પ્રેમમાં પાગલ: ભારતીય પરિણીત મહિલા પાકિસ્તાનીના પ્રેમમાં પહોંચી બોર્ડર પર, અને પછી શું થયું જાણો

ઓડિશાની મહિલા ઘરબાર છોડીને પાકિસ્તાન જવા માટે પંજાબના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર પર પહોંચી ગઈ. ત્યાં પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

  • tv9 webdesk37
  • Published On - 12:05 PM, 8 Apr 2021
પ્રેમમાં પાગલ: ભારતીય પરિણીત મહિલા પાકિસ્તાનીના પ્રેમમાં પહોંચી બોર્ડર પર, અને પછી શું થયું જાણો
પ્રતિકાત્મક તસ્વીર

ઓડિશાની 25 વર્ષીય પરિણીત મહિલા સોશ્યલ મીડિયા પર પાકિસ્તાની યુવકને એટલો પસંદ કરવા લાગી કે પોતાનું ઘર છોડીને બોર્ડર પર પહોંચી ગઈ. જી હા આ મહિલા ઘરબાર છોડીને પાકિસ્તાન જવા માટે પંજાબના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર પર પહોંચી ગઈ. જ્યારે બીએસએફ દ્રારા આની સૂચના ડેરા બાબા નાનક પોલીસને મળી ત્યારે તેઓએ મહિલાને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી હતી. તેની પાસેથી 25 તોલા સોનાના અને 60 ગ્રામ ચાંદીના ઘરેણા મળી આવ્યા. આ મહિલાને પાંચ વર્ષની પુત્રી પણ છે.

પોલીસે મહિલાના પતિ અને પિતાને બોલાવીને બુધવારે તેમને સોંપી દીધી હતી. ડીએસપી કંવલપ્રીતસિંહે જણાવ્યું કે મહિલા ઓડિશાની રહેવાસી છે, જેણે 2015 માં ઓડિશામાં લગ્ન કર્યાં હતાં. તેને એક પાંચ વર્ષની પુત્રી પણ છે. બે વર્ષ પહેલાં મહિલાએ મોબાઈલ પર અઝહર નામની એપ ડાઉનલોડ કરી અને ચેટિંગ શરૂ કર્યું હતું. તે દિવસોમાં તે પોતાના પિયરમાં આવી હતી અને ત્યાં રહેતી વખતે, તે પાકિસ્તાનના ઇસ્લામાબાદના એક યુવાન સાથે પ્રેમમાં પડી ગઈ હતી.

બંનેએ એક બીજાના મોબાઇલ નંબર લઈને વોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાની છોકરાએ તેને ડેરા બાબા નાનકથી કોરિડોર થઈને પાકિસ્તાન આવવાનું કહ્યું હતું. આ પછી તે પહેલા ઓડિશાથી દિલ્હી, દિલ્હીથી અમૃતસર, અને અમૃતસરથી ડેરા બાબા નાનક પહોંચી. જ્યારે તે કરતારપુર કોરિડોર પહોંચી ત્યારે બીએસએફએ તેને અટકાવીને કહ્યું હતું કે આ સમયે પાકિસ્તાન જવું શક્ય નથી. કોરોનાના કારણે કોરિડોર બંધ છે અને પાકિસ્તાન મુસાફરી માટે વિઝા-પાસપોર્ટ જરૂરી પડે છે.

શંકા જતા બીએસએફએ ડેરા બાબા નાનક પોલીસને જાણ કરી હતી અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. જ્યારે તેણે આખી વાત કહી ત્યારે ત્યાના એસએચઓએ ઓડિશા પોલીસનો સંપર્ક કર્યો. ત્યાંથી જાણવા મળ્યું કે 5 એપ્રિલ, 2021 ના રોજ આ મહિલાના ગુમ થયાની માહિતી તેના પતિ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

 

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડે ભારતીય મુસાફરોના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, કોરોનાના વધતા જતા કેસોને કારણે લીધો નિર્ણય

આ પણ વાંચો: મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”