Mann ki Baat PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મન કી બાત, દેશમાં બનેલી વસ્તુ પર ગર્વ કરો, જળસંગ્રહ માટે અભિયાન છેડાશે

| Updated on: Feb 28, 2021 | 11:43 AM

Mann ki Baat PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે મન કી બાત કાર્યક્રમ થકી, દેશને સંબોધન કરતા કહ્યુ કે, આગામી સમયમાં પાણી સંગ્રહ માટે અભિયાન હાથ ધરાશે.

Mann ki Baat PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મન કી બાત, દેશમાં બનેલી વસ્તુ પર ગર્વ કરો, જળસંગ્રહ માટે અભિયાન છેડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), આજે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ થકી દેશને સંબોધન કર્યુ. મન કી બાતના 74માં કાર્યક્રમ મારફતે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ભારતમાં બનેલી વસ્તુ પર ગર્વ હોવો એ આત્મનિર્ભર ભારતનો સફળ મંત્ર છે. ચોમાસા પૂર્વે, દેશમાં જળસંગ્રહ શક્તિ વધે તે માટે જળસંગ્રહ અભિયાન હાથ ધરાશે. આગામી મહિને યોજાનાર પરિક્ષાને લઈને પરીક્ષાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તો યુવાનોને શીખ આપતા કહ્યું તે પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે બીજા ઉપર આધાર ના રાખો. તમારા સ્વપ્નને પુરા કરવા મહેનત કરો. પરિક્ષાનો સમય આવ્યો છે ત્યારે આપણે પરિક્ષા પર ચર્ચા કરીશુ તેમ કહીને આ ચર્ચામાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલી અને શિક્ષકોને પણ જોડાવવા આહવાન કર્યુ હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Feb 2021 11:33 AM (IST)

    પરિક્ષા પર ચર્ચા કરાશે, વિદ્યાર્થી, વાલી, શિક્ષક પણ ભાગ લઈ શકશે.

    ટેલિવીઝન આવતા પૂર્વે કોમેન્ટ્રી દ્વારા લોકો ક્રિકેટ, હોકી વગેરેની રમતઅંગે રોમાચ અનુભવાતો હતો. કેમ અલગ અલગ રમત અંગે કોમેન્ટ્રી અલગ અલગ ભાષામાં હોય. ખેલ મંત્રાલય આ બાબતે વિચારે તેવો અનુરોધ કરીશ. હવે પરિક્ષાનો સમય છે. વોરિયર્સ બનવાનું છે. કોઈ અન્ય સાથે નહી પોતાની જાત સાથે જ સ્પર્ધા કરવાની છે. જે રમે તે વિકસે. જે ખેલે તે ખિલે, આ પરિક્ષામાં તમારા સર્વસ્વને બહાર લાવવાનુ છે. દર વર્ષની માફક આપણે કરીશુ પરિક્ષા પર ચર્ચા. માર્ચ પહેલા સૌને વિનતી કરુ છુ કે તમારો અનુભવ શેર કરો.  એક લાખ વિદ્યાર્થી, 40 હજાર વાલી, 10 હજાર શિક્ષકો ભાગ લઈ ચૂક્યા છે. આવનારી પરિક્ષા અંગે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા. માર્ચ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. સૌ કોઈ વ્યસ્ત હશે. પણ કોરોનાથી સાવધાની ઓછી ના કરશો.

  • 28 Feb 2021 11:29 AM (IST)

    કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે 1500 ગાઈડ સંસ્કૃતમાં ગાઈડ કરે છે

    કોઈ સૈનિક બનવા માટે પ્રેરે તો શુ તેમણે સૈન્ય હોવુ જરૂરી છે. એરીસ્સામાં નાયક સીલુ છે. જેમને નાયક સર તરીકે ઓળખવામાં આવે છે., મેન ઓન મિશન કહે છે. જેઓ એવા યુવકને મદદ કરે છે જેઓ સૈન્યમાં ભરતી થવા ઈચ્છતા હોય. આપને જાણીને આશ્ચર્ય થશે કે સીલિ નાયકે પોલીસમાં ભરતી થવા પ્રયાસ કર્યો પણ તેમાં તેઓ સફળ નહોતા થયા આથી તેમણે સૈન્યમાં ભરતી થવા માંગતા લોકોને મદદ કરે છે. હુ તમિલ ભાષા શીખવા માટે બહુ સમય ના ફાળવી શક્યો તેનો મને રંજ છે. તેમ વડાપ્રધાને કહ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે સંસ્કૃતમાં એક ગાઈડે દર્શાવ્યુ. કેવડિયામાં 1500 ગાઈડ સંસ્કૃતમાં ગાઈડ કરી રહ્યાં છે.

  • 28 Feb 2021 11:23 AM (IST)

    કાંઝીરંગામાં 112 પ્રકારના જળપક્ષીઓ જોવાયા, 58 પ્રકારના જળપક્ષી યુરોપ, મધ્ય એશિયાથી આવ્યા

    નમો એપ પર ગુડગાવના મયુરે કરેલી પોસ્ટ વાંચી. જેમણે કહ્યું કે, કાંઝીરંગામાં વોટરફોલની સંખ્યા વધી હોવા અંગે આસામના લોકોના વખાણ કર્યા. જેના કારણે જળપક્ષીનો સર્વે થયો છે. પાછલા વર્ષની સરખામણીએ 175 ટકા વધ્યા હતા. જે મુજબ કુલ 112 પ્રકારના જોવા મળ્યા છે. જેમાંથી 58 યુરોપ, સેન્ટ્રલ એશિયામાંથી આવેલ હતા. આસામમાં કાચબાની સૌથી વધુ સખ્યા પણ છે.

  • 28 Feb 2021 11:18 AM (IST)

    ભારતમાં બનેલી વસ્તુ પર ગર્વ હોવો એ જ આત્મનિર્ભર ભારતનો સફળ મંત્ર

    દેશના દરેક નાગરિક પોતાના જીવનમાં વિજ્ઞાનનો વિકાસ કરે તો પ્રગતિપંથ ઝડપી બને છે તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મ નિર્ભરની પહેલી શરત આપણા દેશમાં બનેલી વસ્તુ પર ગર્વ હોવો. આ નેશનલ સ્પીરીટ બની જાય છે તેજસ અને ભારતમાં બનેલી ટેન્ક આપણા ગર્વને વધારે છે. આપણુ માથુ ઉચુ થાય છે. દરેક ક્ષેત્રે ભારતનું ગૌરવ વધારવું પડશે. મને આનંદ છે કે આત્મનિર્ભર ભારતનો મંત્ર દેશના ગામડે ગામડે પહોચ્યો છે.

  • 28 Feb 2021 11:14 AM (IST)

    પાટણના કામરાજે, સરગવાના વિકસાવેલા બિયારણથી વિપૂલ માત્રામાં આવક રળે છે

    ચાઈલ્ડ સાયન્સ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે સાયન્સને સૌ કોઈ ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને  બાયોલોજી સાથે વિજ્ઞાનને જોડી દે છે. સાયન્સ ખરેખર તો લેન્ડ ટુ લેબ સાથે જોડવું જોઈએ. પ્રગતીશીલ ખેડૂતોની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતની વાત કરી. ગુજરાતના પાટણ જિલ્લાના કામરાજભાઈએ સરગવાના સારા બીયા વિકસાવ્યા છે. જેને સરગવો કહેવામાં આવે છે. પોતાની ઉપજને તમિલનાડુ મોકલીને આવક રળી રહ્યાં છે.

  • 28 Feb 2021 11:10 AM (IST)

    યુવાનોને મોદીની શીખ, આપણા સ્વપ્ન માટે બીજા ઉપર આધારીત ના રહો

    સંત રવિદાસ જયંતિ નિમિત્તે સંત રવિદાસને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર કહ્યું કે, સંત રવિદાસે કહ્યુ છે કે આપણે સૌ એક જ માટીમાથી બનેલા છીએ. સંત રવિદાસજીના ઉપદેશને વડાપ્રધાન મોદીએ ટાંકયા હતા. યુવાઓએ કામ કરવા માટે જૂની પુરાની રીતને બદલે, પોતાની રીતે કામ કરો. અને લક્ષ્યા પ્રાપ્ત કરો, નવુ વિચારવા માટે સંકોચ ના હોવો જોઈએ. આપણા પગ પર ઊભા રહો. આપણા સ્વપ્ન માટે બીજા ઉપર આધારિત ના રહો.

  • 28 Feb 2021 11:06 AM (IST)

    પાણી સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હાથ ધરાશે

    વડપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાત કાર્યક્રમમાં આવનારા ઉનાળાને ધ્યાને લઈને પાણીની વાત કરી. પાણીનો વપરાશ અને ઉપયોગ કેવી રીતે કરાય છે. તેની વાત કરી. દેશના વિવિધ રાજ્યોમાં પાણીનો ઉદાહરણીય રીતે કરાઈ રહેલા ઉપયોગને બિરદાવ્યો હતો.  પાણીને લઈને આપણે સામુહીક જવાબદારી વ્યક્ત કરવી જોઈએ. 100 દિવસ સુધી જળશક્તિ કેચ રેઈન અભિયાન શરુ કરાશે.

Published On - Feb 28,2021 11:33 AM

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">