એન્ટીગુઆમાં મેહુલ ચોકસી વિપક્ષને પૈસા ખવડાવે છે, વડાપ્રધાને મૂક્યો આરોપ

યુનાઇટેડ પ્રોગ્રેસિવ પાર્ટીએ, ( United Progressive Party ) એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનને ( ( Antigua Prime Minister Gaston Brown ) ) યાદ કરાવ્યુ કે. એન્ટીગુઆનો દરેક નાગરિક, તેના બંધારણીય સંરક્ષણ અને કાયદાની યોગ્ય પ્રક્રિયા માટે હકદાર છે.

એન્ટીગુઆમાં મેહુલ ચોકસી વિપક્ષને પૈસા ખવડાવે છે, વડાપ્રધાને મૂક્યો આરોપ
એન્ટીગુઆમાં વિપક્ષને રૂપિયા આપતો હોવાનો વડાપ્રધાને લગાવ્યો આરોપ
Follow Us:
| Updated on: May 30, 2021 | 3:56 PM

ભારતમાં આર્થિક કૌંભાડ કરીને ભાગેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીને ( Mehul Choksi ) લઈને, એન્ટિગુઆ ( Antigua ) અને બહમુડામાં રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે. એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને ( Antigua Prime Minister Gaston Brown ) શનિવારે વિરોધપક્ષ યુનાઇટેડ પ્રોગ્રેસિવ પાર્ટી (UPP) ઉપર ચોક્સીને ટેકો આપવા અને ચોક્સી પાસેથી પૈસા ખાવાનો આરોપ લગાવ્યો હતો.

એન્ટીગુઆના ( Antigua ) વડાપ્રધાન ગેસ્ટને કહ્યું, “મારા વહીવટ પર મેહુલ ચોક્સીને આશ્રય આપવાનો આરોપ લગાવ્યા બાદ, તેઓ હવે આ ભાગેડુને બચાવવા માટે, નવુ કોઈ અભિયાન હાથ ધરવા માટે મેહુલ ચોકસી પાસેથી રૂપિયા માંગી રહ્યા છે.”

એન્ટીગુઆના  વડાપ્રધાન ગેસ્ટને ( Antigua Prime Minister Gaston Brown ) કહ્યું કે, “અમે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરવા અને ફોજદારી આરોપોનો સામનો કરવા માટે ભારતને સોપી દેવા કટિબદ્ધ છીએ. મેહુલ ચોકસીના નાગરિકત્વને રદ કરવાના મારી સરકારના નિર્ણય છતાં ચોક્સીની કાનૂની અને બંધારણીય સુરક્ષા અંગે કોઈ પણ પ્રકારનો ભંગ થયો નથી.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બીજી બાજુ યુનાઇટેડ પ્રોગ્રેસિવ પાર્ટીએ, ( United Progressive Party ) એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનને ( Antigua Prime Minister Gaston Brown ) યાદ કરાવ્યુ કે. એન્ટીગુઆનો દરેક નાગરિક, તેના બંધારણીય સંરક્ષણ અને કાયદાની યોગ્ય પ્રક્રિયા માટે હકદાર છે.

યુપીપીએ ( United Progressive Party ) અખબારી યાદી બહાર પાડીને જણાવ્યુ છે કે, સામાન્ય કાનૂની અને બંધારણીય પ્રક્રિયા દ્વારા ભારત માટે પ્રત્યાર્પણનો સામનો કરી રહેલા ચોક્સીએ એવો આરોપ લગાવ્યો છે કે તેમની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો છે.

વડા પ્રધાન બ્રાઉને ( Antigua Prime Minister Gaston Brown ) એવો ઈશારો કર્યો છે કે, ડોમિનિકાથી મેહુલ ચોક્સીને સીધા જ ભારત મોકલવો જોઈએ. ડોમિનિકાએ મેહુલ ચોકસીને એન્ટિગુઆ કે બરમૂડા પરત ન મોકલવો જોઇએ. કારણ કે તે જો અહી આવશે તો અહીંના બંધારણીય અધિકાર દ્વારા તેનું રક્ષણ કરવામાં આવશે.

આ બાબતે એન્ટીગુઓ ( Antigua ) દેશ અદાલતના અધિકારક્ષેત્રનો સંપૂર્ણ આદર કરે છે એમ જણાવીને બ્રાઉને કહ્યું હતું કે વૈશ્વિકરણના યુગમાં વિશ્વમાં ગુનેગારો સામે લડવા અને તેમને પરાસ્ત કરવા માટે એક બીજા વચ્ચે પરસ્પર સહકાર જરૂરી છે. ગુનેગારોને રક્ષણ આપવા માટે સરકારી તંત્ર કે સરકારી મશીનરીનો દુરૂપયોગ થવો જોઇએ નહીં.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">