AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમતા બેનર્જી એક એવી મહિલા નેતા જે મોદી-શાહને પણ ગાંઠતી નથી, જાણો કેવા સંજોગોમાં ડાબેરીઓને સત્તામાંથી ઉખાડી ફેક્યાં

ગરીબ પરિવારમાં જન્મેલી મમતા બેનર્જી 17 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને યોગ્ય સારવાર પણ ન મળી શકી. આવી સ્થિતિમાં ઘરની જવાબદારી મમતાના ખભા પર આવી ગઈ.

મમતા બેનર્જી એક એવી મહિલા નેતા જે મોદી-શાહને પણ ગાંઠતી નથી, જાણો કેવા સંજોગોમાં ડાબેરીઓને સત્તામાંથી ઉખાડી ફેક્યાં
Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2024 | 4:16 PM
Share

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જીદ્દ અને જુસ્સાનું જીવંત ઉદાહરણ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી સરકારની પોલીસે, એક સમયે મમતા બેનર્જીને કોલકાતાના ધર્મતલા ચારરસ્તા પર લાકડીઓ વડે માર માર્યો હતો, તે જ સમયે મમતાએ, ડાબેરી સરકારને બંગાળમાંથી સત્તા પરથી હટાવવાનો સંકલ્પ કર્યો, પોતાનો સંકલ્પ પૂરો કરવામાં મમતા સફળ રહી. આજે એ જ મમતા બેનર્જીનો જન્મદિવસ છે. ચાલો જાણીએ મમતા બેનર્જીના સંઘર્ષની વાતો.

મમતા બેનર્જી અથવા મમતા બંદ્યોપાધ્યાયનો જન્મ 5 જાન્યુઆરી, 1955ના રોજ કલકત્તા (હાલમાં કોલકાતા કહેવાય છે) માં એક ગરીબ પરિવારમાં થયો હતો. બંગાળીમાં, બંદ્યોપાધ્યાયને બેનર્જી લખવામાં, વાંચવામાં અને બોલવામાં આવે છે. ત્યારે કોને ખબર હતી કે ગરીબ પરિવારમાં જન્મેલી આ છોકરી એક દિવસ ઈતિહાસ સર્જશે.

કોણ જાણતુ હતુ કે આ ગરીબ ઘરની યુવતી એક દિવસ, સતત 34 વર્ષથી બંગાળમાં સત્તામાં રહેલા ડાબેરી પક્ષોને બહારનો રસ્તો બતાવશે. પરંતુ પશ્ચિમ બંગાળમાં આવું થયું, જેના માટે મમતા બેનર્જીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને ઘણું સહન કરવું પડ્યું. ગરીબના ઘરથી પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન બનવા સુધીની સફર આસાન રહી નથી.

મમતા બેનર્જી 17 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને યોગ્ય સારવાર પણ ન મળી શકી. આવી સ્થિતિમાં ઘરની જવાબદારી મમતાના ખભા પર આવી ગઈ. તેથી તેણે બૂથ પર દૂધ પણ વેચ્યું પરંતુ હાર ન માની. દીદી તરીકે ઓળખાતી મમતાએ કલકત્તાની યોગમાયા દેવી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક ઇતિહાસમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે યોગેશ ચંદ્ર ચૌધરી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી.

સૌથી યુવા સાંસદ બન્યા

મમતાને ખૂબ જ નાની ઉંમરે રાજકારણમાં રસ પડ્યો અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઈ. પહેલા તેને મહિલા કોંગ્રેસ અને પછી ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા. 1975માં તેમને પશ્ચિમ બંગાળમાં ઈન્દિરા કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા. 1978 માં, તેણી કલકત્તા દક્ષિણ જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે ચૂંટાઈ. 1984માં મમતા કલકત્તા સાઉથ સીટ પરથી જીતીને પહેલીવાર લોકસભામાં પહોંચી હતી. તે સમયે, તે આઠમી લોકસભામાં દેશના સૌથી યુવા સાંસદ હતા.

1991 માં, જ્યારે મમતા ફરીથી સાંસદ બન્યા, ત્યારે તેમને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. આ પછી મમતાએ પાછું વળીને જોયું નથી. 1996માં તે ફરીથી લોકસભામાં પહોંચી, જો કે, 1997માં તેણે કોંગ્રેસથી અલગ થઈને પોતાની નવી પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામથી બનાવી, જે આજે બંગાળમાં સરકાર ચલાવી રહી છે.

જીવલેણ હુમલામાં ઘાયલ

મમતા બેનર્જીનો રાજકારણમાં આવવાનો એક જ ઉદ્દેશ્ય હતો, બંગાળમાં દાયકાઓથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષોને જડમૂળથી ખતમ કરવાનો. આ માટેના સંઘર્ષ દરમિયાન, 16 ઓગસ્ટ 1990 ના રોજ તેમના પર જીવલેણ હુમલો થયો. જેના કારણે તેમને એક મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. વર્ષ 1993માં, મમતા બેનર્જીએ ફોટો સાથે મતદાર ઓળખપત્રની માંગણી કરી અને કલકત્તા સ્થિત બંગાળ સરકારના સચિવાલય રાઈટર્સ બિલ્ડીંગ તરફ કૂચ કરી રહી હતી. ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસે ગોળીબાર કર્યો, જેમાં મમતા સાથે લડી રહેલા 14 લોકો માર્યા ગયા. મમતા બેનર્જી પોતે પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. છતાં હાર ન માની.

દેશના પ્રથમ મહિલા રેલવે મંત્રી

મમતાએ પીવી નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહ જેવા વડાપ્રધાનો સાથે કામ કર્યું હતું. ભાજપ સાથે તૃણમૂલ કોંગ્રેસના ગઠબંધન બાદ તેમને અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે ભારતમાં રેલવે મંત્રી બનનાર પ્રથમ મહિલા સાંસદ છે. તેનો પ્રભાવ આખી દુનિયા પર એટલો બધો હતો કે 2012માં ધ ટાઈમ મેગેઝિને 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મમતાને સ્થાન આપ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">