IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, કન્સ્ટ્રક્શન સાઈટના ટાવર પરથી પડતા 2 કામદારોના મોત, 6 ઘાયલ

આ અકસ્માત શનિવારે રાત્રે થયો હતો. પોલીસને રાત્રે લગભગ 10 વાગ્યે માહિતી મળી હતી કે દિલ્હીમાં (Delhi) ટર્મિનલ-1 પાસે બાંધકામ દરમિયાન કેટલાક કામદારો ઊંચાઈ પરથી પડી જવાથી ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા.

IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, કન્સ્ટ્રક્શન સાઈટના ટાવર પરથી પડતા 2 કામદારોના મોત, 6 ઘાયલ
IGI Airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 4:49 PM

દિલ્હીમાં (Delhi) બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના (Indira Gandhi International Airport) ટર્મિનલ-1 પાસે શનિવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ટર્મિનલ-1 પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા બે મજૂરો ઊંચાઈ પરથી પડી જતાં મોત થયું હતું, જ્યારે છ કામદારો ઘાયલ થયા હતા. તમામ ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દિલ્હી પોલીસે આ મામલે બેદરકારી અને જીવને જોખમમાં મૂકવા બદલ આઈપીસીની કલમ 337/304A હેઠળ એફઆઈઆર નોંધી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત શનિવારે રાત્રે થયો હતો. પોલીસને રાત્રે લગભગ 10 વાગ્યે માહિતી મળી હતી કે ટર્મિનલ-1 પાસે બાંધકામના કામ દરમિયાન કેટલાક કામદારો ઊંચાઈ પરથી પડી જવાથી ઘાયલ થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા.

હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, એક મજૂર વિકાસ પુત્ર કેશવ રામ ઉંમર 30 વર્ષનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય મજૂર મનોજ પુત્ર પપ્પુ ઉમર 19 વર્ષનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિવાય અન્ય છ મજૂરો પણ અકસ્માતમાં ઘાયલ થયા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દિલ્હીમાં બે દિવસથી પડી રહ્યો છે વરસાદ

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 અરાઇવલ પાસે એલએનટી કંપનીની કન્સ્ટ્રક્શન સાઈટ હતી, જ્યાં મિન્ટુ યાદવ કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનું કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્યાં હાજર લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને એ વચ્ચે આ અકસ્માત થયો હતો. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં થોડી તકલીફ પડી હતી. હાલ દિલ્હી પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

આ પહેલા પટના એરપોર્ટ પર થયો હતો અકસ્માત

આ પહેલા પણ આવા ઘણા અકસ્માતો સામે આવી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા બિહારની રાજધાની પટના સ્થિત એરપોર્ટ પર પણ આવી જ એક ઘટના બની હતી. પટના એરપોર્ટ પરિસરમાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન થયેલા અકસ્માતમાં બે મજૂરોના પણ મોત થયા હતા. લોકોનું કહેવું છે કે મોટા બાંધકામમાં મોટાભાગે સલામતીના માપદંડોની અવગણના કરવામાં આવે છે, જે કામદારોના જીવને જોખમમાં મૂકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">