West Bengal Election 2021 : મમતાને મળશે તાજ કે સુવેન્દુ બનશે સરતાજ, રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ

પશ્ચિમ બંગાળમાં સાંજે 6 વાગ્યા સુધી 80.43 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મતદાનની સાથે રાજ્યમાં રાજકીય હુમલાઓ પણ તીવ્ર થઈ રહ્યા છે. મમતા બેનર્જીએ બંગાળના જયનગરમાં રેલીને વડા પ્રધાન મોદીના સંબોધન પર પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે વડા પ્રધાન મોદી મતદાનના દિવસે કેમ રેલી કરે છે. મતદારોને પ્રભાવિત કરવાનો આ પ્રયાસ છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે.

  • tv9 webdesk33
  • Published On - 20:01 PM, 1 Apr 2021
West Bengal Election 2021 : મમતાને મળશે તાજ કે સુવેન્દુ બનશે સરતાજ, રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં સાંજે 6 વાગ્યા સુધી 80.43 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મતદાનની સાથે રાજ્યમાં રાજકીય હુમલાઓ પણ તીવ્ર થઈ રહ્યા છે. મમતા બેનર્જીએ બંગાળના જયનગરમાં રેલીને વડા પ્રધાન મોદીના સંબોધન પર પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે વડા પ્રધાન મોદી મતદાનના દિવસે કેમ રેલી કરે છે. મતદારોને પ્રભાવિત કરવાનો આ પ્રયાસ છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. અગાઉ સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા હતા અને રાજ્યપાલ જગદીપ ધનખડને લોકોને મતદાનથી વંચિત રખાતા હોવાની ફરિયાદ કરી હતી. જો કે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ સીએમ મમતા બેનર્જીનું નંદીગ્રામ બેઠક પરથી  ભાવી ઈવીએમમાં  સીલ થયું છે.

સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા

West Bengal ના સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા અને રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કર્યો હતો. તેમણે રાજ્યપાલ સાથે તેમના સમર્થકોની સામે વાત કરતા કહ્યું હતું કે સ્થાનિક લોકોને પોતાનો મત આપવા દેવામાં નથી આવતો . હું સવારથી જ આ વિસ્તારમાં છું. હવે હું તમને અપીલ કરું છું. કૃપા કરી આ મુદા પર ધ્યાન આપો. ‘

મતદાન કરતા અટકાવવામાં આવી રહ્યા છે

West Bengal  અને આસમમાં વિધાનસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં, મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે નીકળી રહ્યા છે. દરમિયાન, ટીએમસી કાર્યકરોની ફરિયાદ પર બંગાળના સીએમ મમતા બેનર્જી ખુદ મતદાન મથક પર પહોંચી ગયા છે. ટીએમસીના લોકોનું કહેવું છે કે તેમને મતદાન કરતા અટકાવવામાં આવી રહ્યા છે.

બીજા તબક્કામાં કુલ 171 ઉમેદવારો મેદાનમાં

West Bengal માં આજે બીજા તબક્કાના 30 બેઠકો પર મતદાન શરૂ થયું  હતું. પ્રથમ તબક્કામાં પણ 30 બેઠકો માટે મતદાન થયું હતું આ 30 માંથી 8 બેઠકો અનામત છે. બંગાળમાં કુલ 10,620 મતદાન મથકો છે. બીજા તબક્કામાં કુલ 171 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 19 મહિલા ઉમેદવાર છે. આજે લગભગ 75,94, 549 મતદારો મતદાન કરશે.

સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી

West Bengal માં આજે જે 30 બેઠકો પર મતદાન ચાલી થયું  તેમાં બાંકુરામાં 8, દક્ષિણ 24 પરગણાની 4, ઉત્તર મિદનાપુરની 9, પૂર્વ મિદનાપુરની 9 બેઠકો સામેલ છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો સાથે 152 પુરુષ ઉમેદવારો પણ મેદાનમાં હતાં . મતદાન માટે 3,210 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચાર વિધાનસભા મત વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એકલા નંદીગ્રામમાં, સુરક્ષા માટે 22 કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી . દરેક સંવેદનશીલ બૂથ પર 2 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક બૂથ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતાં.

મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જોરદાર લડત

West Bengal ની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત નંદીગ્રામમાં આજે મતદાન ચાલી રહ્યું છે. અહીં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે લડાઇ હતી . સુવેન્દુ અધિકારીએ અહીં વિકાસના નામે મત માંગ્યા હતા. આ ચૂંટણીમાં નંદીગ્રામ બેઠકને હાઈ-પ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારીએ  મમતા બેનર્જીને અહીં 50 હજાર મતોથી હરાવવાનો દાવો કર્યો છે, જ્યારે મમતા દીદી માટે હવે આ બેઠક સ્વાભિમાનની લડત બની  હતી.