Mann ki Baat PM Modi Live: કોરોના રસીકરણના મહાઅભિયાનની વિશ્વમાં લેવાઈ રહી છે નોંધઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi ) આજે 28 માર્ચ 2021ના રોજ સવારે 11 વાગે રેડીયો કાર્યક્રમ મન કી બાત ( Mann ki Baat ) દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે રસીકરણ અંગે, ખેડૂતો દ્વારા મધની કરાઈ રહેલી ખેતી, દેશની દિકરીઓ વિવિધ ક્ષેત્રે મેળવી રહેલી નામના અંગે વાત કરી હતી.

 • Bipin Prajapati
 • Published On - 11:34 AM, 28 Mar 2021
Mann ki Baat PM Modi Live: કોરોના રસીકરણના મહાઅભિયાનની વિશ્વમાં લેવાઈ રહી છે નોંધઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓને કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi ) આજે 28 માર્ચ 2021ના રોજ સવારે 11 વાગે રેડીયો કાર્યક્રમ મન કી બાત ( Mann ki Baat ) દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આઝાદીના અમૃત મહોત્સવ અંગે વાત કરી. તો ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન લગાવેલા જનતા કરફ્યુ અને લોકડાઉનની વાત કરીને હાલ ભારતમાં ચાલી રહેલા કોરોના રસીકરણના મહાઅભિયાનની વિશ્વમાં નોંધ લેવાઈ હોવાનું જણાવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દિવાદાડીને પ્રવાસન પ્રવૃતિ સાથે સાંકળવા, આઝાદી સાથે જોડાયેલા સ્થળોનો અમૃત મહોત્સવ દરમિયાન મુલાકાત લેવા સુચન કર્યું હતું. દિકરીઓ આજે અનેક ક્ષેત્રે નામના મેળવી રહી હોવાના દાખલા સાથે વાત કરી હતી. પ્રાંકૃતિક સામે પ્રકૃતિ બચાવવાની વાત કરી હતી.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સુરેન્દ્રનગરના ઝીઝુવાડીયાની દિવાદાંડી દરિયાકાઠેથી 100 કિલોમીટર દૂર છે જે એક સમયે દરિયો ઘુઘવતો હોવાનું સુચવે છે તેમ જણાવ્યુ હતું.  તો બનાસકાંઠાના ખેડૂતો દ્વારા મધના કરાઈ રહેલા ઉત્પાદનને પણ બિરદાવ્યું હતું.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 28 Mar 2021 11:34 AM (IST)

  વિવિધ તહેવારનો ભક્તિભર્યો માહોલ એકબીજાને સાથે લાવે છે

  ભારતના લોકો વિશ્વમાં જ્યા પણ જાય ત્યા ગર્વથી કહે છે કે અમે ભારતીય છીએ. આપણી પ્રાદેશીક ભાષા, સાંસ્કૃતિ ધરોહરનું રક્ષણ કરવાનું છે. આસામના શિકારી કિસો, કારબી ભાષાનું ડોક્યુમેશન કરી રહયા છે. કારબી આજે મુખ્ય ધારાથી વિમૂખ થઈ ગયા છે. આજે તેમના પ્રયાસથી કારબી ભાષાની જાણકારીનું દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે. મનકી બાત કાર્યક્રમ થકી અભિનંદન આપુ છુ. નવી શરૂઆત બહુ ખાસ હોય છે. ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહી છે. હોળી, વસંતના ઉત્સવ તરીકે ઉજવાય છે. રંગોની સાથે હોળી મનવાઈ રહે છે ત્યારે વસંતપણ ખીલે છે. દેશના વિભિન્ન પ્રાંતમાં નવું વર્ષ મનાવાશે. નવુ વર્ષ ઉજવાશે. ચૈત્રી નવરાત્રી પણ શરુ થશે. નવમા નોરતાએ રામનવમી ઉજવાશે. આ ભક્તિભર્યો માહોલ એકબીજાને સાથે લાવે છે. 4 એપ્રિલે ઈસ્ટર મનાવાશે. 14 એપ્રિલે ડો બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પણ આવે છે. તે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વિશેષ મહત્વ છે.

 • 28 Mar 2021 11:27 AM (IST)

  પ્રાકૃતિક તબાહીને પ્રકૃતિ જ બચાવી શકે

  વિશ્વ ચકલી દિવસનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપિલ કરી કે ચકલીની વૃધ્ધિ થાય તેના માટે પ્રયાસો કરવા જોઈએ. પ્રાકૃતિક તબાહીને પ્રકૃતિ જ બચાવી શકે. દરિયાકાંઠે 25 એકરમાં મેન્ગ્રુવ્જનું જંગલ બનાવ્યુ છે. આવા કામમાં સમાજને સાથે જોડવાનું છે. તમિલનાડુના બસના કન્ડકટર ટિકીટની સાથે છોડ વિના મુલ્યે આપે છે. આમ કરીને તેઓ અનેક છોડ રોપાવડાવીને અનેક વૃક્ષ ઉગાડાવ્યા છે. તેમની કામગીરીને બિરદાવવી જોઈએ.

 • 28 Mar 2021 11:24 AM (IST)

  દેશમાં સવા લાખ ટન મધનું ઉત્પાદન થઈ રહ્યું છે

  ગુજરાતના બનાસકાંઠામાં 2016માં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને અપિલ કરાઈ હતી. જેને ખેડૂતોએ વધાવી લીધી છે. બનાસકાંઠાના ખેડૂતોએ કેમ મધનું ઉત્પાદન કરે. આજે લાખ્ખો રૂપિયાનું મદ ઉત્પાદન થાય છે. આવુ જ હરિયાણામાં છે. હની બીફાર્મનો ઉપયોગ કરીને વર્ષે સવા લાખ ટન ઉત્પાદન થઈ રહ્યું છે. ફાર્મા, ફ્ડુ, કોસ્મેટીક ક્ષેત્રે મોટી માંગ છે. મદની માગ રોજબરજો વધી રહી છે. ખેતીની સાથેસાથે બી ફાર્મ સાથે જોડાય તો તેમની આવક પણ વધશે.

 • 28 Mar 2021 11:23 AM (IST)

  ઝીઝુંવાડિયાની દિવાદાંડી સુચવે છે કે એક સમયે અહી સમુદ્દ હતો

  ગુજરાતના સુરેન્દ્રનગરના ઝીઝુવાડીયામાં દિવાદાંડી છે. આ દિવાદાંડી દરિયાકાઠેથી 100 કિલોમીટર દુર છે. ઝીઝુંવાડીયાની દિવાદાંડીની આસપાસના પથ્થરો ઘણુ બધુ કહી જાય છે.  અહીયાના પથ્થરો બતાવે છે કે અહીયા એક સમયે સમૃધ્ધ સમૃદ્રકાઠો હતો. જાપાનમાં આવેલ વિકરાળ સુનામીને 10 વર્ષ થશે. 2004માં ભારતમાં આવી સુનામી આવી હતી. લાઈટહાઉસમાં કામ કરતા 14 કર્મચારીઓને ગુમાવી ચૂકયા હતા. તેમને શ્ર્ધ્ધાજંલિ આપુ છુ.

   

 • 28 Mar 2021 11:17 AM (IST)

  દિવાદાંડી હેરીટેજ મ્યુઝીયમ બનાવવા વડાપ્રધાનનું સુચન

  મરીન કોન્ફરન્સ સમયે, દિવાદાંડીની આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, ભારતના સૌથી જૂના લાઈટહાઈસ મહાબલિપુરમ લાઈટ હાઉસ છે. તામિલનાડુના ચેન્નાઈ અને મહાબલિપુરમ લાઈટહાઉસને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાશે. એક લાઈટહાઉસમાં તો લિફ્ટ પણ છે. લાઈટ હાઉસ હેરીટેજ મ્યુઝ્યિમ બનાવવાની વાત કરાઈ છે.

 • 28 Mar 2021 11:13 AM (IST)

  દરેક ક્ષેત્રે દેશની દિકરીઓ અલગ ઓળખ બનાવી રહી છે

  મિતાલી રાજેનો વિક્રમને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 7000 રન કરનાર એક માત્ર મહિલા ખેલાડી છે. મિતાલીએ હજ્જારો લાખો લોકોને પ્રોત્સાહિત કર્યા છે. આ માર્ચ મહિનામાં મહિલા દિવસ ઉજવતા હતા ત્યારે મહિલાએ વિક્રમ અને એવોર્ડ પોતાના નામે કર્યા છે. દરેક ક્ષેત્રે દેશની દિકરીઓ અલગ ઓળખ બનાવી રહી છે.

 • 28 Mar 2021 11:11 AM (IST)

  ભારત વિશ્વમાં મોટી રસીકરણ ઝુંબેશ ચલાવી રહ્યું છે.

  નવા સંકલ્પ કરવા, સમાજ, દેશ અને ભારતના ઉજ્જલ ભવિષ્ય માટે સંકલ્પ કરવા અપિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગયા વર્ષે જનતા કરફ્યુ શબ્દ સાંભળ્યો. અને અનુશાસન વિશ્વ માટે અચરજરૂપ થઈ ગયું હતું. થાળી, તાળી વગાડવી, દિવા કરવાની પ્રવૃતિ કોરોના વોરિયર્સ માટે પ્રેરાણારૂપ છે. આજે ભારત વિશ્વમાં મોટી રસીકરણ ઝુંબેશ ચલાવી રહ્યું છે. જોનપુરમાં 109 વર્ષના મહિલાએ, દિલ્લીના 107 વર્ષના વૃધ્ધે કોરોનાની રસી લીધી અને લોકોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. લોકો વેક્સિન લઈને સોશિયલ મિડીયામાં ફોટો પોસ્ટ કરી રહ્યાં છે. આ સરહાનિય છે. વેક્સિનસેવા.

 • 28 Mar 2021 11:07 AM (IST)

  આઝાદી સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છાને બરદાવી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓને સંબોધતા હોળીની શુભેચ્છાઓ આપતા કહ્યું કે 75માં કાર્યક્રમ અંગે સૌને શુભેચ્છાઓ આપુ છુ. આઝાદીની લડતના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્વાતંત્ર્ય સાથે જોડાયેલા 10 સ્થળોની મુલાકાત લેવા ઝારખંડના નવિને જણાવ્યુ છે. આ વિચાર અંગે નવિન અભિનંદનને પાત્ર છે. અમૃત મહોત્સવ દરમિયાન આવા સ્થળોને જોડવા જરૂરી છે. પ્રેરણાદાયી અમૃતબિદુ ધારા બની જશે.