મમતા બેનર્જીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન કહ્યું ‘કોઈ કંઈ કરશે નહીં અને વિદેશમાં જ રહીશ તો કેવી રીતે ચાલશે?’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

મમતા બેનર્જીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન કહ્યું 'કોઈ કંઈ કરશે નહીં અને વિદેશમાં જ રહીશ તો કેવી રીતે ચાલશે?'
Mamata Banerjee targets Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 7:40 PM

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વિસ્તરણમાં વ્યસ્ત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે નામ લીધા વગર કહ્યું કે, જો કોઈ કંઈ કરતું નથી, વિદેશમાં રહે છે, તો કેવી રીતે ચાલશે. એટલા માટે અમારે બીજા ઘણા રાજ્યોમાં જવું પડ્યું.”

મમતાએ મુંબઈમાં સિવિલ સોસાયટીના સભ્યો સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “મેં કોંગ્રેસને ઘણી વખત કહ્યું કે અમને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ટીમ બનાવો પરંતુ કોંગ્રેસે સાંભળ્યું નહીં. અમે ઈચ્છીએ છીએ કે, તમે સમગ્ર ભારતમાં નાગરિક સમાજની એક સમિતિ બનાવો અને અમને જણાવો કે શું કરવું. જો કોઈ નિર્દોષ જેલમાં બંધ હશે તો અમે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરીશું.

તાજેતરના દિવસોમાં એવું જોવા મળ્યું છે કે, મમતા બેનર્જી કોંગ્રેસ તરફ અવાજ ઉઠાવી રહી છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ટીએમસીમાં જોડાયા છે. મેઘાલયમાં 12 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને TMCમાં જોડાયા છે. આ સમયે TMC ગોવામાં પહેલીવાર જોર શોરથી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. અહીં ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જ્યારે મમતા બેનર્જીને પૂછવામાં આવ્યું કે, તમે કોંગ્રેસ સાથે કેમ લડી રહ્યા છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, જો કોંગ્રેસ અને ડાબેરીઓ બંગાળમાં અમારી વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે તો અમે પણ તેમની વિરુદ્ધ જઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, ભાજપને હરાવવા માટે અમારે આ લડાઈ લડવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે, બંગાળ ખૂબ જ શાંતિપ્રિય રાજ્ય છે પરંતુ અહીં દરરોજ એક વીડિયો સર્ક્યુલેટ થાય છે. તેણીએ એમ પણ કહ્યું કે, હું ગ્રાસ રૂટ લેવલથી આવું છું. જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી લડતા રહીશું.

મમતાએ કહ્યું કે, અમારા બંગાળમાં બધું બરાબર છે, પરંતુ અમારે બહાર આવવું પડ્યું. અમારા આગમનથી સ્પર્ધા વધશે. તેમણે કહ્યું કે, જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભાજપે જવું પડશે. આ દરમિયાન તેમણે ભાજપ હટાઓ દેશ બચાવો ના નારા પણ આપ્યા હતા. અમે મહારાષ્ટ્રમાં નથી આવી રહ્યા, જ્યાં પ્રાદેશિક પાર્ટી સારું કામ કરી રહી છે ત્યાં અમે નહીં જઈએ. તમારા પ્રાદેશિક સાથીદારોને સમર્થન મળશે.

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">