Mann Ki Baat PM MODI LIVE: પ્રજાસત્તાક દિવસે ત્રિરંગાના થયેલા અપમાનથી દેશ દુંઃખીઃ નરેન્દ્ર મોદી

| Updated on: Feb 01, 2021 | 4:24 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) વર્ષ 2021ની પ્રથમ મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ અંતર્ગત દેશના નાગરિકો સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી. તેમણે ગણતંત્ર દિવસે દિલ્લીમાં ત્રિરંગાના થયેલા અપમાનથી સમગ્ર દેશ દુઃખી હોવાનો ઉલ્લેખ કર્યો. મન કી બાતના 73મા કાર્યક્રમ કોરોનાની રસીકરણ, ખેડૂત આંદોલન, સંસદનું સત્ર, આઝાદીના 75 વર્ષની ઉજવણી, વિવિધ રાજ્યોમાં બનેલા પ્રેરણાદાયી અને અનુકરણીય બનાવોનો ઉલ્લેખ કરીને યુવાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

Mann Ki Baat PM MODI LIVE: પ્રજાસત્તાક દિવસે ત્રિરંગાના થયેલા અપમાનથી દેશ દુંઃખીઃ નરેન્દ્ર મોદી
વર્ષ 2021ની પ્રથમ મન કી બાત

ખેડૂત આંદોલનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના નાગરિકો સમક્ષ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પોતાની વાત રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2021ના વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં 26મી જાન્યુઆરીએ દિલ્લીમાં ત્રિરંગાના થયેલા અપમાનથી દેશ દુઃખી હોવાની વાત કરી. તેમણે સંસદના અંદાજપત્ર સત્ર, આઝાદીના 75 વર્ષની ઉજવણી, કોરોના કાળમાં થયેલા સકારાત્મક કાર્યો, સમાજ અને નાગરિકોએ દાખવવાની કામગીરી અને દેશમાં બનેલા પ્રેરણાદાયી બનાવોને ટાંકીને વાત કરી.  મન કી બાતનો આ 73મો કાર્યક્રમ હતો. વર્ષનો પ્રથમ મન કી બાત કાર્યક્રમ હોવાથી અને કેટલાક સંજોગોને લઈને આજનો કાર્યક્રમ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Jan 2021 11:33 AM (IST)

    ફાસ્ટ ટેગને કારણે સમય અને નાણાં બન્નેની બચત થશેઃ મોદી

    માય ગોવ પર મહારાષ્ટ્ર અને ગોવાના નાગરિકોએ સડ 18 જાન્યુથી 17 ફેબ્રુઆરી સુધી ભારતમાં રોડ સેફ્ટી માટે અનેક પ્રયાસ કરાઈ રહ્યાં છે. જીવન બચાવવા માટે સક્રીય રૂપે ભાગીદાર થવુ જોઈએ. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન જે રોડ બનાવે છે તે અવનવા સ્લોગન લખેલા જોવા મળે છે. આ પ્રભાવી છે. ઈનોવેટીવ સ્લોગન માયગોવ  (mygov) સાઈટ ઉપર મોકલી શકો છો. ફાસ્ટટેગ ઉપર વાત કરવાની રજુઆત થઈ છે. ફાસ્ટટેગને કારણે ટોલપ્લાઝા ઉપર સમય બચે છે. દોઢ બે મિનીટમાં જ ટોલ પ્લાઝા  21 હજાર કરોડ બચશે. પૈસા અને સમય બન્ને બચશે.

  • 31 Jan 2021 11:24 AM (IST)

    ઝાંસીમાં ચાલતા સ્ટ્રોબેરી મહોત્સવથી સૌ કોઈ આશ્યર્યચકિત

    જબલપૂરમાં રાઈસ મીલમાં કેટલિક મહિલા રોજમદાર તરીકે કામ કરે છે, કોરોનાકાળમાં તેમની રોજગારી અટકી. પણ તેઓએ હાર ના માની અને તેઓએ નક્કી કર્યુ કે, આપણે સાથે મળીને પોતાની રાઈસ મિલ બનાવે. આજીવિકા મિશન હેઠળ બેંકમાંથી લોન લઈને એ જ રાઈસ મીલ ખરીદી લીધી કે એક સમયે તેઓ તેમા રોજગારી મેળવતી હતી. આ રાઈસમીલે 3 લાખનો નફો કર્યો છે. દેશના ખૂણે ખૂણે અનેક પ્રેરણાદાયક કામ થયા છે. બુંદેલખંડની વાતને ઝંસી કી રાણી કે સૌથી વધુ પડતી ગરમી સાથે જોડીને વાત કરે. પણ એવુ થયુ છે કે સૌ કોઈએ જાણવું જોઈએ. એક મહિનો ચાલે એટલો સ્ટ્રોબેરી મહોત્સવ શરૂ થયો છે. ગુલરીન ચાવલાએ સ્ટ્રોબેરી ફેસ્ટીવલ સ્ટે હોમ સાથે જોડી દેવાયો છે. સ્ટ્રેબેરી હવે કચ્છથી ઝાંસી સુધી થઈ રહી છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સરકાર કામ કરી રહી છે.

  • 31 Jan 2021 11:16 AM (IST)

    શાકામાર્કેટના કચરાથી ઊર્જા પેદા કરવાની કામગીરીને વખણતા મોદી

    ભારતમાં અનેક એવો લોકોએ જન્મ લીધો છે કે, તેમણે રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યુ છે. તેમના યોગદાનને આપણી નવી પેઢીમાં પણ જીવંત રાખે. લોકો આઝાદીના લડવૈયા ઉપર લખે. આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે એ યોગદાન હશે. તમામ રાજ્યોના લેખકોને પ્રોત્સાહન મળશે. ઉભરતી પ્રતિભાને આપણે મદદ કરવાનું છે. યુવાનોને આ લેખ શ્રેણીમાં જોડાય. વધુ વિગત શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપરથી મળી રહેશે. મન કી બાત કાર્યક્રમથી મને ઘણુ શિખવા મળે છે. હૈદરાબાદના મોઈનપલ્લી સ્થાનિક શાકમાર્કેટ કેવી રીતે પોતાનું દાયિત્વ નિભાવે છે તે જાણીને આનંદ થયો. નકામી જતી શાકભાજીથી વિજળી પેદા કરાઈ રહી છે. કચરાથી કંચન બનાવવાની યાત્રા છે.  10 ટન વેસ્ટ નિકળે છે.

  • 31 Jan 2021 11:11 AM (IST)

    દેશની આઝાદીને લઈને અમૃત મહોત્સવ યોજાશે

    બિહારના સિવાનમાં રહેતી પ્રિયકાએ, દેશના 15 ડોમેસ્ટીક ડેસ્ટીનેશન પર જવાના અપિલને ધ્યાને લઈને ડોકટર રાજેન્દ્ર પ્રસાદના પૈતૃક નિવાસસ્થાને જઈને આનંદ થયો છે. પ્રિયંકાનો અનુભવ અન્યોને પણ પ્રેરિત કરશે. આઝાદીને લઈને અમૃત મહોત્સવ શરૂ કરવાનો છે. જેમાં આઝાદીને લઈને લડવૈયાઓની જાણી અજાણી માહિતી મળશે.

  • 31 Jan 2021 11:08 AM (IST)

    મેડ ઈન ઈન્ડિયા વેક્સિન ભારતની આત્મ નિર્ભરતાનું પ્રતિક છે

    મેડ ઈન ઈન્ડિયા વેક્સિન ભારતની આત્મ નિર્ભરતાનું પ્રતિક છે. ભારતે જે રીતે કોરોના સામેની લડાઈમાં મદદ કરી છે તેના કારણે અન્ય દેશોમાં ભારત પ્રત્યેની નજર બદલાઈ છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ટવીટ કરીને ભારતને અભિનંદન આપ્યા છે તે જોઈને ભારતવાસીઓને આનંદ થયો છે. રામાયણની કેટલી ઊંડી અસર તેમના પર છે તે જણાઈ આવે છે. સંકટ સમયે ભારત દુનિયાની મદદ એટલા માટે કરી શકે છે કે દવા ક્ષેત્રે ભારત આત્મ નિર્ભર છે.

Published On - Jan 31,2021 11:33 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">