Maharashtra: ભડકાઉ ભાષણ મામલે કાલીચરણ મહારાજ જ્યુડિશિયલ કસ્ટડીમાં, પુણે કોર્ટમાં જામીન અરજી દાખલ

Maharashtra: ખડક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કાલીચરણ મહારાજને છત્તીસગઢ પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને પુણે લાવવામાં આવ્યા હતા.

Maharashtra: ભડકાઉ ભાષણ મામલે કાલીચરણ મહારાજ જ્યુડિશિયલ કસ્ટડીમાં, પુણે કોર્ટમાં જામીન અરજી દાખલ
Kalicharan Maharaj (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 11:36 PM

ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી (Gandhiji) પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણ (Kalicharan Maharaj) ને પુણેની અદાલતે (Pune Court) ન્યાયિક કસ્ટડી (Judicial Custody) માં મોકલી દીધા છે. કાલીચરણ મહારાજે પુણે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. એક દિવસની પોલીસ કસ્ટડી બાદ કાલીચરણ મહારાજને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાયપુર ધર્મ સંસદની સાથે કાલીચરણ મહારાજે પુણેમાં પણ અભદ્ર ટિપ્પણી કરી હતી.

મહારાષ્ટ્રમાં, કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કાલીચરણ અને અન્ય છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કાલીચરણને રાયપુર, છત્તીસગઢની અદાલતે મંજૂર કરેલા ‘ટ્રાન્ઝીટ રિમાન્ડ’ બાદ પુણે લાવવામાં આવ્યા હતા. અહીં તેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ.શેખની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે આરોપીને એક દિવસ માટે પુણે પોલીસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ખડક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાલીચરણને છત્તીસગઢ પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને પુણે લાવવામાં આવ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કાલીચરણ મહારાજને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

તેમણે કહ્યું કે પુણે પોલીસે કાલીચરણ, મિલિંદ એકબોટે, કેપ્ટન દિગેન્દ્ર કુમાર (નિવૃત્ત) અને અન્ય લોકો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો છે. તેમના પર એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે.

તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજે મુઘલ સેનાપતિ અફઝલ ખાનને માર્યાની ઘટનાની યાદમાં 19 ડિસેમ્બર 2021ના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એકબોટેની આગેવાની હેઠળના હિન્દુ આઘાડી સંગઠન દ્વારા ‘શિવ પ્રતાપ દિન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે.

કાલીચરણ સામે અભદ્ર ટિપ્પણીના કેસમાં કેસ દાખલ

ખડક પોલીસ સ્ટેશનમાં કાલીચરણ અને અન્યો વિરુદ્ધ IPC કલમ 295 (A), કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત ઈરાદા, 298 (કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદાપૂર્વકનો ઈરાદો) અને 505(2) મુજબ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તમામ આરોપીઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના અને લોકોમાં સાંપ્રદાયિક નફરત પેદા કરવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હતા.

આ પણ વાંચો: Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 36,265 નવા કેસ આવ્યા સામે, માત્ર મુંબઈના 20,181 કેસ, ઓમિક્રોનના 79

આ પણ વાંચો: PM MODIની સુરક્ષા અંગે ઓડીસા CM નવીન પટનાયકે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">