પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો મોદી સરકાર પર હુમલો, ઈકોનોમી સુધારવા આપી આ 3 ટીપ્સ

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે લોકડાઉન અને દેશમાં આવેલી આર્થિક મંદી પર વાત કરી. મનમોહન સિંહે કહ્યું કે આ મંદી આવવી લગભગ નક્કી હતી. તેની સાથે જ પૂર્વ વડાપ્રધાને તેનાથી ભારતને બહાર લાવવા માટેની ટીપ્સ પણ આપી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે દેશમાં લોકડાઉન લગાવવુ સરકાર તરફથી ઝટકો આપવા જેવું હતું. જેના કારણે લોકોને ખુબ […]

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો મોદી સરકાર પર હુમલો, ઈકોનોમી સુધારવા આપી આ 3 ટીપ્સ
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 21, 2020 | 10:31 AM

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે લોકડાઉન અને દેશમાં આવેલી આર્થિક મંદી પર વાત કરી. મનમોહન સિંહે કહ્યું કે આ મંદી આવવી લગભગ નક્કી હતી. તેની સાથે જ પૂર્વ વડાપ્રધાને તેનાથી ભારતને બહાર લાવવા માટેની ટીપ્સ પણ આપી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે દેશમાં લોકડાઉન લગાવવુ સરકાર તરફથી ઝટકો આપવા જેવું હતું. જેના કારણે લોકોને ખુબ નુકસાન થયું. તેમને કહ્યું કે તેની અચાનક જાહેરાત અને કડક અમલ અસંવેદનશીલ પગલું હતું.

manmohan singh attack modi government on slowdown and tell three steps to revive economy Former PM Manmohan Singh no modi sarkar par humlo economy sudharva aapi aa 3 tips

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મનમોહનસિંહે તે પગલાંની ચર્ચા કરી જેના દ્વારા ઈકોનોમીને ફરીથી સ્ટાર્ટ કરવામાં આવી શકે છે. મનમોહનસિંહે વધુમાં કહ્યું કે સૌથી પહેલા સરકારને ડાયરેક્ટ ટેક્સ ટ્રાન્સફર કરી લોકોની મદદ કરવી જોઈએ. જેનાથી તેમની ખરીદશક્તિ બનેલી રહે. બીજી વાત કહી કે બિઝનેસ લોન પર જોર આપવું પડશે, જેનાથી લોકોની પાસે વેપાર માટે પૈસા રહે અને ત્રીજી વાત કહી કે નાણાકીય ક્ષેત્રને નિર્ધારિત કરવું પડશે જે સંસ્થાકીય સ્વાયત્તતા દ્વારા કરી શકાય છે.

આ પણ વાંચો: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે કરી અપીલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati