મમતા બેનર્જીએ કહ્યું, “કલકત્તા સહીત ચાર શહેરો બને રાષ્ટ્રીય રાજધાની”

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર યોજાય.

  • Tv9 webdesk42
  • Published On - 13:23 PM, 24 Jan 2021
Mamata Banerjee said Four cities including Calcutta will become national capitals
ફાઈલ ફોટો: મુખ્યપ્રધાન મમતા બેનર્જી

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનાં નેતૃત્વમાં કલકત્તામાં શ્યામા બજારથી મેયો રોડમાં ગાંધી પ્રતિમા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રા સાયરનના અવાજ અને શંખધ્વનીથી શરૂ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ આ દિવસને દેશનાયક દિવસના રૂપે ઉજવે છે. આ દિવસે કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવાવનો નિર્ણય કરતા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત દેશમાં ચાર અલગ અલગ જગ્યાએ રાજધાની બનાવવાનો વાત કરી હતી.

માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ?
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું જે રાષ્ટ્રીય રાજધાની  માત્ર DELHIમાં જ સીમાબદ્ધ કેમ? આ સાથે જ એમણે કહ્યું કે દેશમાં દિલ્હીના બદલે કલકત્તા સહીત ચાર શહેરોમાં રાષ્ટ્રીય રાજધાની બને. મમતા બેનર્જીએ કહ્યું કલકત્તા પણ દેશની રાજધાની બને, આ સાથે જ દક્ષીણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરલ કે અન્ય રાજ્યમાં એક રાજધાની બને. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણામાં, પૂર્વમાં બિહાર, ઓડીશા, બંગાળમાં રાજધાની બને અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં એક રાજધાની બને. માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર યોજાય.

પરાક્રમ દિવસ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ જાહેર કરવા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે પરાક્રમ દિવસ જાહેર કરવા અંગે કોઈ સાથે વાતચીત કરવામાં આવી નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશપ્રેમના પ્રતિક છે. રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચંદ્ર બોઝને દેશનાયકની ઉપાધી આપી હતી. નેતાજીએ આઝાદ હિન્દ ફોજનું નિર્માણ કર્યું હતું અને પ્લાનિંગ કમીશનના ગઠનની વાત કરી હતી, પરંતુ વર્તમાન સરકારે પ્લાનિંગ કમીશનને વિખેરી નાખ્યું અને એના સ્થાને નીતિ આયોગનું ગઠન કર્યું. મમતાએ કહ્યું તેઓ નીતિ આયોગનો વિરોધ નથી કરી રહ્યાં પણ પ્લાનિંગ કમીશનને ફરી બહાલ કરવું જોઈએ.

બંગાળનો ઇતિહાસ બદલવાના પ્રયત્નો થઇ રહ્યા છે
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિરોધીઓ પર આરોપ લગાવ્યા કે બંગાળનો ઇતિહાસ બદલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એમણે કહ્યું સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળનું મોટું યોગદાન છે. બંગભંગ આંદોલનની શરૂઆત બંગાળથી જ કરવામાં આવી હતી. ભારતીય પુનર્જાગરણની શરૂઆત પણ બંગાળથી જ થઇ હતી. બંગાલે ક્યારેય કોઈની સામે માથું નમાવ્યું નથી અને નમાવશે નહિ. વન નેશન, વન પાર્ટી અને વન નોટની વાત કરવામાં આવી રહી છે. ઈતિહાસની ખોટી વ્યાખ્યા કરવામાં આવી રહી છે.