Madhyapradesh : 320 બેડ સાથે 20 આઇસોલેશન કોચ છે તૈયાર, રેલ મંત્રી પિયુષ ગોયલે આપી જાણકારી

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભોપાલમાં રેલ્વેએ 20 આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે. સંક્રમણથી લડવા માટે દરેક તંત્ર તમામ જરૂરી પગલાં ભરી રહ્યા છે અને દરેક પ્રકારની તૈયારીઓ હાલમાં કરી રહ્યા છે

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 24, 2021 | 6:20 PM

કોરોના મહામારીની આ બીજો તબક્કો અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. ઓક્સિજનથી લઈને દવાખાનાઓમા દેશભરમાં ભારે અછત સર્જાઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભોપાલમાં રેલ્વેએ 20 આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે. સંક્રમણથી લડવા માટે દરેક તંત્ર તમામ જરૂરી પગલાં ભરી રહ્યા છે અને દરેક પ્રકારની તૈયારીઓ હાલમાં કરી રહ્યા છે. આ દરમ્યાન પશ્ચિમ મધ્ય રેલ્વેએ ભોપાલ સ્ટેશન પર 20 આઇસોલેશન કોચ (isolation coaches) તૈયાર કર્યા છે જે રવિવારથી કાર્યરત થઈ જશે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલે (Railway Minister Piyush Goyal) શનિવારે સવારે ટ્વિટ દ્વારા જાણકારી આપી કે ભારતીય રેલ્વે દ્વારા મધ્યપ્રદેશના ભોપાલમાં 20 કોવિડ કેર કોચની વ્યવસ્થા કરવાં આવી છે. જેમાં 320 બેડ છે અને જે 25 એપ્રિલથી કાર્યરત થઈ જશે.

રેલ્વે મંત્રીએ એ પણ કહ્યું કે ઑક્સીજનની અછતને પહોચી વળવા ઑક્સીજન એક્સ્પ્રેસ લાખનૌથી બેકારો માટે નીકળી ચૂકી છે. જલ્દી જ આ ટ્રેન લિક્વિડ ઑક્સીજનની સપ્લાય કરીને, ઉત્તર પ્રદેશમાં તેની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરશે. મધ્ય પરદેશમાં સંક્રમણ રોકવા માટે જે પગલાઓ ભરવામાં આવી રહ્યા છે તેનાથી સંક્રમણનો દર ઘટી રહ્યો છે. મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે રાજ્ય પાસે જરૂરી તમામ દવાઓ, રેમડેસીવીર ઈંજેકશન તેમજ ઑક્સીજનની પર્યાપ્ત માત્રા ઉપલબ્ધ છે. ગુરુવારે મધ્યપ્રદેશનો કોરોના પોઝિટિવિટી રેટ 24.29 ટકા હતો જે ઘટીને 23.76 ટકા થઈ ગયો છે. વર્તમાનમાં પ્રતિદિવસ 50 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મધ્ય પ્રદેશ ટૂંક સમયમાં ઓક્સિજનના મામલામાં આત્મનિર્ભર બનશે. ઓક્સિજનના પુરવઠાને સુવ્યવસ્થિત કરવા, રાજ્ય સરકાર દ્વારા 2000 ઓક્સિજન કન્સંટ્રેટરની ખરીદી કરવામાં આવી છે. સ્થાનિક વ્યવસ્થા દ્વારા રાજ્યના 34 જિલ્લાઓમાં એક હજારથી વધુ ઓક્સિજન કન્સંટ્રેટર લગાવવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અને ઔધ્યોગિક સંશોધન પરિષદ દ્વારા, રાજ્યના ભોપાલ, રેવા, ઇન્દોર, ગ્વાલિયર અને શાહદોલ ખાતે 1 કરોડ 60 લાખના ખર્ચે રાજ્યની 5 જિલ્લા હોસ્પિટલોમાં નવીનતમ ટેકનોલોજી આધારિત ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Delhi High Court : જે કોઈ પણ Oxygen રોકશે તેને અમે ફાંસીએ લટકાવી દઈશું

Follow Us:
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">