AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં એકનું મોત, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણની ખાતરી આપી

Manipur Violence: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી એન બિરેન સિંહે બધાને શાંતિની અપીલ કરી છે. સીએમએ કહ્યું કે વર્તમાન સંકટને કારણે રાજ્યના લોકો ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે એક પગલું પાછળ હટીને શાંતિનો મોકો આપવામાં આવે.

Manipur Violence:  મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં એકનું મોત, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણની ખાતરી આપી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 9:27 AM
Share

Manipur Violence: એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં મણિપુરમાં સ્થિતિ પાટા પર નથી આવી. રાજ્યમાં હિંસાની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. સોમવારે પણ રાજ્યમાં હિંસા જોવા મળી હતી, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેના બાજી સંભાળી રહી છે. બીજી બાજુ, Meitei અને Kuki બંને સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકોમાં ભાગ લેશે નહીં. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસે પણ સોમવારે થયેલી હિંસાની પુષ્ટિ કરી છે. હિંસા ચુરાચંદપુર જિલ્લાના લૈલોઈફોઈ વિસ્તારમાં થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. હિંસામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ 22 વર્ષીય એન મુએનસાંગ તરીકે થઈ છે, જે ગ્રામ્ય સંરક્ષણ સ્વયંસેવક છે.

આ હિંસા એવા સમયે થઈ જ્યારે 51 સભ્યોની શાંતિ સમિતિના વડા રાજ્યપાલ અનુસુયા ઉઇકે ઘટનાના બે દિવસ પહેલા શનિવારે ચુરાચંદપુરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ત્રણ રાહત કેમ્પની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજ્યમાં હિંસા શરૂ થયા બાદ આ પ્રથમ વખત હતો, જ્યારે રાજ્યપાલ હિંસા પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓના શિક્ષણની ખાતરી

અહીં રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે સોમવારે હિંસા પીડિતોને સમર્થન આપ્યું હતું અને વિદ્યાર્થીઓના શિક્ષણની શરૂઆતનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય CMએ બીજી ઘણી મહત્વની જાહેરાતો કરી. વિસ્થાપિતોને ઘર આપવાની ખાતરી આપી. તેમણે લોકોને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર રાજ્યના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહેશે અને હિંસામાં નાશ પામેલા ઘરોનું પુનઃનિર્માણ કરવામાં આવશે.

47000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે

જણાવી દઈએ કે હિંસા બાદથી સેંકડો વિદ્યાર્થીનીઓએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર, હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 47,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આમાં એવા સેંકડો લોકો છે જેમના ઘર બરબાદ થયા છે. ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર પહોંચ્યા હતા. જેમાં તેમણે હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન જ શાહે હિંસાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">