CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ
CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. મેડિકલ કોલેજના મામલે નાણા લેવાયા હોવાનો કેસ દાખલ કર્યો છે. ન્યાયાધીશની સાથે છત્તીસગઢ હાઈકોર્ટના નિવૃત જજ આઈ.એમ કુદુદુસી, પ્રસાદ એજ્યુકેસન ટ્રસ્ટના ભગવાન પ્રસાદ યાદવ, ભાવના પાંડે અને સુધીર ગીરીને પણ આરોપી બનાવ્યા છે. CBIએ આરોપ લગાવ્યો છે કે, ન્યાયાધીશ શુક્લાને લખનૈઉમાં મેડિકલ કોલેજ […]

CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. મેડિકલ કોલેજના મામલે નાણા લેવાયા હોવાનો કેસ દાખલ કર્યો છે. ન્યાયાધીશની સાથે છત્તીસગઢ હાઈકોર્ટના નિવૃત જજ આઈ.એમ કુદુદુસી, પ્રસાદ એજ્યુકેસન ટ્રસ્ટના ભગવાન પ્રસાદ યાદવ, ભાવના પાંડે અને સુધીર ગીરીને પણ આરોપી બનાવ્યા છે. CBIએ આરોપ લગાવ્યો છે કે, ન્યાયાધીશ શુક્લાને લખનૈઉમાં મેડિકલ કોલેજ ચલાવનારા પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ બી.પી યાદવ પાસેથી રૂપિયા મળ્યા છે. આ રૂપિયા 2017ના એક કેસમાં પોતાના તરફ ચુકાદો આપવા ન્યાયાધીશ કુદ્દદુસીના માધ્યમથી રકમ નક્કી કરાઈ હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તપાસ માટે લખનૈઉ, મેરઠ અને દિલ્હીમાં સાત સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. CBIએ રોકાણ અને લેણદેણ સહિત અનેક પૂરાવા એકત્ર કર્યા છે. મહત્વનું છે કે, 31 જુલાઈએ ભારતના CJI રંજન ગોગોઈએ દેશની એક અદાલતના ન્યાયાધીશ વિરુદ્ધ FIR માટે મંજૂરી આપી હતી. PCA મુજબ FIR દાખલ કરવાની મંજૂરી મળી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

