રેલવે મંત્રાલયે સ્પેશિયલ ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશન પીરિયડને લઈ કર્યો આ ફેરફાર

રેલવે મંત્રાલય તરફથી 12 મે અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ રાજધાની અને મેલ એક્સપ્રેસને લઈ નિર્દેશોમાં ફેરફાર કર્યા છે. રેલવે મંત્રાલયે આ ટ્રેનોના એડવાન્સ રિજર્વેશન પીરિયડને 30 દિવસથી વધારી 120 દિવસ કરી દીધો છે. રેલવેએ 30 સ્પેશિયલ રાજધાની અને 200 મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.   તે સિવાય આ તમામ 230 ટ્રેનમાં […]

રેલવે મંત્રાલયે સ્પેશિયલ ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશન પીરિયડને લઈ કર્યો આ ફેરફાર
Kunjan Shukal

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 6:04 PM

રેલવે મંત્રાલય તરફથી 12 મે અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ રાજધાની અને મેલ એક્સપ્રેસને લઈ નિર્દેશોમાં ફેરફાર કર્યા છે. રેલવે મંત્રાલયે આ ટ્રેનોના એડવાન્સ રિજર્વેશન પીરિયડને 30 દિવસથી વધારી 120 દિવસ કરી દીધો છે. રેલવેએ 30 સ્પેશિયલ રાજધાની અને 200 મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.

ministry of railways increases the advance reservation period Railway mantralay e spicial train na advance reservation period ne lai karyo aa ferfar

 

તે સિવાય આ તમામ 230 ટ્રેનમાં પાર્સલ અને સામાનની બુકિંગની પરવાનગી હશે. ટ્રેનને લઈ બીજી શરતો જેવી કે કરન્ટ બુકિંગ, તત્કાલ કોટા વગેરે રેગ્યુલર ચાલનારી ટ્રેનોની જેમ જ લાગૂ હશે. રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવેલા આ ફેરફાર 31 મે 8 વાગ્યાથી શરૂ થયેલી ટિકિટ બુકિંગ પર લાગુ કરવામાં આવશે. આ નિર્દેશોને ભારતીય રેલવેની વેબસાઈટ પર પણ જોઈ શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે SOP

રેલવે મુજબ આ ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોને કોરોનાથી બચાવ માટે લાગૂ કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરને ફોલો કરવી પડશે. જે આ પ્રકારે છે.

1. તમામ યાત્રીઓને બોર્ડિંગ સ્ટેશન પર સ્ક્રીનિંગથી પસાર થવું પડશે.

2. જે મુસાફરોમાં કોરોનાના લક્ષણ નહીં હોય માત્ર તેને જ મુસાફરીની પરવાનગી મળશે.

3. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તે ઘરેથી ચાદર લઈને નીકળે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. તમામ મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે.

5. ફેસ કવર કે ફેસ માસ્કનો ઉપયોગ પણ જરૂરી છે.

6. મુસાફરોને ટ્રેનના સમયથી 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati