જ મળે છે. જ્યારે તેઓ શપથ ગ્રહણ કરે છે.
ચૂંટણી જીત્યા પછી, શપથ લેનારા ધારાસભ્યોને પગાર, ભથ્થાં અને અન્ય ઘણા લાભો મળે છે. તેમને રાજ્યની રાજધાનીમાં રહેવાની વ્યવસ્થા, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, રાજ્ય સરકારની બસ મુસાફરી, વાહન ભથ્થું, અને તબીબી સુવિધાઓ સહિત અન્ય લાભો મળે છે.
જો કે, આ લાભો વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે, અથવા ઓછા કે ઓછા હોઈ શકે છે. તેલંગાણા દેશનું પહેલું રાજ્ય છે જ્યાં ધારાસભ્યોને દર મહિને સૌથી વધુ 230,000 રૂપિયા (વત્તા ભથ્થાં) પગાર મળે છે, જ્યારે ત્રિપુરાના ધારાસભ્યોને સૌથી ઓછો 34,000 રૂપિયા પગાર મળે છે.