Maharashtra Lockdown Night Curfew: રાત્રી કર્ફ્યુ, વિકેન્ડ Lockdown અને કલમ 144 લાગુ, જાણો ઉદ્ધવ કેબીનેટના નિર્ણયો

મહારાષ્ટ્રમાં corona વધતા જતા કેસો વચ્ચે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે આજે અનેક નિર્ણયો લીધા છે. રવિવારે મળેલી કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં રાત્રે 8 થી 7 દરમિયાન નાઇટ કર્ફ્યુ લાગુ થશે. આ ઉપરાંત દિવસભર કલમ ​​144 લાગુ રહેશે.

  • tv9 webdesk33
  • Published On - 18:11 PM, 4 Apr 2021
Maharashtra Lockdown Night Curfew: રાત્રી કર્ફ્યુ, વિકેન્ડ Lockdown અને કલમ 144 લાગુ, જાણો ઉદ્ધવ કેબીનેટના નિર્ણયો
કોરોનાના વધતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ

મહારાષ્ટ્રમાં Corona ના વધતા જતા કેસો વચ્ચે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે આજે અનેક નિર્ણયો લીધા છે. રવિવારે મળેલી કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં રાત્રે 8 થી 7 દરમિયાન નાઇટ કર્ફ્યુ લાગુ થશે. આ ઉપરાંત દિવસભર કલમ ​​144 લાગુ રહેશે.તેથી એક જગ્યાએ પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ હશે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકડાઉન રાજ્યભરમાં શનિવાર અને રવિવારે લાગુ થશે. આ તમામ નિયમો સોમવારે રાત્રે 8 વાગ્યાથી લાગુ થશે.

શું ખોલવામાં આવશે, શું  બંધ રહેશે ?

મોલ્સ, રેસ્ટોરન્ટ અને બાર બંધ રાખવાનો નિર્ણય લીધો. પાર્સલ સેવા ચાલુ રહેશે
મહત્વપૂર્ણ સેવાઓ કાર્યરત રહેશે.
સરકારી કચેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે.
શાકભાજી બજારો ચાલુ રાખવામાં આવશે
શુક્રવારે રાત્રે 8 થી સોમવાર સવાર 7 વાગે સુધી સખત લોકડાઉન રહેશે.
હોટલમાં જમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સિનેમા હોલ, બગીચા અને રમતના મેદાન બંધ રહેશે.
રિક્ષા, ટેક્સી અને ટ્રેનો ચાલુ રહેશે
કોઈ પણ સ્થળે પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ
મોટી ફિલ્મોના શૂટિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉદ્યોગ સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે, કામદારો પર કોઈ પ્રતિબંધ નથી.

Corona વાયરસના ચેપના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર માં એ બે રાજ્યોમાંથી એક છે જ્યાં એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને પંજાબ એવા બે રાજ્યો છે જ્યાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કેબિનેટ સચિવની બેઠકમાં આ વાત કહી હતી.

જો આપણે નજર કરીએ તો 23 માર્ચ સુધીના છેલ્લા સાત દિવસોમાં, મહારાષ્ટ્રમાં દૈનિક નવા કેસોનો વિકાસ દર 6.6 ટકા હતો અને પંજાબમાં તે 2.2 ટકા હતો. 31 માર્ચ પહેલાના બે અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં 4,26,108 કેસ નોંધાયા છે, જ્યારે પંજાબમાં સમાન સમયગાળામાં 35,754 કેસ નોંધાયા છે.

શનિવારે  મહારાષ્ટ્રમાં Corona ના 49,447 નવા કેસ

શનિવારે Maharashtraમાં કોવિડ -19 ના 49,447 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 29,53,523 થઈ ગઈ છે જ્યારે 277 વધુ દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 55,656 થઈ ગઈ છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મુંબઈ શહેરમાં Corona ના 9,108 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, દિવસ દરમિયાન કુલ 37,821 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 24,95,315 થઈ ગઈ છે.