કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કોવેક્સીન અને AY4.2 વેરિઅન્ટ અંગે મહત્વની જાણકારી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોવેક્સિનને મંજુરી અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આશા છે કે ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કોવેક્સીન અને AY4.2 વેરિઅન્ટ અંગે મહત્વની જાણકારી આપી
Union health minister Mansukh Mandaviya

દેશમાં હાલમાં કોરોના વાયરસ સામે લડવા માટે કોવેક્સીન, સ્પુટનિક વી અને કોવિશિલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય બીજી ઘણી રસીઓ છે જેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે, સ્વદેશી રસી કોવેક્સીન (covaxin)ને હજુ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ વિષય પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાની પોતાની સિસ્ટમ છે. આજે આ વિષય પર WHOના સલાહકાર જૂથની બેઠક મળવાની છે અને આજે આ વિષય પર નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.

AY4.2 વેરિઅન્ટ તપાસ શરૂ છે
મનસુખ માંડવિયાએ જણાવ્યું કેકોરોના વાયરસના નવા વેરિઅન્ટ AY4.2 અંગે તપાસ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ કિંગડમમાં શોધાયેલ કોવિડ-19 વાયરસના નવા પેટા પ્રકાર હાલમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા તપાસ હેઠળ છે. કોરોના વાયરસના પ્રકારો ઝડપથી બદલાઈ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું, “એક ટીમ નવા વેરિઅન્ટ AY.4.2ની તપાસ કરી રહી છે. ICMR અને NCDC ટીમો વિવિધ પ્રકારોનો અભ્યાસ અને વિશ્લેષણ કરે છે. અત્યારે તે કેટલો ચેપી છે તે કહેવું ખોટું હશે. વેરિઅન્ટનું પરીક્ષણ થવા દેવું જોઈએ.” યુકેની આરોગ્ય સુરક્ષા એજન્સીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે તે AY.4.2 વેરિઅન્ટની તપાસ કરી રહી છે કારણ કે તે સંભવતઃ ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં વધુ ચેપી હોઈ શકે છે. જો કે, તે સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે તે વધુ ગંભીર ચેપનું કારણ બને છે અથવા રસી સામે બિનઅસરકારક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાનની ગતિને ઝડપી બનાવવા ચર્ચા કરશે. સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે આ બેઠક ત્યારે થવા જઈ રહી છે જ્યારે એક સપ્તાહ પહેલા ભારતે 100 કરોડ કોવિડ રસીકરણનો આંકડો પાર કર્યો હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, માંડવિયા આ બેઠકમાં કોવિડ રસીના બીજા ડોઝને લાગુ કરવામાં વિલંબ અંગે પણ ચર્ચા કરશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati