Mann ki Baat Highlight: પીએમ મોદીએ કહ્યું, ‘કુદરત ત્યારે જ આપણા માટે ખતરો ઉભો કરે છે જ્યારે આપણે તેના સંતુલનને ખલેલ પહોંચાડીએ છીએ’

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 12:19 PM

Mann ki Baat November 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' માં કહ્યું, આપણો આ પરિવાર સતત વિકસી રહ્યો છે, મન સાથે જોડાઈ રહ્યો છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યો છે અને આપણા ગાઢ થતા સંબંધો અમારી અંદર સતત સકારાત્મકતાનો પ્રવાહ બનાવે છે.'

Mann ki Baat Highlight: પીએમ મોદીએ કહ્યું, 'કુદરત ત્યારે જ આપણા માટે ખતરો ઉભો કરે છે જ્યારે આપણે તેના સંતુલનને ખલેલ પહોંચાડીએ છીએ'
PM Modi's mann ki baat

Mann Ki Baat Modi Ke Sath : મન કી બાતના (Mann ki Baat) 83મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) કહ્યું, ‘દેશ ડિસેમ્બરમાં નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે મનાવવા જઈ રહ્યો છે. આ ઉપરાંત 16 ડિસેમ્બર એ 1971ના યુદ્ધનું સ્મારક જયંતી વર્ષ પણ છે.

પીએમ મોદીએ કહ્યું, ‘હંમેશાની જેમ આ વખતે પણ મને NaMo એપ અને MyGov પર તમારા બધા તરફથી ઘણા બધા સૂચનો મળ્યા છે. મને તમારા પરિવારનો એક ભાગ માનીને તમે તમારા જીવનના સુખ-દુઃખ પણ મારી સાથે વહેંચ્યા છે. સૂચનોમાં ઘણા યુવાનો અને વિદ્યાર્થીઓ પણ સામેલ છે. મને ખરેખર ગમે છે કે ‘મન કી બાત’નો આપણો આ પરિવાર સતત વિકસી રહ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Nov 2021 12:13 PM (IST)

    સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું મોટું યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું યોગદાન ઘણું મોટું છે. રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારીબાઈ જેવા હીરો પણ અહીંયા જ થયા અને મેજર ધ્યાનચંદ જેવા ખેલ રત્ન પણ આ પ્રદેશે દેશને આપ્યા છે.

  • 28 Nov 2021 11:50 AM (IST)

    દેશમાં આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરાઇ: પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે આઝાદીમાં તેના આદિવાસી સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને દેશે પણ આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે દેશના વિવિધ ભાગોમાં ગૌરવ સપ્તાહને લઇને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, જારાવા અને ઓંગે જેવા આદિવાસી સમુદાયોના લોકોએ તેમની સંસ્કૃતિને જીવંત પ્રદર્શિત કરી.

  • 28 Nov 2021 11:31 AM (IST)

    માત્ર યુદ્ધના મેદાનમાં જ વીરતા બતાવવામાં આવે તે જરુરી નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવ્યુ કે જરુરૂી નથી કે બહાદુરી માત્ર યુદ્ધના મેદાનમાં જ બતાવવામાં આવે, તેમણે જણાવ્યુ કે જ્યારે બહાદુરીનો વિસ્તાર થાય છે, ત્યારે દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગે છે.

  • 28 Nov 2021 11:26 AM (IST)

    સરકારી યોજનાથી ગરીબોને લાભ મળ્યો : PM

    મન કી બાતમાં વડાપ્રધાને જણાવ્યું કે, સરકાર લોકો માટે યોજના બનાવે છે. તેમણે એમ પણ જણાવ્યુ કે સરકારના પ્રયાસોથી અને સરકારની યોજનાઓથી કોઈ પણ જીવન કેવી રીતે બદલાયું, તે બદલાયેલા જીવનનો અનુભવ કેવો છે? તેની જાણકારી મેળવીને મનને સંતોષ પણ મળે છે અને તે યોજનાને લોકો સુધી લઈ જવાની પ્રેરણા પણ મળે છે.

  • 28 Nov 2021 11:21 AM (IST)

    પ્રકૃતિનું સંરક્ષણ જરૂરી : પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે પ્રકૃતિને જ્યારે ખલેલ પહોંચી છે ત્યારે સામે આપણને ખતરો ઊભો થાય છે. તેમણે જણાવ્યુ કે જ્યારે આપણે પ્રકૃતિની શુદ્ધતા નષ્ટ કરીએ ત્યારે જ કુદરત આપણા માટે ખતરો ઉભો કરે છે. કુદરત આપણને માતાની જેમ અનુસરે છે અને આપણી દુનિયાને નવા રંગોથી ભરી દે છે. ત્યારે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવુ જોઇએ.

  • 28 Nov 2021 11:16 AM (IST)

    અમૃત મહોત્સવ દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે : પીએમ મોદી

    મન કી બાતમાં અમૃત મહોત્સવ વિશે ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે પંચાયતથી લઇને સંસદ સુધી અમૃત મહોત્સવની ગૂંજ જોવા મળી છે. દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકાર આ ઉત્સવને લગતા કાર્યક્રમ ચાલુ રાખે છે. તેમણે જણાવ્યુ કે અમૃત મહોત્સવ શીખવાની સાથે સાથે દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે.

  • 28 Nov 2021 11:08 AM (IST)

    દેશના શહીદોને દિલથી નમન: PM મોદી

    મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ડિસેમ્બર મહિનામાં દેશ નૌકાદળ દિવસ અને આર્મ્ડ ફોર્સ દિવસ પણ ઉજવે છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધ વર્ષની સુવર્ણ જયંતિની ઊજવણી  પણ દેશ કરશે.

  • 28 Nov 2021 11:00 AM (IST)

    વડાપ્રધાને કહ્યુ સત્તામાં નહીં સેવામાં રહેવા માગુ છુ

    PM મોદીએ મન કી બાતમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી રાજેશ કુમાર પ્રજાપતિ સાથે વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાના ફાયદા વિશે પૂછ્યું તો રાજેશ પ્રજાપતિએ કહ્યું કે આ યોજનાથી મને ઘણો ફાયદો થયો છે, સર, હું હંમેશા તમને સત્તામાં જોવા માગુ છું. તેના પર પીએમ મોદીએ કહ્યું કે મને સત્તામાં જવાના આશીર્વાદ ન આપો, હું ગરીબોની સેવા માટે છું.

Published On - Nov 28,2021 10:54 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">