Mann ki Baat PM Modi Live: યુવાનોને સંબોધતા કહ્યું,’વિચાર કરજો કે કઈ રીતે દેશનું ઋણ ચૂકવશો?

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 11:52 AM

Mann ki Baat PM Modi Live: આ રેડિયો કાર્યક્રમ અમેરિકાની તાજેતરમાં સમાપ્ત થયેલી મુલાકાત (PM Modi US Visit) બાદ યોજાવા જઈ રહ્યો છે જ્યાં પીએમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 76 માં સત્રને સંબોધ્યું હતું

Mann ki Baat PM Modi Live: યુવાનોને સંબોધતા કહ્યું,'વિચાર કરજો કે કઈ રીતે દેશનું ઋણ ચૂકવશો?
Mann ki Baat PM Modi Live

Mann Ki Baat 81: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 81મા કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન, આકાશવાણી સમાચાર અને મોબાઇલ એપનાં સમગ્ર નેટવર્ક પર પણ પ્રસારિત થશે.

આ રેડિયો કાર્યક્રમ અમેરિકાની તાજેતરમાં સમાપ્ત થયેલી મુલાકાત (PM Modi US Visit) બાદ યોજાવા જઈ રહ્યો છે જ્યાં પીએમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 76 માં સત્રને સંબોધ્યું હતું. પરિણામે, પીએમ મોદીના આ સંવાદમાં આંતરરાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ થવાની અપેક્ષા છે.

મન કી બાત કાર્યક્રમમાં કોરોના સામે ભારતીયોને રસીથી આપેલા રક્ષણ અંગે પણ વાત થઈ શકે છે. ખાસ કરીને નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિ્ત્તે એક જ દિવસમાં થયેલા વિક્રમી રસીકરણનો ઉલ્લેખ વડાપ્રધાન તેમના આ 81માં કાર્યક્રમમાં કરે તેવી શક્યતા છે. સાથોસાથ ચોમાસુ ઋુતુ અને ખેતી તેમજ ખેડૂત વર્ગની વાત કરાય તેમ માનવામાં આવે છે. તો વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકોએ કરેલા પ્રેરણાદાયી અને લોકોપયોગી કાર્યનો ઉલ્લેખ કરીને અન્યોને પ્રોત્સાહીત કરાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Sep 2021 11:40 AM (IST)

    સિયાચીનના દુર્ગમ વિસ્તારમાં 8 વિકલાંગોની ટીમનું સાહસ એ ગૌરવની વાત છે

    વડાપ્રધાને કહ્યું કે સિયાચીન ગ્લેશિયર વિશે આપણે બધા જાણીએ છીએ. ત્યાં ઠંડી એટલી ભયંકર છે, જેમાં રહેવું તે માત્ર સામાન્ય માણસની વાત નથી. થોડા દિવસો પહેલા જ, સિયાચીનના આ દુર્ગમ વિસ્તારમાં 8 અલગ અલગ લોકોની ટીમે બધાને આશ્ચર્યમાં મૂક્યા હતા, તે દરેક દેશવાસી માટે ગૌરવની વાત છે. શરીરના પડકારો હોવા છતાં, આ દિવ્યાંગ લોકો દ્વારા કરવામાં આવેલા પરાક્રમો સમગ્ર દેશ માટે પ્રેરણા છે. જ્યારે તમે આ ટીમના સભ્યો વિશે જાણશો, ત્યારે તમે પણ મારી જેમ હિંમત અને ઉત્સાહથી ભરાઈ જશો.

  • 26 Sep 2021 11:33 AM (IST)

    તમિલનાડુની નાગા નદીનું ઉદાહરણ આપ્યું

    ‘મન કી બાત’ સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમિલનાડુમાં નાગા નદી સુકાઈ ગઈ હતી, પરંતુ ગ્રામીણ મહિલાઓની પહેલ અને સક્રિય લોકભાગીદારીના કારણે નદી જીવંત થઈ અને આજે પણ પુષ્કળ પાણી છે.

  • 26 Sep 2021 11:31 AM (IST)

    આપણી આદતો બદલવા માટે સ્વચ્છતા આંદોલન અભિયાન

    વડાપ્રધાને કહ્યું કે આજે આટલા દાયકાઓ બાદ સ્વચ્છતા આંદોલને ફરી એક વખત દેશને નવા ભારતના સ્વપ્ન સાથે જોડવાનું કામ કર્યું છે. આપણી આદતો બદલવાનું અભિયાન પણ બની રહ્યું છે.

  • 26 Sep 2021 11:29 AM (IST)

    પાણીના દરેક બિંદુને પોતાનામાં કેદ કરવા સમાન

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે વરસાદ બાદ બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. હું આશા રાખું છું કે છઠ પૂજાને ધ્યાનમાં રાખીને, નદીઓના કિનારે ઘાટની સફાઈ અને સમારકામ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમે કહ્યું કે જ્યારે ગુજરાતમાં વરસાદ શરૂ થાય છે, ત્યારે ગુજરાતમાં આપણે જલ- જીલની  એકાદશી ઉજવીએ છીએ. મતલબ કે આજના યુગમાં જેને આપણે 'કેચ ધ રેઈન' કહીએ છીએ તે જ પાણીના દરેક બિંદુને પોતાનામાં કેદ કરવા સમાન છે.

  • 26 Sep 2021 11:23 AM (IST)

    13000 જેટલા નવોદિત લેખકોએ કર્યું રજીસ્ટ્રેશન

    આઝાદીની વાર્તાઓને ઘરે ઘરે સુધી પહોચડવા માટે દેશ અને દુનિયામાં માંથી 13000 જેટલા 14 અલગ અલગ ભાષાના નવોદિત લેખકોએ રજીસ્ટ્રેશન કરવાયું છે.

  • 26 Sep 2021 11:20 AM (IST)

    Vocal For Local અભિયાનને મજબૂત કરવા કર્યું આહ્વાન

    કુટી ઉદ્યોગોને મજબૂત કરવા લોકોને આહ્વાન કર્યું. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિવાળી જેવો તહેવાર નજીકમાં છે તો વધુમાં વધુ કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ કરવા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા.

  • 26 Sep 2021 11:12 AM (IST)

    પોતાને મળેલી ભેંટની કરશે હરાજી

    E-Auction મારફતે પોતાને મળેલી ભેંટની હરાજી કરીને તેનાથી મળતી રાશીને નદીની સ્વચ્છતા અભિયાનમાં વાપરશે

  • 26 Sep 2021 11:06 AM (IST)

    World River Day પર નદીઓ વિશે કહી મહત્વની વાત

    વિશ્વ નદી દિવસ નિમિતે કહી નદીઓ વિશે મહત્વની વાત, ધાર્મિક આધ્યાત્મિક મહત્વની સાથે પ્રદૂષણ મુક્ત કરવાની વાત કરી

  • 26 Sep 2021 10:50 AM (IST)

    વડાપ્રધાન ‘મન કી બાત’ના 81મા કાર્યક્રમને સંબોધિત કરશે

    આ રેડિયો કાર્યક્રમ અમેરિકાની તાજેતરમાં સમાપ્ત થયેલી મુલાકાત (PM Modi US Visit) બાદ યોજાવા જઈ રહ્યો છે જ્યાં પીએમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 76 માં સત્રને સંબોધ્યું હતું

Published On - Sep 26,2021 10:47 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">