‘માસ્ક છે કે દાઢી’? જ્યારે રાજ્યસભાના અધ્યક્ષે સાંસદને પૂછ્યો પ્રશ્ન, તો ગૃહમાં હસવા લાગ્યા

'માસ્ક છે કે દાઢી'? જ્યારે રાજ્યસભાના અધ્યક્ષે સાંસદને પૂછ્યો પ્રશ્ન, તો ગૃહમાં હસવા લાગ્યા
'Mask or beard'? When the Rajya Sabha Speaker asked the question to the MP, the House started laughing

ગૃહમાં મલયાલમ અભિનેતા અને કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપી નવા લુકમાં દેખાયા. જેને જોઈને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ પણ હેરાન થઈ ગયા.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 29, 2022 | 4:11 PM

કેટલીકવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે સંસદમાં (Parliament) હાસ્ય અને જોક્સની ક્ષણો સાથે હળવાશનું વાતાવરણ પણ જોવા મળે છે. ગયા અઠવાડિયે રાજ્યસભામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. મલયાલમ એક્ટર અને કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપી નવા લુકમાં જોવા મળ્યા. જેને જોઈને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ પણ હેરાન થઈ ગયા.

સુરેશ ગોપી બોલવા ઊભા થયા અને તેઓ કાંઈ બોલે તે પહેલા જ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ અટકાવીને પૂછ્યું કે, શું માસ્ક છે કે દાઢી? આ પૂછતાં જ રાજ્યસભાના તમામ સાંસદો હસી પડ્યા.

ઉપરાષ્ટ્રપતિના પ્રશ્નના જવાબમાં સુરેશ ગોપીએ કહ્યું કે, આગામી ફિલ્મ માટે આ તેમનો નવો લુક છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ સંતુષ્ટ દેખાયા અને સાંસદ સુરેશ ગોપીએ ગૃહમાં પોતાની વાત રાખી.

અહીં વીડિયો જુઓ

અગાઉ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, બાળકોનું કુપોષણ, લિંગ અસમાનતા, સ્વચ્છ પાણીની સમાન પહોંચનો અભાવ અને પર્યાવરણીય પ્રદૂષણ એ કેટલાક પરિબળો છે જે ભારતની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેમણે કહ્યું કે, દેશે ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) એજન્ડા 2030 હાંસલ કરવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, તમામ દેશોએ પૃથ્વી ગ્રહને બચાવવા માટે સામૂહિક પ્રયાસ કરવા જોઈએ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રાસંગિકતા યાદ અપાવી. તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે, 2021માં ભારતને ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં 120મું સ્થાન આપવામાં આવ્યું હતું અને ફિનલેન્ડ, સ્વીડન અને ડેનમાર્ક જેવા દેશો યાદીમાં ટોચ પર છે. “આ એક એવો મામલો છે જેને ગંભીરતાથી લેવો જોઈએ,”

આ પણ વાંચો: Knowledge: લોહીની સાથે પ્લાસ્ટિકના કણો પણ હોય છે માનવ શરીરમાં, વાંચો કેવી રીતે મળી માહિતી

આ પણ વાંચો: Tech Knowledge: આ છે 12 ​​જગ્યાઓ જે Google Maps પર જોવાની મનાઈ છે !


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati