મિગ-21ને કેમ કહેવાય છે ખતરોં કા ખિલાડી ? જાણો ફ્લાઈંગ કોફિન વિશે બધું

1959 માં બનાવવામાં આવેલ, મિગ-21 એ વિશ્વના પ્રથમ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટમાંનું એક છે. આ એકમાત્ર એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ વિશ્વના લગભગ 60 દેશો દ્વારા કરવામાં આવ્યો છે. 1964થી આ એરક્રાફ્ટનું સંચાલન કરતી ભારતીય વાયુસેનામાં તેના ક્રેશ રેકોર્ડને જોતા તેને ફ્લાઈંગ કોફીન નામ આપવામાં આવ્યું છે.

મિગ-21ને કેમ કહેવાય છે ખતરોં કા ખિલાડી ? જાણો ફ્લાઈંગ કોફિન વિશે બધું
Mig 21 Fighter Jets (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 7:02 AM

રાજસ્થાનના બાડમેરમાં ગુરુવારે રાત્રે ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ (Mig 21 Crash) થયું હતું. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના (Indian Air Force) બંને પાયલટોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ મિગ-21 ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મિગ-21ના અનેક અકસ્માતો થયા છે. હાલમાં, વાયુસેના પાસે મિગ-21 બાઇસનની (MiG-21 Bison) લગભગ છ સ્ક્વોડ્રન છે, જેમાં લગભગ 18 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. બાલાકોટ એરસ્ટ્રાઈક પછી, જ્યારે પાકિસ્તાનના ફાઈટર જેટ્સે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું, ત્યારે મિગ-21 બાઇસને જ તેમને ભગાડ્યા હતા.. આ સિવાય ઘણા પ્રસંગોએ મિગ-21એ પોતાના કારનામાથી સૌને પ્રભાવિત કર્યા છે.

મિગ-12 ફાઇટર એરક્રાફ્ટ 1964માં ભારતીય વાયુસેનામાં જોડાયું હતું

1964માં મિગ-12 ફાઈટર એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં પ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ જેટ્સ રશિયામાં બનાવવામાં આવ્યા હતા અને પછી ભારતે પણ આ એરક્રાફ્ટને એસેમ્બલ કરવાના અધિકારો અને ટેક્નોલોજી મેળવી લીધા હતા. જે પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ 1967 થી લાયસન્સ હેઠળ મિગ-21 ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કર્યું. રશિયાએ 1985માં આ એરક્રાફ્ટનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, પરંતુ ભારત તેના અપગ્રેડેડ વેરિઅન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.

જાણો શા માટે તેને ફ્લાઈંગ કોફીન કહેવામાં આવે છે

1964થી આ એરક્રાફ્ટનું સંચાલન કરતી ભારતીય વાયુસેનામાં તેના ક્રેશ રેકોર્ડને જોતા તેને ફ્લાઈંગ કોફીન નામ આપવામાં આવ્યું છે. 1959માં બનેલ મિગ-21, તેના સમયે ઉડાન ભરનાર પ્રથમ સુપરસોનિક ફાઈટર એરક્રાફ્ટમાંનું એક હતું. તેની ઝડપને કારણે અમેરિકા પણ તત્કાલિન સોવિયત સંઘના આ ફાઈટર એરક્રાફ્ટથી ડરી ગયું હતું. આ એકમાત્ર એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ વિશ્વના લગભગ 60 દેશો દ્વારા કરવામાં આવ્યો છે. મિગ-21 હાલમાં ભારત સહિત અનેક દેશોની વાયુસેનામાં સેવા આપી રહ્યું છે. મિગ-21 એ ઉડ્ડયનના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સુપરસોનિક ફાઇટર જેટ છે. તેમાંથી અત્યાર સુધીમાં 11496 યુનિટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

અભિનંદને મિગ-21થી જ પાકિસ્તાની એફ-16ને તોડી પાડ્યું હતું

મિગ-21 બાઇસન એ જ ફાઇટર એરક્રાફ્ટ છે જેના દ્વારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. જોકે, પાકિસ્તાન ક્યારેય આ સત્યને ખુલ્લેઆમ સ્વીકારી શક્યું નથી. કારણ કે, લગભગ 60 વર્ષ જૂના ફાઈટર એરક્રાફ્ટથી પાકિસ્તાની વાયુસેનાની કરોડરજ્જુ કહેવાતા આધુનિક ફાઈટર એરક્રાફ્ટ F-16ને હરાવવાનું અમેરિકા કે પાકિસ્તાનને સ્વીકાર્ય ન હતું.

કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

પાકિસ્તાન સાથે 1971 અને 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં પણ મિગ-21એ મહત્વની ભૂમિકા ભજવી હતી. મિગ-21 બાઇસન ફાઇટર એરક્રાફ્ટ એ મિગ-21નું અપગ્રેડેડ વર્ઝન છે. જેથી આગામી 3 થી 4 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકાય. આ સંસ્કરણનો ઉપયોગ ફક્ત ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે. અન્ય દેશો તેના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરે છે.

મિગ-21ની વિશેષતા શું છે

મિગ-21 બાઇસન ફાઇટર એરક્રાફ્ટ શોર્ટ રેન્જ અને મિડિયમ રેન્જ એરક્રાફ્ટ મિસાઇલો સાથે બહુવિધ ઘાતક એરક્રાફ્ટ પર હુમલો કરવામાં સક્ષમ છે. આ ફાઈટર એરક્રાફ્ટની સ્પીડ 2229 કિલોમીટર પ્રતિ કલાક છે, જે તે સમયે સૌથી ઝડપી ઉડતું ફાઈટર એરક્રાફ્ટ હતું. તેની રેન્જ લગભગ 644 કિમી હતી, જોકે બાઇસનનું ભારતનું અપગ્રેડેડ વર્ઝન લગભગ 1000 કિમી સુધી ઉડી શકે છે. તેમાં ટર્બોજેટ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે એરક્રાફ્ટને સુપરસોનિક સ્પીડ આપે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">