‘મિત્રો એપ’ની પ્લે સ્ટોર પર વાપસી, અપડેટની સાથે ગૂગલે કરી પબ્લિશ
ઓછા સમયમાં જાણીતી થયેલી વીડિયો મેકિંગ ‘મિત્રો એપ’ને ગૂગલે 2 જૂને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. હવે આ એપને અપડેટની સાથે પ્લે સ્ટોર પર બીજી વખત પબ્લિશ કરી દેવામાં આવી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ […]
ઓછા સમયમાં જાણીતી થયેલી વીડિયો મેકિંગ ‘મિત્રો એપ’ને ગૂગલે 2 જૂને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. હવે આ એપને અપડેટની સાથે પ્લે સ્ટોર પર બીજી વખત પબ્લિશ કરી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્લે સ્ટોરમાંથી કેમ હટાવી હતી એપ્લિકેશન
ભારતમાં આ એપને ટીકટોકના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી હતી. એપમાં ઘણી ખામીઓ જોવા મળી અને તે વેરીફાઈડ પણ ન હતી. ‘મિત્રો એપ’ને પ્લે સ્ટોરમાંથી હટાવવાને લઈ ગૂગલે કહ્યું કે અમે એ એપ્લિકેશનને પ્લે સ્ટોર પર પરમિટ નથી કરતા જે કોઈ બીજી એપની જેમ પરફોર્મ કરતી હોય. એપને યૂનિક સર્વિસ કે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હવે પ્લે સ્ટોર પર એપ પરત આવી ગઈ છે.
‘મિત્રો એપ’ના ડેવલપર્સે ગૂગલની વાત માનીને એપ પરત ફરી છે. પ્લે સ્ટોર મુજબ 3 જૂન 2020એ એપને અપડેટ કરવામાં આવી. એપની પ્રાઈવસી પોલિસીને પણ યોગ્ય કરવામાં આવી. તેની સાથે જ એપની પ્રમોટર વેબસાઈટને પણ અપડેટ કરવામાં આવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દેશમાં બનેલી ‘મિત્રો એપ’ ટિકટોકને ટક્કર આપી રહી છે. ‘મિત્રો એપ’ની રિલીઝને એક મહિનો થયો છે અને તેના અત્યાર સુધી 50 લાખ યૂઝર્સ છે. હાલમાં મિત્રો એપ લોકોની વચ્ચે ખુબ જાણીતી છે. આ એપને IITના એક વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે બનાવી છે. આ એપ હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ એટલી જાણીતી બની હતી કે તેને ગૂગલ પ્લે સ્ટોરના ફ્રી ટોપ 10 ચાર્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]