અકુબાથિની કેસને એક એવુ ઉદાહરણ બનાવો કે તે ટ્રોલ કરનારાઓ માટે બોધપાઠ બની જાય

નેટ પર નકામા કામ કરનારા આ ટ્રોલર્સ જે લોકોને હેરાન કરે છે, ગમે તે લખીને લોકોને નુકસાન પહોંચાડે છે. તેમના પ્રત્યે સહનશીલતાનો અંત લાવી તેમની સામે સખત વાર કરવો જોઇએ.

અકુબાથિની કેસને એક એવુ ઉદાહરણ બનાવો કે તે ટ્રોલ કરનારાઓ માટે બોધપાઠ બની જાય
Make Akubathi's case an example that will serve as a lesson to trolls
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 5:09 PM

લેખક- વિક્રમ વોહરા

તે કેવી રીતે ખરાબ અને ઘૃણાસ્પદ વ્યક્તિ હશે જે કોઈ મુદ્દા પર નિર્દોષ બાળકી પર હુમલો કરવાની ધમકી આપે? અને જો કોઈ ક્રિકેટ જેવા મુદ્દા પર આવા ડરામણા કૃત્યની વાત કરે તો ચોંકી જવાય તે સ્વાભાવિક છે. જ્યારે અમને ખબર પડી કે તે ગુનેગાર હૈદરાબાદમાં રહેતો, 23 વર્ષનો યુવક, રામ નાગેશ, અકુબાથિની છે, જે IITમાંથી ગ્રેજ્યુએટ પણ છે, તો રોષ વધે છે.

ગુસ્સામાં કોઈ નાની મોટી મૂર્ખામી કરવા બેસી જાય તો સમજી શકાય, પરંતુ ઈન્ટરનેટ પર પાકિસ્તાની એકાઉન્ટની આડમાં બાળકીને નિશાન બનાવનાર આ વ્યક્તિ સામે આવુ કડક પગલું ભરવાની જરૂર છે જે અન્ય ટ્રોલ કરનારા લોકો માટે એક પાઠ બની જાય. પછી ભલે વિરાટ કહે કે તમે બધા ભાડમાં જાઓ મને પોતાના માટે કે પોતાની સામે તમારી કોઇ જરુર નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પ્રકારનું નકામાપણું તમામ હદ વટાવી ચુક્યુ છે. જ્યારે ‘મોહમ્મદ શમી’ પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો તે પણ ખરાબ હતો. તમને તે મૂર્ખતાપૂર્ણ ઘટના પણ યાદ હશે જ્યારે સૈફ અલી ખાનને તેના દીકરાનું નામ તૈમુર રાખવા પર વિરોધ શરુ થયો હતો.આ તેમનું બાળક છે, તમારું નથી.તમારી આમાં જરૂર જ શું છે? તે પ્રસંગોમાં આપણે અલગ અલગ નજરથી દલીલો કરી રહ્યા હતા.કારણ કે કદાચ મુસ્લિમ તત્વના સામેલ થવાથી આપણને તેની આઝાદી મળી જાય છે.પરંતુ આ પછી આવી નકામી માનસિકતાવાળા લોકોનું મનોબળ વધી જાય છે.

હવે આ વાતને આ રીતે સમજીએ,એક વ્યક્તિ તેના કમ્પ્યુટર પર બેસે છે, કદાચ ચાના કપ સાથે, અને પછી ધમકી આપે છે. આ વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિ નવ મહિનાની બાળકી પર હુમલો કરવાની જાહેરાત કરવાની માગ કરે છે અને તેને યોગ્ય ગણાવે છે. આ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે, તેનો પરિવાર છે. કદાચ પરણિત પણ છે. તેના ભાઇ બહેન પણ છે.ફિલ્મ્સ જુએ છે,પોપકોર્ન ખાય છે અને એવુ માને છે કે તે આવુ કરી શકે છે અને તેને લોકોનું સમર્થન પણ મળી જશે. તેને લાગે છે જાણે એણે કઇક મેળવી લીધુ હોય,”જોયુ બતાવી દીધુ”

આ ઘટનાક્રમને હવે ટ્રોલ કરનારાઓ વિરુદ્ધ લડાઇનું એક ઐતિહાસિક ઉદાહરણ બનાવી દેવુ જોઇએ. નેટ પર નકામા કામ કરનારા આ ટ્રોલર્સ જે લોકોને હેરાન કરે છે, ગમે તે લખીને લોકોને નુકસાન પહોંચાડે છે. તેમના પ્રત્યે સહનશીલતાનો અંત લાવી તેમની સામે સખત વાર કરવો જોઇએ.ટ્રોલને ટ્રોલ સમજીને લાંબા સમયથી સહન કરવામાં આવ્યુ છે. એવું નથી કે સૈફ કે શમી કે વિરાટ અને તેમના પરિવારો સાથે જે કરવામાં આવ્યું તેની તેમના પર કોઈ અસર થઈ નથી. ખૂબ જ ખરાબ અસર થાય છે.

વાસ્તવમાં, એવું છે કે મોટાભાગના ભારતીયોને આવા નકામા કૃત્યો ગમતા નથી પરંતુ તેઓ આવા મુદ્દાઓ પર મૂંગા અને બહેરા રહે છે અને મૌન રહે છે. કારણ કે તેમને લાગે છે કે તેમની વાત કોઈ સાંભળશે નહીં. કોઈ મામલામાં ન પડવું તે હોવું સારી બાબત હોઈ શકે છે,પરંતુ તે રાષ્ટ્રીય ચારિત્ર્ય દર્શાવે છે, જ્યાં તમારા ઘરનો કચરો અન્ય ઘરોમાં ફેંકવામાં આવે છે અને તમારું ઘર સ્વચ્છ રાખવામાં આવે છે.

વર્તમાન સમયમાં આપણી પાસે ઓનલાઈન હુમલાઓ સામે મજબૂત કાયદાઓની કમી છે.ભારતીય દંડ સંહિતાની કલમ 506 મુજબ, “ગુનાહિત ધાકધમકી”ના કેસ હેઠળ “બે વર્ષની” સજા અથવા “દંડ” અથવા તો “બંને” થઈ શકે છે. પરંતુ, તે દાંત વગરના સિંહ જેવા છે. ભારતીય દંડ સંહિતા, 1860, ન તો સાયબર ધમકીને વ્યાખ્યાયિત કરે છે અને ન તો તે “સજા માટેની જોગવાઈ”ને ગુના તરીકે રજૂ કરે છે.

જો કે, આ કેસોમાં IPC અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT એક્ટ)ની વિવિધ કલમોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેનો પણ કોઈ અર્થ નથી કારણ કે આવી ફરિયાદ બેદરકારી અને અનિશ્ચિતતા સાથે લેવામાં આવે છે અને અધિકારીઓ તેના પર કાર્યવાહી કરવામાં અસમર્થ હોય છે. તમે છેલ્લી વખત સાયબર ક્રાઈમ કેસમાં FIR ક્યારે જોઈ હતી?

જ્યારે કાયદો ભીડ અને તેના તાત્કાલિક રીએક્શન પ્રત્યે મૌન રહે છે ત્યારે આપણે આપણી જાતમાં ઉતરીને જોવુ જોઇએ અને યોગ્ય જગ્યા પર પોતાની પ્રતિક્રિયા આપીને દબાણ બનાવવુ જોઇએ.કારણકે ચુપ રહેવાનો મતલબ સંમતિ થાય છે. અકુબાથિનીના કિસ્સામાં, “ધમકી”ની ભાષા જ તેની “ધરપકડ” કરવા માટે પૂરતી છે. સારી વાત એ છે કે સાયબર અધિકારીઓને આ ‘રાક્ષસ’ની જાણકારી મળી ગઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">