Mann ki Baat PM Modi Live : કોરોનાની રસી વિરુધ્ધ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયેલી ભ્રમણા દૂર કરવા વડાપ્રધાનનો અનુરોધ

| Updated on: Jun 27, 2021 | 2:06 PM

Mann ki Baat PM Modi Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાત કાર્યક્રમમાં, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ખેલાડીઓનુ સોશિયલ મીડિયા થકી મનોબળ વધારવા જણાવ્યુ હતું. કોરોનાની રસી સામે ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયેલી ભ્રમણા, જુઠાણા, અફવા દુર કરવા સૌને અપિલ કરી હતી. તો ચોમાસાની ઋતુમાં જળસંચયના કાર્યોને વધારવા અને કોરોનામાં જીવની પણ પરવા ના કરીને દર્દીઓની સેવા કરનારા ડોકટરને પહેલી જુલાઈએ નેશનલ ડોકટર દિવસ મનાવવા જણાવ્યુ હતું.

Mann ki Baat PM Modi Live : કોરોનાની રસી વિરુધ્ધ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયેલી ભ્રમણા દૂર કરવા વડાપ્રધાનનો અનુરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Mann ki Baat PM Modi Live : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જૂન મહિનાના આજે છેલ્લો રવિવાર હોવાથી, સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. મન કી બાતના 78માં કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટોકયો ઓલિમ્પિક (Tokyo Olympics ) રમતોત્સવમાં જનારા ખેલાડીઓને, સોશિયલ મીડિયામાં ચિયર ફોર ઈન્ડિયા (Cheer for India ) હેશટેગ સાથે પ્રોત્સાહીત કરવા જણાવ્યુ હતું. તો કોરોના રસી અંગે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જે ભ્રમણા ફેલાઈ છે તે દૂર કરીને લોકો રસી લે તેવુ વાતાવરણ સર્જવા અપીલ કરી હતી.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આગામી પહેલી જુલાઈએ નેશનલ ડોકટર દિવસ (National Doctor’s Day ) અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દિવસની ( Chartered Accountant Day ) ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. ચોમાસુ ઋતુમાં જળસંચયના કાર્યોને ( Water storage ) પ્રોત્સાહન આપીને વધુને વધુ માત્રમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી કામગીરી હાથ ધરવા જણાવ્યુ હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jun 2021 11:37 AM (IST)

    આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવવા, ઈન્ડિયા ફર્સ્ટ મંત્રને અપનાવવા મોદીની અપિલ

    કોરોનાની કઠીનાઈ અને સાવધાની, દેશવાસીઓની ઉપલબ્ધિ અંગે વાત કરી. આગામી દિવસોમાં 15મી ઓગષ્ટ આવી રહી છે. દેશ માટે જીવનાર માટે ઈન્ડિયા ફર્સ્ટ એ મંત્ર નિર્ણય હોવો જોઈએ. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાશે. 21મી સદીમાં જેમના જન્મ થયો છે તેવા 2500 લોકોએ આઝાદીના ઈતિહાસને લોકો સમક્ષ મૂકવા તૈયારી કરી છે. અમૃત મહોત્સવ સાથે કોઈને કોઈ રીતે જોડાવવા અપિલ કરી હતી.

  • 27 Jun 2021 11:33 AM (IST)

    હોસ્પિટલના બિછાનેથી દેશમાં ઓક્સિજનની પૂર્તિ કરનારા અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રને ગુમાવ્યાનુ દુંખ

    સાશન પ્રશાસને પણ અલગ અલગ કામગીરી કરી છે. કોરોનાથી મૃત્યુ પામેલા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રને યાદ કરતા વડાપ્રધાને કહ્યુ કે, દેશવાસીઓ માટે તેમણે હોસ્પિટલના બિછાનેથી ઓક્સિજનની પૂર્તિ કરી હતી. દેશના ખુણે ખુણે ઓક્સિજન કેવી રીતે પહોચે તેવી ચિંતા તેમણે કોરોના બાદ સારવાર દરમિયાન પણ કરતા રહ્યા હતા. આવા કર્મઠ અધિકારીને આપણે  ગુમાવી દીધાનું દુખ છે.

  • 27 Jun 2021 11:29 AM (IST)

    આગામી 1 જુલાઈએ નેશનલ ડોકટર દિવસ ઉજવો

    આગામી 1 જુલાઈએ નેશનલ ડોકટર દિવસ ઉજવીશુ. બી સી રોયના સન્માનમાં, આ ઉજવાતો આ દિવસ કોરોનાના કાળમાં ડોકટરોએ તેમના જીવની ચિંતા કર્યા વિના દર્દીઓની સારવાર કરી છે. આથી આ વખતે આ નેશનલ ડોકટર દિવસ મહત્વનો બની રહે છે. આપણી જવાબદારી છે ડોકટરોની હિમત વધારે, તેમની કામગીરીને પ્રોત્સાહીત કરે. શ્રીનગરના ડલ સરોવરમાં બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે. આ દિવસે ચાર્ટડ એકાઉન્ટ દિવસ પણ ઉજવાય છે. અર્થતંત્રમાં મહત્વનુ યોગદાન આપવામાં આવ્યુ છે.

  • 27 Jun 2021 11:25 AM (IST)

    ચોમાસામાં જળસંયયની પ્રવૃતિને વધારો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચોમાસામાં જળસંગ્રહની પ્રવૃતિને પ્રોત્સાહીત કરવા આ પ્રકારની કામગીરી કરનારાઓનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ કામગીરીથી જળસંચય સારી રીતે થાય છે. ખેડૂતોને પાણી હોવાથી લાભ થઈ રહ્યો છે. જ્યા પણ જે રીતે પાણી બચાવી શકાય તે રીતે પાણી બચાવવું જોઈએ.

  • 27 Jun 2021 11:21 AM (IST)

    કોરોના ગયો નથી, કોરોના એ બહુરૂપિયાની જેમ રૂપ બદલીને સામે આવે છે

    વેક્સિન અંગે ફેલાતી અફવા ઉપર ધ્યાન ના આપવા અપિલ કરતા વડાપ્રધાને કહ્યુ કે, કોરોના એ બહુરૂપિયા જેવી બિમારી છે. આ બિમારીથી બચવા માટે બે રસ્તા છે. એક રસ્તો તેની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવા અને બીજો રસ્તો કોરોનાની રસી લેવા માટે કહ્યુ. લોકોના મનમાં ઘર કરી ગયેલા ડરને દૂર કરવા ગ્રામ્યજનોને અનુરોધ કર્યો હતો. અફવા - જુઠ્ઠાણા ફેલાવનારાઓને રોકો. આ કામમાં મહિલાઓને વધુને વધુ જોડીને રસીકરણની કામગીરીને તેજ કરવા અનુરોધ કર્યો હતો.

  • 27 Jun 2021 11:14 AM (IST)

    વેક્સિન અંગે ગ્રામીણોની ભ્રમણા દુર કરવા વડાપ્રધાનનો અનુરોધ

    કોરોનાની વેક્સિન અગે એક સમયે વિચાર હતા કે ક્યારે વેક્સિન આવશે. પણ આજે લાખો લોકો વેક્સિન લઈ રહ્યાં છે. વેક્સિન માટે અનેક સામાજીક આગેવાનો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. કોરોનાની વેક્સિન અંગે ગ્રામ્યજનોમાં ફેલાયેલી ભ્રમણા દુર કરવા મધ્યપ્રદેશના દુલારીયા ગામના લોકો સાથે વા કરતા વડાપ્રધાને કહ્યુ કે, 31 કરોડ લોકોએ વેક્સિન લીધી છે. મારી માતા 100 વર્ષના છે તેમણે પણ વેક્સિન લીધી છે. 18 વર્ષથી મોટી ઉમરના લોકોને, સરકાર દ્વારા અપાતી વિનામૂલ્યે વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો.

  • 27 Jun 2021 11:10 AM (IST)

    ચિયર ફોર ઈન્ડિયા હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં ખેલાડીઓને પ્રોત્સાહીત કરો

    શીવપાલ સિહ બનારસમાં રહે છે તેમના પરિવારજનો રમત સાથે જોડાયેલા છે. તેમનો પરીવારનો અનુભવ તેમને ટોકયોમાં કામ લાગશે. ચિરાગ પણ ટોક્યો ઓલિમ્પિકમાં રમત લેવા મેન્સ ડબલ શટલમાં ભાગ લેશે. સીએમ ભવાનીદેવી ચેન્નાઈમાં રહે છે પણ તેમને તલવારબાજીમાં બહુ શોખ છે. ભવાનીની માતાએ દાગીના વેચીને ટ્રેનિગ આપવા યોગદાન આપ્યુ છે. ટોક્યો જનારા ખેલાડીઓ તેમના માટે નહી દેશ માટે જઈ રહી છે. લોકોનું દિલ જીતશે. ચિયર ફોર ઈન્ડિયા હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં પોતાના વિચારો રજૂ કરે.

  • 27 Jun 2021 11:06 AM (IST)

    mygov એપ ઉપરની ઓલિમ્પિક રમતોત્સવ અંગેની ક્વિઝમાં ભાગ લેવા દેશના યુવાનોને અનુરોધ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ફ્લાઈગ શીખ મિલ્ખાસીંગના નિધન અંગે દુખ વ્યક્ત કરતા દેશના યુવાનોને ઓલિમ્પિક રમતોત્સવ અંગેને ક્વિઝમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને મિલ્ખાસીગ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. mygov એપ ઉપરની ઓલિમ્પિક રમતોત્સવ અંગેની ક્વિઝમાં ભાગ લેવા કહ્યુ .

Published On - Jun 27,2021 11:37 AM

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">