MAAN KI BAAT Highlights : કોરોના સામે હજી પણ સાવધાની અને સતર્કતા રાખવાની છે, રેડિયો કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 12:01 PM

પીએમ મોદીએ તાજેતરમાં જ તેમના મન કી બાત કાર્યક્રમના 80 મા એપિસોડ માટે દેશવાસીઓ પાસેથી સૂચનો માંગ્યા હતા.

MAAN KI BAAT Highlights :  કોરોના સામે હજી  પણ સાવધાની અને સતર્કતા રાખવાની છે, રેડિયો કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી
મન કી બાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધિત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે યુવા પેઢીમાં મોટો બદલાવ નજર આવી રહ્યો છે. તેમણે કહ્યુ આજનો યુવા જૂની રીત કરતા કંઇક નવુ કરવા ઇચ્છે છે અલગ કરવા ઇચ્છે છે . સ્પેસ સેક્ટરને ખોલ્યા બાદ કેટલાક યુવા તેમાં રુચિ લઇને આગળ આવ્યા. આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટઅપ કલ્ચરનો વિસ્તાર થઇ રહ્યો છે અને તેમાં હું ઉજજવળ ભવિષ્યના સંકેત જોઇ રહ્યો છું

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યુ કે દેશમાં 62 કરોડથી વધારે કોરોના વેક્સીનના ડોઝ અપાઇ ચૂક્યા છે પરંતુ આપણે સાવધાની રાખવાની છે. તેમણે કહ્યુ દવાઇ પણ કડકાઇ પણ તેમણે કહ્યુ કે આ સમય આઝાદીના 75માં વર્ષનો છે. આ વર્ષે તો આપણે દરરોજ નવો સંકલ્પ લેવાનો છે, નવુ વિચારવાનો છે અને કંઇક નવુ કરવાનો પોતાનો ઉત્સાહ વધારવાનો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Aug 2021 11:47 AM (IST)

    કોરોના સામે સાવધાની અને સતર્કતા અત્યારે પણ રાખવાની છે – પીએમ મોદી

    પીએમ મોદીએ કાર્યક્રમના અંતમાં કહ્યુ કે દેશમાં 62 કરોડથી વધારે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની છે સતર્કતા રાખવાની છે. તેમણે કહ્યુ દવાઇ પણ અને કડકાઇ પણ તેમણે કહ્યુ કે આ સમય આઝાદીના 75 વર્ષનો છે. આ વર્ષે આપણે રોજ નવા સંકલ્પ લેવાના છે. નવુ વિચારવાનુ છે અને કંઇક નવુ કરવાનો પોતાનો ઉત્સાહ વધારવાનો છે.

  • 29 Aug 2021 11:43 AM (IST)

    સંસ્કૃત ભાષા સાહિત્યમાં માનવતા અને જ્ઞાનનું દર્શન -પીએમ

    સંસ્કૃત ભાષાને લઇ પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યુ કે આપણી આ ભાષા સરસ પણ છે અને સરળ પણ છે. તેમણે કહ્યુ સંસ્કૃત પોતાના વિચારો,પોતાના સાહિત્યના માધ્યમથી ,જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાનુ પણ પોષણ કરે છે. તેને મજબૂત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં માનવતા, અને જ્ઞાનનુ એવુ જ દિવ્ય દર્શન છે. જે કોઇને પણ આકર્ષિત કરી શકે છે.

  • 29 Aug 2021 11:35 AM (IST)

    જોખમ લેવા માટે યુવાનુ મન ઉછળી રહ્યુ છે : પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યુ કે આજે જોખમ લેવા માટે યુવાનુ મન ઉછળી રહ્યુ છે. તેમણે કહ્યુ આજે જ્યાં પણ જુઓ, કોઇપણ પરિવારમાં જઇને યુવા સાથે વાત કરો તો તે પોતાની પારંપરિક પરંપરાઓથી હટીને કહે છે કે હું તો સ્ટાર્ટ-અપ કરીશ,સ્ટાર્ટઅપમાં ચાલ્યો જઇશ

  • 29 Aug 2021 11:30 AM (IST)

    પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાનને લઇ બિહારના મધુબનીની ચર્ચા કરી

    બિહારના મધુબની જિલ્લામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વવિદ્યાલય અને ત્યાંના સ્થાનીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ મળીને એક સારો પ્રયાસ કર્યો છે. વિશ્વવિદ્યાલયની આ પહેલનુ નામ છે-સુખેત મૉડલ આનો ઉદેશ્ય ગામના પ્રદૂષણને ઓછુ કરવાનો છે.

  • 29 Aug 2021 11:22 AM (IST)

    સ્વચ્છ ભારત અભિયાન મંદ ન પડવુ જોઇએ : પીએમ મોદી

    પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ સ્વચ્છ ભારત અભિયાન મંદ ન પડવુ જોઇએ. સ્વચ્છ ભારતમાં ઇન્દોર નંબર -1 પર છે.ઇન્દોર વાસીઓ હજી પણ સ્વચ્છતાને લઇ કામ કરે છે.

  • 29 Aug 2021 11:20 AM (IST)

    દેશમાં ખેલ-કૂદ સ્પૉર્ટસ હવે થંભવાનુ નથી : પીએમ મોદી

    પ્રધાનમંત્રીએ કહ્યુ કે દેશમાં ખેલ-કૂદ, સ્પોર્ટસ, સ્પૉર્ટસમેન સ્પિરિટ હવે થંભવાની નથી, તેમણે કહ્યુ કે આ મોમન્ટમને પારિવારિક જીવનમાં સામાજિક જીવનમાં રાષ્ટ્ર જીવમાં સ્થાયી બનવાનુ છે. ઉર્જા ભરી દેવાની છે, નિરંતર નવી ઉર્જાથી ભરવાનુ છે.

  • 29 Aug 2021 11:11 AM (IST)

    યુવા પેઢીમાં બદલાવ નજર આવી રહ્યો છે : પીએમ મોદી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યુ કે યુવા પેઢીમાં મોટો બદલાવ નજર આવી રહ્યો છે. કહ્યુ આજનો યુવા જુની રીત કરતા કંઇક નવુ કરવા ઇચ્છે છે. અલગ કરવા ઇચ્છે છે. સ્પેસ સેક્ટરને ખોલ્યા બાદ યુવા તેમાં રુચિ લઇ આગળ આવે

  • 29 Aug 2021 11:05 AM (IST)

    આજના યુવાઓ સ્ટાર્ટ અપ કરીને પોતાની શક્તિનો પરિયચ કરાવી રહ્યાં છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, બાળકો ખેલમાં આગળ વધે તો માબાપને ખુશી થાય છે. ખેલકુદની વાત આવે તો યુવા પેઢી નજર સામે આવે છે. પરંપરાગતને બદલે કઈક નવુ કરવા માગે છે. નવો રસ્તો અપનાવે છે. અજાણી જગ્યાએ કદમ મૂકવા માગે છે. દિવસ રાત મહેનત કરે છે. સ્પેશ સેકટરને ખુલ્લુ મૂકતા યુવાઓએ તે તકને ઝડપી લીધી. આવનારા દિવસોમાં યુવા, વિદ્યાર્થીઓ તક ઝડપની આગળ વધશે. સ્ટાર્ટઅપ કરવા તેયાર છે.

Published On - Aug 29,2021 11:01 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">